AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2023: વર્ષમાં બે વાર શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રી ? જાણો ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં શું તફાવત છે

આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે,ભક્તો નવ દિવસ સુધી નવદુર્ગા વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે.નવ દિવસ દરમિયાન લોકો ગરબાની સ્થાપના કરે છે, ગરબી ગાય છે, ગરબા રમે છે, અને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ નવરાત્રી વર્ષ દરમિયાન બે વખત આવે છે.એક ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી.ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિ આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે તે વર્ષમાં બે વાર શા માટે ઉજવવામાં આવે છે?

Navratri 2023: વર્ષમાં બે વાર શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રી ? જાણો ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં શું તફાવત છે
Navratri 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 12:16 PM
Share

Sharadiya Navratri 2023: નવરાત્રીમાં મ નવ દિવસ મા ની આરાધના અને પૂજા કરવા આવે છે, નવ દિવસ માતાજીની આરાધના થાય છે અને દસમાં દિવસે દશેરા ઉજવવામાં આવે છે દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે,ભક્તો નવ દિવસ સુધી નવદુર્ગા વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે.

નવ દિવસ દરમિયાન લોકો ગરબાની સ્થાપના કરે છે, ગરબી ગાય છે, ગરબા રમે છે, અને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ નવરાત્રી વર્ષ દરમિયાન બે વખત આવે છે.એક ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી.ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિ આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે તે વર્ષમાં બે વાર શા માટે ઉજવવામાં આવે છે? આ પાછળનું કારણ શું છે, ચાલો જાણીએ વિગતવાર.

આ પણ વાંચો : Ahmedabad: નવરાત્રી પહેલા હાર્ટએટેકનો ગભરાટ, 108 ને ઈમરજન્સી કોલની વધી સંખ્યા

વર્ષમાં બે વાર નવરાત્રી શા માટે આવે છે ?

બંને નવરાત્રી બદલી ઋતુઓમાં આવે છે આ તે સમય છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. તેથી, આપણા ઋષિમુનિઓએ ધાર્મિક વિધિઓ સાથે 9 દિવસના વ્રત રાખવાની જોગવાઈ કરી છે. કહેવાય છે કે નવ દિવસ સુધી ફળ ખાવાથી ઉપવાસ કરવામાં આવે તો શરીરમાંથી રોગો અને વિકારો દૂર થાય છે. એટલું જ નહીં, શરીર આગામી 6 મહિના સુધી રોગો સામે લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત ધાર્મિક વિધિઓથી આધ્યાત્મિક શુદ્ધિ પણ થાય છે.

ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી વચ્ચેનો તફાવત

શારદીય નવરાત્રિને દર્ગાની ઉપાસનાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ચૈત્ર નવરાત્રી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રસિદ્ધ છે. શારદીય નવરાત્રી મહિષાસુરના વધ અને રામ દ્વારા રાવણના વધ સાથે સંબંધિત છે. તે જ સમયે, ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના દશમીના દિવસે રાવણનું દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે. તે જ સમયે, ચૈત્ર નવરાત્રીની નવમીના રોજ રામ જીનો જન્મદિવસ રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી ઉનાળા અને વરસાદની ઋતુ પછી શિયાળાની શરૂઆત કરે છે. તે જ સમયે, ચૈત્ર નવરાત્રી શિયાળા પછી ઉનાળો લઈને આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">