AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનેક કામનાઓને પૂર્ણ કરશે કામદા એકદાશી, સરળ ઉપાયથી પિતૃઓને પણ મળશે શાંતિ !

કામદા એકાદશી (kamada ekadshi) ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશીએ આવે છે. માન્યતા છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી અને આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપનો નાશ થાય છે.

અનેક કામનાઓને પૂર્ણ કરશે કામદા એકદાશી, સરળ ઉપાયથી પિતૃઓને પણ મળશે શાંતિ !
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:39 AM
Share

વર્ષની દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વર્ણન શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. આ એકાદશીને ખૂબ શુભ માનવામાં આવે છે. આ એકાદશી કામદા એકાદશીના નામે ઓળખાય છે. આ વ્રત ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશીએ આવે છે. માન્યતા છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી અને આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપનો નાશ થાય છે. તો ચાલો જાણીએ કામદા એકાદશીની વ્રત અને પૂજા વિધિ.

કામદા એકાદશી વ્રતપૂજા

⦁ સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો.

⦁ ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે ભગવાન કૃષ્ણની આરાધના કરો. તેમને પીળા રંગના પુષ્પ, પંચામૃત , તુલસીદળ અને ફળ અર્પણ કરો.

⦁ ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરો.

⦁ મંત્ર જાપ પછી વ્રતનો સંકલ્પ લેવો.

⦁ સમગ્ર દિવસ દરમ્યાન ફળાહાર કરવું.

⦁ ફળાહાર જો સંભવ ન થાય તો સાંજે એકટાણું કરવું. એકટાણામાં બને તો સાત્વિક ભોજન જ લેવું.

⦁ વ્રતના બીજા દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કે ભોજન કરાવવું.

સંતાન પ્રાપ્તિ અર્થે

કામદા એકાદશીના દિવસે પતિ-પત્નીએ સાથે બેસીને પૂજા કરવી અને ભગવાન કૃષ્ણને પીળા રંગના ફળ અને પીળા રંગના પુષ્પ અર્પિત કરવા. પછી સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ મંત્રની ઓછામાં ઓછી 11 માળાનો જાપ કરવો જોઇએ. ત્યારબાદ પત્નીએ પૂજામાં રાખેલ પીળા રંગના ફળને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું જોઇએ. આ ઉપાય કરવાથી આપને સંતાનની પ્રાપ્તિ થશે

ધન પ્રાપ્તિ અર્થે

પૂજામાં ભગવાન વિષ્ણુને પીળા રંગના પુષ્પોની માળા અવશ્ય અર્પણ કરવી. ‘ૐ હ્રીં શ્રીં લક્ષ્મીવાસુદેવાય નમઃ’ મંત્રની ઓછામાં ઓછી 11 માળા કરવી. આ ઉપાય કરવાથી આપને આર્થિક લાભની પ્રાપ્તિ થશે.

પાપ નાશ અર્થે

ભગવાન શ્રીવિષ્ણુને ચંદનની માળા અર્પિત કરવી અને ત્યારબાદ ‘ૐ ક્લીં કૃષ્ણાય નમઃ’ આ મંત્રની 11 માળાનો જાપ કરવો. ભગવાનને અર્પણ કરેલ ચંદનની માળાને પોતાની પાસે રાખી લો. આ ઉપાયથી આપના પાપોનું પ્રાયશ્ચિત થશે તેમજ પાપવૃત્તિથી આપને છૂટકારો મળશે અને આપની નામના તેમજ યશમાં વૃદ્ધિ થશે.

પિતૃઓની આત્માની શાંતિ અર્થે

એકાદશીની સાંજે કે રાત્રે ભગવાન શ્રીવિષ્ણુ સમક્ષ બેસવું. તેમને પીળા રંગના પુષ્પ અને ચંદન અર્પણ કરો. ત્યારબાદ ભગવદ ગીતાના 11માં અધ્યાયનો પાઠ કરો. આ ઉપાય કરીને આપના પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">