AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 JUNE PANCHANG: જાણો આજની તિથિ અને રાશિ કઈ છે ? આજે કયા સમયે ભૂલથી પણ ન કરવું શુભ કામ ?

હિન્દુ સંસ્કૃતિમાં પંચાંગનું (panchang) ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં આ પંચાંગ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

11 JUNE PANCHANG: જાણો આજની તિથિ અને રાશિ કઈ છે ? આજે કયા સમયે ભૂલથી પણ ન કરવું શુભ કામ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 8:45 AM
Share

સનાતન ધર્મમાં પંચાંગ જોઈને શુભ કાર્ય કરવાની પ્રણાલી છે. હિન્દુ સંસ્કૃતિમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં કાર્યોમાં આ પંચાંગ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. ત્યારે આ પંચાંગ પરથી જ આપણે આજની 11 જૂન, 2023નો દિવસ કેવો રહેશે, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

ગુજરાતી પંચાંગ

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. જે બપોરે 12:07 સુધી રહેશે. આજે વાર છે રવિવાર. યોગ છે પ્રીતિ. નક્ષત્ર છે પૂર્વા ભાદ્રપદા અને કરણ છે તૈતિલ.

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:54 કલાકે સૂર્યાસ્ત:- 07:25 કલાકે

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે (ગ, સ, શ, ષ). કુંભ રાશિ સવારે 8:48 સુધી રહેશે. ત્યારબાદ ચંદ્રનું રાશિ પરિવર્તન થશે. અને સવારે 8:48 પછી મીન રાશિ રહેશે. મીન રાશિના નામાક્ષર છે (દ, ચ, ઝ, થ). એટલે કે આજે સવારે 8:48 પછી જન્મેલા બાળકોના નામ મીન રાશિ પરથી રાખી શકાશે.

અભિજીત મુહૂર્ત

કોઈપણ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવતું હોય છે. ત્યારે હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર દરરોજ એક મુહૂર્ત તો એવું હોય છે કે જેમાં કાર્ય કરવાથી કાર્યસિદ્ધિના આશિષ પ્રાપ્ત થાય છે. આ મુહૂર્તને અભિજીત મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આજે, 11 જૂન, રવિવાર રોજનું આ અભિજીત મુહૂર્ત બપોરે 12:12 થી 01:16 સુધી રહેશે.

રાહુ કાળ

હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. આજે રાહુ કાળ સાંજે 05:35 થી 07:18 સુધી રહેશે. એટલે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કામ ન કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
g clip-path="url(#clip0_868_265)">