Shravan 2022: જાણો કાશી નગરીમાં આવેલ અવિમુક્તેશ્વર નામક લિંગની મહત્તા

|

Aug 26, 2022 | 6:30 AM

જે મનુષ્ય પૃથ્વીના અંતમાં રહીને પણ મારા ‘અવિમુક્ત' (Avimukt) નામક લિંગનું સ્મરણ કરે છે તેઓ મોટા મોટા પાપથી મુક્ત થઈ જાય છે. મારા આ ક્ષેત્રમાં જેણે પણ મારા દર્શન, સ્પર્શ અને પૂજન કર્યા છે, તે "તારકજ્ઞાન" પ્રાપ્ત કરીને ફરીથી આ સંસારમાં જન્મ લેતો નથી."

Shravan 2022: જાણો કાશી નગરીમાં આવેલ અવિમુક્તેશ્વર નામક લિંગની મહત્તા
Kashinagari

Follow us on

લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી

સ્કંદપુરાણમાં કાશીખંડના (kashi khand) ઉત્તરાર્ધમાં ભગવાન શંકર અને કાશીના બ્રાહ્મણો વચ્ચેનો સંવાદ છે. જેમાં સ્વયં મહાદેવે કાશી નગરીના માહાત્મયને વર્ણવ્યું છે. શિવજી સ્વયં જણાવે છે કે તે કેવી રીતે આ ભૂમિ પર ભક્તને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તો, સાથે જ ચેતવે પણ છે કે આ પવિત્ર ભૂમિ પર પાપકર્મ કરવાથી કેવી યાતનાઓ ભોગવવી પડી શકે છે. આવો, આજે તે સંદર્ભમાં જ વાત કરીએ.

સ્કંદપુરાણના કાશીખંડમાં ઉલ્લેખ છે તે અનુસાર મહાદેવે પ્રસન્ન થઈ કાશીના બ્રાહ્મણોને તેમનું ઈચ્છિત વરદાન આપ્યું અને સાથે જ કહ્યું કે, “તમને બધા બ્રાહ્મણોને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થશે. મુક્તિની ઈચ્છા રાખનાર મનુષ્યોએ શિવલિંગનું પૂજન, ગંગાનું સેવન, દાન દયા તથા ઈન્દ્રિય સંયમ કરવા જોઈએ. આ ક્ષેત્રમાં નિવાસ કરનારા માટે આ જ એક રહસ્યની વાત છે.”

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

વિજયની ઈચ્છા રાખનાર મનુષ્યે આ ક્ષેત્રમાં ક્યારેય મનથી પણ પાપ ન કરવું. કારણ કે, અહીં કરાયેલું પુણ્ય કે પાપ અક્ષય હોય છે. અન્યત્ર કરેલું પાપ કાશીમાં નષ્ટ થાય છે. પણ અંતગૃહમાં કરાયેલું પાપ “પિશાચ્ય નરક”ની પ્રાપ્તિ કરાવે છે. કાશીમાં કરાયેલું પાપ કરોડો કલ્પોમાં પણ શુદ્ધ નથી થતું. જો આવા પાપીનું મૃત્યુ કાશીમાં જ થાય તો તેને ત્રીસ હજાર વર્ષો સુધી પિશાચ યોનિમાં રહેવું પડે છે અને “રુદ્ર પિશાચ” થઈને રહે છે. ત્યારપછી ત્યાં રહેતા-રહેતા તેને ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે જ્ઞાનથી તેને ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થાય છે.

શિવજી બ્રાહ્મણોને કહે છે કે, “આ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિના પ્રાણ નીકળે ત્યારે હું સ્વયં જ જીવને તારકબ્રહ્મનો ઉપદેશ આપું છું. જેથી તે જીવ બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે. મારામાં ચિત્ત રાખનારા અને બધા કર્મો મને સમર્પિત કરનારા મારા ભક્ત અહીં જેવી રીતે મોક્ષ પામે છે તેવું બીજે ક્યાંય મોક્ષ પામતા નથી. દેહધારી જીવનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક વસ્તુ એક ને એક દિવસ ચાલી જનારી છે. જે પોતાના ન્યાય પૂર્વક કમાયેલા ધનથી એક પણ કાશીવાસી પુરુષને તૃપ્ત કરે છે, તેને મારા સહિત ત્રણેય લોકને પ્રાપ્ત કરી લીધું ગણાશે. જે મનુષ્ય પૃથ્વીના અંતમાં રહીને પણ મારા ‘અવિમુક્ત’ નામક લિંગનું સ્મરણ કરે છે તેઓ મોટા મોટા પાપથી મુક્ત થઈ જાય છે. મારા આ ક્ષેત્રમાં જેણે પણ મારા દર્શન, સ્પર્શ અને પૂજન કર્યા છે, તે “તારકજ્ઞાન” પ્રાપ્ત કરીને ફરીથી આ સંસારમાં જન્મ લેતો નથી.”

( નોંધ- લેખક દ્વારા લખવામાં આવેલી વિગતો પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)

Next Article