Raksha Bandhan 2022: રક્ષાબંધન પર તમારા ભાઈની રાશિ પ્રમાણે પસંદ કરો રાખડીનો રંગ

|

Aug 08, 2022 | 4:45 PM

આ વખતે રક્ષાબંધન (Raksha Bandhan) 11મી ઓગસ્ટે મનાવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે.

Raksha Bandhan 2022: રક્ષાબંધન પર તમારા ભાઈની રાશિ પ્રમાણે પસંદ કરો રાખડીનો રંગ
Raksha Bandhan

Follow us on

રક્ષાબંધનના (Raksha Bandhan) તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે રક્ષાબંધન 11મી ઓગસ્ટે મનાવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર બહેન અને ભાઈના એકબીજા પ્રત્યેના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ભાઈઓ અને બહેનો આ તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આવી સ્થિતિમાં બહેનો રાશિ અનુસાર તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકે છે. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મેષ

મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. તેથી બહેનોએ આ રાશિના ભાઈઓને લાલ રંગની રાખડી બાંધવી જોઈએ.

વૃષભ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. આવી સ્થિતિમાં બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મિથુન

મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. તેથી આ રાશિના ભાઈઓના કાંડા પર લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. તે ભાઈ અને બહેન બંનેની બુદ્ધિમત્તા સુધારવામાં પણ મદદરૂપ થશે.

કર્ક

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આવી સ્થિતિમાં બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ.

સિંહ

સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. જ્યોતિષની માન્યતા અનુસાર સિંહ રાશિના લોકોએ લાલ કે પીળા રંગની રાખડી બાંધવી જોઈએ.

કન્યા

બુધને કન્યા રાશિનો શાસક ગ્રહ માનવામાં આવે છે. જો કોઈ બહેન તેના ભાઈના કાંડા પર ઘેરા લીલા રંગની રાખડી બાંધે તો તેના દ્વારા ભાઈના તમામ અધૂરા કામ પૂર્ણ થાય છે.

તુલા

તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આવી સ્થિતિમાં બહેનોને લાંબા આયુષ્ય માટે ભાઈઓના કાંડા પર ગુલાબી રંગની રાખડી બાંધવાની સલાહ આપવામાં આવે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. બહેનોએ આ રાશિના ભાઈઓના કાંડા પર લાલ રંગની રાખડી બાંધવી જોઈએ.

ધન

ધનુરાશિનો શાસક ગ્રહ શુક્ર છે. ભાઈની સફળતા માટે બહેનોએ પીળા રંગની રાખડી બાંધવી જોઈએ.

મકર

શનિ મકર રાશિનો સ્વામી છે. તેથી બહેનોએ તેમના ભાઈના કાંડા પર વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ સાથે ભગવાનની કૃપા હંમેશા તમારા ભાઈ પર બની રહે છે.

કુંભ

શનિ કુંભ રાશિનો સ્વામી છે. આવી સ્થિતિમાં બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર ઘેરા જાંબલી રંગની રાખડી બાંધવી જોઈએ.

મીન

મીન રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. બહેનોએ પીળા રંગની રાખડી બાંધવી. તેનાથી તમારા ભાઈને તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article