કમળગટ્ટાની માળાથી કરેલ મંત્રજાપ અપાવશે અખૂટ ધન-ધાન્યના આશીર્વાદ

|

May 04, 2022 | 6:49 AM

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે.

કમળગટ્ટાની માળાથી કરેલ મંત્રજાપ અપાવશે અખૂટ ધન-ધાન્યના આશીર્વાદ
Mala Jaap (symbolic image)

Follow us on

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. જો તમારા ગ્રહ નક્ષત્ર તમારી તરફેણમાં ન હોય તો મહેનત કરવા છતાં તમને સફળતા પ્રાપ્ત નથી થતી.તો આવામાં જ્યોતિષના કેટલાક વિશેષ ઉપાયો દર્શાવ્યા છે.જેને અજમાવવાથી ધન-ધાન્યની વૃદ્ધિ થવાની માન્યતા છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે. તો ચાલો, આ સરળ ઉપાયો પર નજર કરીએ.

દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય કે તેના જીવનમાં ધન-ધાન્યની અછત ન રહે. કારણ કે આજના સમયમાં નાની મોટી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ધનની આવશ્યકતા રહેતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનની પ્રાપ્તિ અર્થે ખૂબ જ મહેનત કરવાની સાથે સાથે ભાગ્ય પણ સાથ આપવું જોઇએ. જો તમારા ગ્રહ નક્ષત્ર તમારી સાથે ન હોય તો મહેનત કરવા છતા આપને ધારી સફળતા પ્રાપ્ત નથી થતી.તો આવા સમયે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો દર્શાવ્યા છે તેના વિશે વાત કરીએ. આ ઉપાયો અજમાવવાથી આપના ધન-ધાન્યમાં વૃદ્ધિની માન્યતા છે.

મંત્ર જાપ 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લક્ષ્મીમાતાની પૂજા કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિની માન્યાત રહેલી છે. માતા લક્ષ્મીના કોઇપણ સરળ મંત્રનો જાપ બુધવાર કે શુક્રવારથી શરૂ કરીને આ મંત્રની એક માળા નિત્ય કરવી. તેમજ ધ્યાન એ રાખવું કે આ મંત્રજાપ માત્ર કમળગટ્ટાની માળાથી જ કરવા.

વિષ્ણુપૂજન

વિષ્ણુસહસ્ત્રનામ તથા શ્રી સૂક્તનો નિયમિત પાઠ કરવાથી ઘર પરિવારમાં ધન ધાન્યની ક્યારેય અછત રહેતી નથી.

લક્ષ્મી પૂજન

શક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઇએ. તેમને હળદર-કુમકુમનું તિલક કરીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઇએ અને દૂધ તેમજ ગોળમાંથી બનેલી મિઠાઇનો ભોગ અર્પણ કરવો જોઇએ. માતાને આપના સુખ-સમૃદ્ધિની કામના કરવી જોઇએ તેનાથી માતા પ્રસન્ન થઇ તેમની કૃપા સદૈવ આપની પર રાખે છે.

ઉત્તર દિશા ધનની દિશા

ઘરની ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે.આ દિશામાં ઘરની તિજોરી કે ધન રાખવું ખૂબ શુભ ફળ આપે છે.ઉત્તર દિશામાં કુબેર યંત્ર, માતા લક્ષ્મી અને કુબેરદેવતાની પ્રતિમા કે ચિત્ર રાખવાથી ધનમાં વૃદ્ધિ થવાની માન્યતા છે.

દાન-પુણ્ય

જરૂરિયાતમંદોને સહાયતા કરવી જોઇએ. દાન-પુણ્ય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઘરની સાફ-સફાઇ

ઘરની સાફ-સફાઇ પર વિશેષ ધ્યાન રાખવું જોઇએ. કહેવાય છે કે જે ઘરમાં નિત્ય સાફ સફાઇ થતી હોય થે ત્યાં મા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે.

ઘર મંદિર

ઘરના મંદિરમાં સવાર સાંજે ઘીનો દીવો પ્રજવલિત કરીને મા લક્ષ્મીની આરતી જરૂરથી કરવી. સાથે જ શંખ પણ વગાડવો જોઇએ. માન્યતા તો એવી પણ છે કે જે ઘરમાં નિત્ય શંખ વાગે છે ત્યાં હંમેશા સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. જે ઘર-પરિવારમાં લોકોની પ્રગતિ કરવાની માર્ગ ખોલે છે.

શનિદેવ-હનુમાનજીની આરાધના

શનિવારના દિવસે શનિદેવની વિશેષ આરાધના કરવી જોઇએ. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ. શનિગ્રહ જો મજબૂત હોય તો વ્યક્તિની ખૂબ જ પ્રગતિ થાય છે.

તુલસીક્યારો

ઘરમાં તુલસીનો ક્યારો અવશ્ય રાખવો જોઇએ. નિત્ય સાંજે તેમાં ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. માન્યતા તો એવી છે કે જે ઘરમાં તુલસનો ક્યારો હોય છે તે ઘરમાં હંમેશા ધન-ધાન્યના અખૂટ ભંડાર ભરેલા રહે છે.

શમીની વૃક્ષ

ઘર આંગણામાં શમીનું ઝાડ રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શમીના ઝાડને કારણે આપની તરફ ધન આકર્ષિત થાય છે. આ ઝાડની સારસંભાળ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : અહીં સાક્ષાત કાળ બનીને શ્રીરામે કર્યો હતો અસુરોનો સંહાર ! જાણો, નાસિકના કાલારામનો મહિમા

આ પણ વાંચો : સમસ્યા અનેક, નિવારણ માત્ર એક ! અત્યંત ફળદાયી આદિત્ય હૃદયમ્ સ્તોત્ર !

Next Article