Hanumanji Puja Tips : હનુમાનજીની પૂજામાં દિશાઓનું રાખો સંપૂર્ણ ધ્યાન, જાણો કેવી ચિત્ર પ્રતિમા કઈ દિશામાં લગાવી

|

Aug 10, 2021 | 3:57 PM

ગોસ્વામી તુલસીદાસે પણ કહ્યું છે કે, કળિયુગમાં તમે કોઈ પણ સ્થિતિ, દેશકાળ, સમય, અવસ્થા વગેરેમાં શ્રી હનુમાનજીનો જાપ કરી શકો છો. શ્રી હનુમાનજીના નામનો જાપ કરવાથી તમારા જીવનમાં સૌભાગ્ય આવે છે.

Hanumanji Puja Tips : હનુમાનજીની પૂજામાં દિશાઓનું રાખો સંપૂર્ણ ધ્યાન, જાણો કેવી ચિત્ર પ્રતિમા કઈ દિશામાં લગાવી
પંચમુખી હનુમાનજી

Follow us on

મંગળવાર પવનપુત્ર શ્રી હનુમાનજીની (Hanumanji) પૂજાનો પવિત્ર દિવસ છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને જીવન મંગલમય બને તેવા આશીર્વાદ આપે છે. હનુમાનજી એક સંકટ મોચન છે તેથી દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે. સંક્ટ સમયે તેમને યાદ કરવાથી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. મંગળવારે શ્રી હનુમાનજીના 12 નામોનો જાપ કરવાથી બધા દુ:ખમાંથી મુક્તિ મળે છે.

ગોસ્વામી તુલસીદાસે પણ કહ્યું છે કે, કળિયુગમાં તમે કોઈ પણ સ્થિતિ, દેશકાળ, સમય, અવસ્થા વગેરેમાં શ્રી હનુમાનજીનો જાપ કરી શકો છો. શ્રી હનુમાનજીના નામનો જાપ કરવાથી તમારા જીવનમાં સૌભાગ્ય આવે છે. ચાલો જાણીએ કે હનુમાનજીની કેવી ચિત્ર પ્રતિમાં કઈ દિશામાં મુકવામાં આવે તો કયું ફળ પ્રાપ્ત થાય છે.

આ ચિત્ર દક્ષિણ દિશામાં લગાવો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાસ્તુ અનુસાર હનુમાનજીની પૂજા કરવા માટે તેમનું ચિત્ર દક્ષિણ દિશામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે બજરંગ બલીએ આ દિશામાં પોતાનો સૌથી વધુ પ્રભાવ બતાવ્યો છે. હનુમાનજીની તસવીર અહીં મુકવા પર, દક્ષિણ દિશામાંથી આવતી દરેક દુષ્ટ શક્તિ બજરંગ બલીની તસ્વીર જોયા બાદ પરત ફરે છે અને તેનાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે.

અહીં બજરંગી બલીનો ફોટો ન મૂકશો

હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાથી બજરંગ બલીની તસવીર બેડરૂમમાં ક્યારેય ન રાખવી જોઈએ. બેડરૂમમાં હનુમાનજીને બદલે તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો.

ડરને દૂર કરવા માટે આ તસવીર મૂકો

જો તમે વારંવાર ભૂત-પ્રેતનો ડર લાગે છે, તો તમારે પંચમુખી હનુમાનજી અથવા પહાડ ઉપાડેલા હનુમાનજીનો ફોટો તમારા ઘરમાં રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર જે ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટો હોય ત્યાં પ્રગતિના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

હનુમાનજીની ઉડતી તસવીર

શ્રી હનુમાનજીની આ તસવીર લગાવવાથી તમારી પ્રગતિ ઝડપી બને છે. હનુમાનજીની કૃપાથી તમારામાં ઉત્સાહ અને હિંમત આવે છે અને તમે દિવસેને દિવસે સફળતાના માર્ગ પર આગળ વધી શકો છો.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 12 jyotirlinga: જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ

આ પણ વાંચો : Shravan-2021: શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?

Published On - 3:55 pm, Tue, 10 August 21

Next Article