Vastu Tips Money : ઘરમાં રાખેલી આ વસ્તુઓ તમને કંગાળ બનાવી શકે છે ! કરો આ સરળ ઉપાય

|

Sep 06, 2021 | 4:22 PM

ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થાય છે, જેના કારણે વિવાદ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, આર્થિક સંકડામણ સહિત અન્ય સમસ્યાઓ વધે છે. આ વસ્તુઓ ઘરમાં રાખવાથી વ્યક્તિ દરિદ્ર થઈ શકે છે.

Vastu Tips Money : ઘરમાં રાખેલી આ વસ્તુઓ તમને કંગાળ બનાવી શકે છે ! કરો આ સરળ ઉપાય
Vastu Tips

Follow us on

દરેક વ્યક્તિ તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છે છે. ઘરનું વાતાવરણ સારું અને સકારાત્મકતાથી ભરેલું હોવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ઘરની સુખ-સમૃદ્ધિ જાળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાની અસર વધે છે.

ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થાય છે, જેના કારણે વિવાદ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, આર્થિક સંકડામણ સહિત અન્ય સમસ્યાઓ વધે છે. આ વસ્તુઓ ઘરમાં રાખવાથી વ્યક્તિ દરિદ્ર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ સમયસર ઘરની બહાર કાઢવી સારી છે. ચાલો આ ઉપાયો વિશે જાણીએ.

ઘરમાં સ્વચ્છતા રાખો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઘરમાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સ્વચ્છતા ન રાખવાને કારણે નકારાત્મક ઉર્જા વધે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. લાંબા સમય સુધી ઘરમાં કચરો ન રાખો. જો કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી સાફ કરવા માટે રાખવામાં આવી હોય, તો તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરો.

ઘરમાં સાવરણી છુપાવીને રાખો

સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા અન્યની નજરથી દૂર રાખવી જોઈએ. આ સિવાય સાવરણીને ઉભી ન રાખવી. સાંજના સમયે સાવરણીનો ઉપયોગ ન કરવો જોઇએ. શાસ્ત્રો અનુસાર જો તમે આ બાબતોનું પાલન નહીં કરો તો તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તૂટેલું ફર્નિચર

જો તમારા ઘરમાં તૂટેલું ફર્નિચર છે, તો તેને જલદીથી ઘરની બહાર કાઢો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલું ફર્નિચર વાસ્તુ દોષોનું કારણ છે. તેનાથી લગ્નજીવનમાં સમસ્યાઓ આવે છે સાથે જ ઘરમાં આર્થિક સંકડામણ પણ આવે છે.

કબૂતરનો માળો

જો ઘરમાં કબૂતરનો માળો હોય તો તેને તરત જ દૂર કરો. વાસ્તુશાસ્ત્રના ઘરમાં માળો રાખવો અશુભ સંકેત છે. આ કારણે ઘરમાં અણબનાવ શરૂ થાય છે.

બંધ અને ખરાબ ઘડિયાળ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખરાબ ઘડિયાળ કે બંધ પડેલી ઘડિયાળને તરત જ રીપેર કરી લો. એવું માનવામાં આવે છે કે ખરાબ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Chanakya Niti : આ 3 સંજોગોમાં દરેક પુરૂષને દુ:ખનો સામનો કરવો જ પડે છે !

આ પણ વાંચો : Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત

Published On - 4:21 pm, Mon, 6 September 21

Next Article