હનુમાનજીનું ચમત્કારિક મંદિર, જ્યાંથી પસાર થતી દરેક ટ્રેનની ગતિ ધીમી થઈ જાય છે
બોલાઈમાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર છે. દૂર-દૂરથી લોકો અહીં હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે. મંદિર વિશે કહેવાય છે કે મંદિરની સામેથી જે પણ ટ્રેન નીકળે છે. તેની ઝડપ આપોઆપ ઘટી જાય છે.

મધ્યપ્રદેશના શાજાપુરથી લગભગ 30 કિલોમીટર દૂર બોલાઈ ગામમાં હનુમાનજી બિરાજમાન છે. તમને જણાવી દઈએ કે બોલાઈમાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર છે. દૂર-દૂરથી લોકો અહીં હનુમાન બાબાના દર્શન કરવા માટે આવે છે. મંદિર વિશે કહેવાય છે કે મંદિરની સામેથી જે પણ ટ્રેન નીકળે છે. તેની ઝડપ આપોઆપ ઘટી જાય છે. મંદિર સાથે ઘણા ચમત્કારો પણ જોડાયેલા છે. કહેવાય છે કે જો કોઈ ડ્રાઈવર તેની અવગણના કરે તો ટ્રેનની સ્પીડ આપોઆપ ઓછી થઈ જાય છે.
આ પણ વાંચો : ઘર બંધાવવાનું કે ખરીદવાનું વિચારી રહ્યા છો ? જાણો, આ જગ્યાઓ મકાન માટે બિલ્કુલ પણ શુભ નથી !
શનિવાર, મંગળવાર અને બુધવારે દૂર-દૂરથી ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે. આ જ સ્થાનિક લોકોએ જણાવ્યું કે થોડા સમય પહેલા રેલવે ટ્રેક પર બે માલગાડીઓ ટકરાઈ હતી. બાદમાં, બંને ટ્રેનના લોકો પાઇલટ્સે કહ્યું કે તેઓને ઘટનાના થોડા સમય પહેલા જ અપ્રિય ઘટનાનો અહેસાસ થયો હતો. આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે. મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે. જ્યાં ગણેશજી હનુમાનજીની પ્રતિમા સાથે બિરાજમાન છે.
મંદિર 300 વર્ષ જૂનું છે
દેવી સિંહે 300 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અહીં વર્ષ 1959માં સંત કમલ નારાયણ ત્યાગીએ પોતાના વ્યસ્ત જીવનનો ત્યાગ કરીને આ સ્થાનને પોતાની તપોભૂમિ બનાવી હતી. 24 વર્ષો સુધી તપસ્યા કર્યા પછી સિદ્ધી પ્રાપ્ત કરી હતી. આના કારણે લોકો દુર દુરથી અહીં હનુમાનજીના દર્શન કરવા આવે છે.લોકો અનેક પ્રકારની માનતા માંગે છે,અને માનતા પુરી થવા પર હનુમાનજી સામે આવીને શીશ જુકાવે છે.
ભક્તો મંદિરને શુભ માને છે
આ મંદિર શાજાપુરથી લગભગ 30 કિમી દૂર રતલામ ભોપાલ રેલવે ટ્રેક સ્ટેશનથી થોડે દૂર સ્થિત છે. આ મંદિર ખેડાપતિ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. ભક્તો આ મંદિરને ખૂબ જ શુભ માને છે અને તેઓ કહે છે કે અહીં આવનારા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.