AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri special : 9 દિવસ સુધી નવ દેવીઓને આ પ્રસાદનો ભોગ ચઢાવો અને આશીર્વાદ મેળવો

વર્ષમાં ચાર નવરાત્રી (Navratri ) ઉત્સવો ઉજવવામાં આવે છે જેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની અલગ-અલગ રીતે પૂજા-અર્ચના કરવામાં આવે છે.

Navratri special : 9 દિવસ સુધી નવ દેવીઓને આ પ્રસાદનો ભોગ ચઢાવો અને આશીર્વાદ મેળવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 12:17 PM
Share

Navratri special : નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે 9 દિવસ સુધી દરરોજ અલગ-અલગ પ્રસાદ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે દેવીના કયા સ્વરૂપને કયો પ્રસાદ ચઢાવવો જોઈએ.15 ઓક્ટોમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વર્ષમાં ચાર નવરાત્રી (Navratri ) ઉત્સવો ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની અલગ-અલગ રીતે પૂજા-અર્ચના કરવામાં આવે છે.

નવરાત્રિના 9 દિવસ ખૂબ જ વિશેષ

નવરાત્રિ દેવીનો પ્રથમ સ્વરૂપની પૂજા સાથે શરૂ થાય છે. નવરાત્રિના 9 દિવસ ખૂબ જ વિશેષ અને શુભ હોય છે. જેમ નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી-દેવતાઓના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે, તેવી જ રીતે આ નવ દિવસોમાં નવ દેવીઓને ધરવામાં આવતો પ્રસાદ પણ અલગ-અલગ છે. આવો જાણીએ નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવીને અલગ-અલગ પ્રસાદ ચઢાવવાનું મહત્વ.

આ પણ વાંચો : Navratri 2023 : નવરાત્રિમાં આ ટિપ્સને ફોલો કરીને મેળવો શાનદાક લુક, અપનાવો આ સ્ટેપ્સ

પ્રથમ દિવસે શૈલપુત્રી- નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના સાથે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપમા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયના રાજાની પુત્રી છે અને તે વૃષભ પર સવારી કરે છે. આ દિવસે તેમને ગાયનું ઘી અને તેમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી વ્યક્તિને સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિ મળે છે.

  1. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. માતાના આ સ્વરૂપને સાકર  ખૂબ જ પ્રિય છે.
  2. નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રધંટાની પુજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને દુધમાંથી બનેલી મિઠાઈ, ખીર અને પકવાનનો ભોગ ધરાવવામાં આવે છે.
  3. નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડાની પુજા કરવામાં આવે છે. માતાજીના આ સ્વરુપને માલપુઆ ખુબ પ્રિય હોય છે. ત્યારે નવરાત્રિના ચોથા દિવસે માતાજીને માલપુઆનો ભોગ અર્પણ કરી શકો છો.
  4. નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કેળા અર્પણ કરવાથી તમામ શારીરિક રોગોથી મુક્તિ મળે છે અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
  5. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાને મધ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે માતા કાત્યાયની મધને ખૂબ પ્રેમ કરે છે. માતાને મધ અર્પણ કરવાથી વ્યક્તિની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
  6. સાતમો દિવસ કાલરાત્રિ નવરાત્રિના સાતમા દિવસે માના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રિને ગોળ અર્પણ કરવો ખૂબ જ પ્રિય છે. આ દિવસે માતાને ગોળ અર્પણ કરવાથી રોગો અને દુઃખમાંથી મુક્તિ મળે છે.
  7. આઠમો દિવસ મા મહાગૌરી- આ દિવસે માતાજીને ભોગ તરીકે હલવો ચઢાવવો ખૂબ જ શુભ છે. આ સિવાય આ દિવસે નારિયેળ ચઢાવવાથી દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા ધન-સંપત્તિ બની રહે છે.
  8. નવમો દિવસ મા સિદ્ધિદાત્રી- નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે દેવી સિદ્ધિદાત્રીને હલવો-પુરી અને ખીર અર્પણ કરીને કન્યા પૂજા કરવી જોઈએ.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">