કર્માનુસાર ફળની પ્રાપ્તિ કરાવશે કર્મનાથ મહાદેવ. જાણો કામનાપૂર્તિ કર્મનાથનો મહિમા

પાવનકારી શ્રાવણમાસ (Shravanmas) એટલે તો ભોળાને ભાવથી ને ભક્તિથી ભજવાનો માસ. અદભુત શિવાલય (shivalaya) અને અદ્વિતિય શિવલિંગ. કર્મનાથ એટલે તો કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ મહાદેવ કરાવે છે

કર્માનુસાર ફળની પ્રાપ્તિ કરાવશે કર્મનાથ મહાદેવ. જાણો કામનાપૂર્તિ કર્મનાથનો મહિમા
karmnath mahadev temple, Surat
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 10, 2022 | 6:32 AM

પાવનકારી શ્રાવણમાસ (Shravanmas) એટલે તો ભોળાને ભાવથી ને ભક્તિથી ભજવાનો માસ. અદભુત શિવાલય (shivalaya) અને અદ્વિતિય શિવલિંગ (Shivling). શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યા છે કર્મનાથ મહાદેવ (Karmanath Mahadev) . આમ તો અહીં વિદ્યમાન મહેશ્વરનું રૂપ ઘણું જ નાનું છે. અલબત્ તેમના પરચા તો ખૂબ જ મોટા છે. માન્યતા અનુસાર તો ભક્તોને હાજરાહજૂરપણાંની અનુભૂતિ કરાવે છે કર્મનાથ મહાદેવ. સમગ્ર ભારતમાં અનેકવિધ શિવાલય (Shivalaya) આવેલાં છે. માહાત્મ્ય અને સ્થાપત્યની દૃષ્ટિએ દરેકની આગવી જ મહત્તા છે. ત્યારે અમારે આજે વાત કરવી છે ગુજરાતમાં જ આવેલ એક એવાં શિવ મંદિરની કે જેની શોભાને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. આ સ્થાનક એટલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલું કર્મનાથ મહાદેવનું (Karmnath Mahadev) મંદિર. આ અદભુત શિવ મંદિર પાવની તાપી નદીના કિનારે સ્થિત છે.

શિવાલયનું બાંધકામ

વેલબુટ્ટાની સાદગીપૂર્ણ ભાત અને મનને શાંતિ પ્રદાન કરે તેવાં રંગોથી આખુંય શિવાલય શોભાયમાન છે. મંદિર એટલું તો સુંદર લાગે છે કે બસ આપણે નિહાળતા જ રહી જઈએ. આ મંદિર તો જાણે સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો, આ ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓને થઈ રહ્યા છે એક અત્યંત દિવ્ય શિવલિંગના દર્શન.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શિવલિંગનો મહિમા

અહીં મંદિરના ગર્ભગૃહ મધ્યે એક ખૂબ જ નાનકડું શિવલિંગ વિદ્યમાન છે. મહેશ્વરનું આ રૂપ એટલે જ કર્મનાથ મહાદેવ. કહે છે કે આ નાનકડાં શિવલિંગનો ખૂબ જ મોટો મહિમા છે. એક માન્યતા અનુસાર કર્મનાથ એટલે તો કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા મહાદેવ. અર્થાત્, ભક્ત જેવી ભાવના સાથે અહીં આવે છે, અને જેટલાં શુદ્ધ તેના કર્મ છે તે અનુસાર જ મહેશ્વર ફળની પ્રાપ્તિ કરાવે છે ! દેવાધિદેવના આ દિવ્ય રૂપના અહીં પ્રસ્થાપિત થવાનું નિમિત્ત તો બન્યા હતા ઋષિ કર્દમ.

ઋષિ કર્દમ એ સ્વયંભૂ મન્વંતરમાં થયેલાં બ્રહ્મમાનસ પુત્ર હતા. તેમણે મનુ-શતરુપાની પુત્રી દેવહુતિ સાથે લગ્ન કર્યા હતા. આ વિવાહથી કર્દમ ઋષિને નવ પુત્રીઓની પ્રાપ્તિ થઈ. કહે છે કે આ નવપુત્રીઓથી જ સમસ્ત સંસારનો વિસ્તાર થયો. ઋષિ કર્દમને ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપે અવતરણ કર્યું. આ પુત્ર એટલે કપિલમુનિ. પુત્ર કપિલનો જન્મ થતાં જ પત્ની દેવહુતિને આપેલાં વચન અનુસાર ઋષિ કર્દમ સંસાર ત્યાગી ઘોર તપસ્યા માટે નીકળી પડ્યા. તેઓ પાવની તાપીના કિનારે આવ્યા. કહે છે કે તેમણે જ અહીં સ્વહસ્તે શિવલિંગની સ્થાપના કરી અને ત્યારબાદ અખંડ તપસ્યા કરી.

દંતકથા અનુસાર આજે પણ અહીં મંદિરમાં એ જ શિવલિંગ સ્થાપિત છે કે જેની સ્થાપના સ્વયં ઋષિ કર્દમે કરી હતી. કર્દમ ઋષિ દ્વારા સ્થાપિત હોઈ શિવલિંગ પૂર્વે ‘કર્દમનાથ મહાદેવ’ના નામે પૂજાતું. અલબત્, આજે અપભ્રંશ બાદ તે કર્મનાથ મહાદેવના નામે ખ્યાત છે. સ્વયં ‘હરિ’ના પરમ ભક્ત દ્વારા ‘હર’નું રૂપ સ્થાપિત હોઈ આ શિવલિંગ સર્વ મનશાની પૂર્તિ કરનારું મનાય છે. જેના પરચા શ્રદ્ધાળુઓને અહીં સદીઓથી મળતા જ રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">