Janmashtami-2021: માત્ર એક મંત્રથી પ્રાપ્ત કરો સંપતિ અને સંતતિનું સુખ ! જન્માષ્ટમીએ અચૂક કરો શ્રીકૃષ્ણના આ મંત્રનો જાપ

આ જન્માષ્ટમીએ આપ આપની સંતાન પ્રાપ્તિની કામનાને પરિપૂર્ણ કરી શકો છો ! માન્યતા અનુસાર એક સરળ મંત્રના જાપ માત્રથી અખિલ બ્રહ્માંડના અધિપતિ સંતાનના અને સંપતિના આશિષ પ્રદાન કરે છે !

Janmashtami-2021: માત્ર એક મંત્રથી પ્રાપ્ત કરો સંપતિ અને સંતતિનું સુખ ! જન્માષ્ટમીએ અચૂક કરો શ્રીકૃષ્ણના આ મંત્રનો જાપ
સંપતિ અને સંતાનનું સુખ આપશે શ્રીકૃષ્ણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 10:35 AM

જન્માષ્ટમીનો (Janmashtami) તહેવાર હવે આવી જ પહોંચ્યો છે. દેશના દરેક નગર અને શહેરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ મંદિરોમાં જન્માષ્ટમીના ઉત્સવની તૈયારી અંતિમ તબક્કામાં છે. તો વળી ઘરે જ જન્માષ્ટમી ઉજવતા લોકો પણ લાલાને ગમતા ભોગ અને વસ્ત્રો તૈયાર કરવામાં લાગી ગયા છે. શ્રીકૃષ્ણના બાળ રૂપની કઈ કેટલીયે કથાઓ આપણે સંભળતા આવ્યા છીએ. અને આ દરેક કથા થકી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વધુને વધુ ગાઢ બનતો જાય છે.

કોઈને કૃષ્ણનું બાળરૂપ ગમે, તો કોઈને રાજા કૃષ્ણનું એટલે દ્વારિકાધીશનું રૂપ ગમે. કોઈને ગોપ-ગોપીઓ સાથે રમતો કૃષ્ણ ગમે, તો કોઈને અર્જુનના સારથી કૃષ્ણ. હકીકતમાં તો કૃષ્ણ નટખટ પણ છે ને સૌના પાલનહાર પણ છે. પણ છતાંયે ભગવાન શ્રીકૃષ્ણના નટખટ બાળ રૂપના તો સૌ કોઈ દિવાના છે.

દરેક પરિણીત દંપતી એવી ઈચ્છા ધરાવે કે તેમને શ્રીકૃષ્ણ જેવું સંતાન પ્રાપ્ત થાય. ત્યારે આ જન્માષ્ટમી આપ આપની સંતાન પ્રાપ્તિની કામનાને પરિપૂર્ણ કરી શકો છો. અમે આજને આપને જણાવીશું એક એવો સરળ મંત્ર કે જે આપની કુંડળીમાં રહેલા તમામ દોષને દૂર કરશે અને સાથે જ તેના પ્રતાપે આપના ઘરમાં સંતાનની કિલકારી પણ ગુંજશે ! સંતાન પ્રાપ્તિ માટે જન્માષ્ટમીની રાત્રિએ શરૂ કરી દર મંગળવારે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સંતાન ગોપાલ મંત્ર દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે । દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગત: ।। એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણના બાળરૂપની સામે બેસી જો આ મંત્રનો શ્રદ્ધા સાથે 108 વાર જાપ કરવામાં આવે તો પ્રભુ ચોક્કસથી સંતાનના આશિષ પ્રદાન કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણ એ અખિલ બ્રહ્માંડના અધિપતિ છે. અઢળક સંપતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના અધિપતિ છે. કારણકે કૃષ્ણ તો સુવર્ણ નગરી દ્વારિકાના રાજા છે. સાચું કહીએ તો કૃષ્ણ આખાંય જગતના રાજા છે, એટલે જ તો આપણે કૃષ્ણને જગત્પતિ કે જગન્નાથ પણ કહીએ છીએ. શ્રીકૃષ્ણ આપની પણ સંપતિ અને સમૃદ્ધિની મનોકામનાની પૂર્તિ કરી શકે છે. કહે છે કે એક સરળ મંત્રના જાપ માત્રથી અખિલ બ્રહ્માંડના અધિપતિ અઢળક સંપતિના આશીર્વાદ પ્રદાન કરશે. આ સરળ મંત્રનો જાપ આપ જન્માષ્ટમીના દિવસથી શરૂ કરી નિત્ય કરી શકો છો.

“કું કૃષ્ણાય નમ: ।” બસ આ સરળ મંત્રનો રોજ સવારે સ્નાન કર્યા બાદ 108 વાર જાપ કરવો. કહેવાય છે કે આ સરળ મંત્રના જાપથી આપની તમામ નાણાકીય સમસ્યાઓનું સમાધાન આપશે શ્રીકૃષ્ણ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો  : શુભ સંયોગ સાથે જન્માષ્ટમી ! ખુશીઓથી ભરશે ખાલી ઝોળી !

આ પણ વાંચો  : આ જન્માષ્ટમીએ રંગથી રીઝવો ‘રંગ રસીયા’ને ! સઘળા મનોરથ થશે પૂર્ણ !

g clip-path="url(#clip0_868_265)">