LORD SHIVA : જાણો શા માટે સોમવારે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, શું છે આ પાછળનું કારણ

|

Jul 12, 2021 | 8:47 PM

Worship of Lord Shiva : ભોલેનાથ તેમના ભક્તોના દુ: ખને દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સોમવારે ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે? જો નહીં, તો ચાલો અમે તમને જણાવીશું કે સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી શું લાભ થાય છે.

LORD SHIVA : જાણો શા માટે સોમવારે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, શું છે આ પાછળનું કારણ
why Lord Shiva is worshiped only on Monday?

Follow us on

LORD SHIVA : શિવ ભક્તો માટે સોમવાર (Monday)ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દૂધ, બીલીપત્ર અને ધતુરાનું ફૂલ ચડાવી ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો સોમવારે વ્રત રાખે છે.એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે. ભોળાનાથ તેમના ભક્તોના દુ: ખને દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સોમવારે ભગવાન શિવની પૂજા (Worship of Lord Shiva) કેમ કરવામાં આવે છે? જો નહીં, તો ચાલો અમે તમને જણાવીશું કે સોમવારે (Monday) ભગવાન શિવની પૂજા કરવાથી શું લાભ થાય છે.

શિવજીએ મસ્તક પર ચંદ્રને ધારણ કર્યો
પૌરાણિક કથા અનુસાર સોમવારના દિવસે ચંદ્રએ ભગવાન શિવની પૂજા કરી હતી. જેના પરિણામે તંદુરસ્ત થયા પછી ચંદ્રને તેની સુંદરતા ફરી મળી હતી. ત્યારબાદ ભગવાન શિવે બીજના દિવસે ચંદ્ર તેના મસ્તક પર ધારણ કર્યો હતો. ત્યારથી પ્રાચીન સમયથી લઈને આજ સુધી સોમવારે (Monday) ભગવાન શિવની પૂજા (Worship of Lord Shiva) કરવામાં આવે છે. આ દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ સાથે, કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો સ્વામી માનવામાં આવે છે.

સોમનો અર્થ પણ સૌમ્ય છે. તેથી જ ભગવાન ભોળાનાથને શાંત દેવતા માનવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે સોમમાં એક ઓમ છે અને ભોળાનાથને પણ ઓમનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણોથી સોમવાર (Monday) ભગવાન શિવને સમર્પિત છે. અને આથી જ સોમવારના દિવસે જ શિવજીની પૂજા કરવામાં આવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સોમવારે શું કરવું
સોમવારે સવારે ઉઠીને સ્નાન કરી મંદિરમાં જઈને ભગવાન શિવની વિધિ-વિધાન સાથે પૂજા કરો. જો તમારી કોઈ મનોકામના હોય તો તમે સોમવારના દિવસે  વ્રત પણ રાખી શકો છો. આ દિવસે ભોળાનાથ ઉપર રાખનો તિલક લગાવવો જોઈએ, આનાથી તેમની કૃપા તમારી ઉપર રહેશે. સોમવારે સોના, ચાંદી અથવા મકાન ખરીદવું શુભ ગણાય છે.

આ પણ વાંચો : Tulsi : તુલસીના પાન તોડતા પહેલા જાણો આ નિયમો, બાકી થશે નુકસાન

આ પણ વાંચો : રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ’નો મહિમા

Next Article