AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : સુંદરકાંડનો પાઠ શું એક જ વારમાં પૂર્ણ કરવાનો હોય છે ?

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ સૌથી અચૂક માનવામાં આવે છે. તમે સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તો તમારી સઘળી સમસ્યાઓ દૂર થશે. તેમજ તમને જીવનમાં દરેક પ્રકારની સુખ, શાંતિની પ્રાપ્તિ થશે.જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષીઓના મત મુજબ વિષમ પરિસ્થિતિઓમાં સુંદરકાંડના પાઠની સલાહ આપવામાં આવે છે.

Bhakti : સુંદરકાંડનો પાઠ શું એક જ વારમાં પૂર્ણ કરવાનો હોય છે ?
હનુમાનજી
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:29 AM
Share

પવનપુત્ર હનુમાનજીનું આમ તો સ્મરણ કરોને હનુમાનજી પ્રસન્ન થઇ જતા હોય છે. જાણે કે બધી જ ચિંતાઓનું શમન તે પોતે જ કરી લે છે. જે લોકો નિત્ય તેમના નામનું સ્મરણ કરે છે તેમને આધિ, વ્યાધિ, ઉપાધિથી છુટકારો મળે છે. એટલું જ નહીં પણ જો તમે સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તો તમારી સઘળી સમસ્યાઓ દૂર થશે. તેમજ તમને જીવનમાં દરેક પ્રકારની સુખ, શાંતિની પ્રાપ્તિ થશે.

1) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ સૌથી અચૂક માનવામાં આવે છે. આ તુલસીદાસકૃત રામચરિત માનસનો પાંચમો કાંડ છે. તો ચાલો જાણીએ સુંદરકાંડના પાઠ વિશેની માહિતી કે સુંદરકાંડનો પાઠ એક જ વારમાં પૂર્ણ કરવો જોઇએ કે અડધો અડધો પાઠ કરીએ તો ચાલે ? 2) સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનજીની વિજયનો કાંડ છે. સુંદરકાંડનો પાઠ બધી મનોકામનાઓ પૂર્ણ કરવાવાળો માનવામાં આવે છે. કોઇપણ પ્રકારની પરેશાની કે સંકટ હોય સુંદરકાંડના પાઠથી આ સંકટ તરત જ દૂર થઇ જાય છે. 3) હનુમાનજીના સુંદરકાંડનો પાઠ સપ્તાહમાં એકવાર જરૂર કરવો જોઇએ. જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષીઓના મત મુજબ વિષમ પરિસ્થિતિઓમાં સુંદરકાંડના પાઠની સલાહ આપવામાં આવે છે.સપ્તાહમાં એકવાર પાઠ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ વધે છે. 40 સપ્તાહ સુધી સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં ખૂબ જ સુંદર હકારાત્મક બદલાવ જોવા મળે છે. 4) જાણકારોના મત મુજબ તો સુંદરકાંડનો પાઠ એક જ વારમાં કરવો જોઇએ પરંતુ જો તમે એવું નથી કરી શકતા તો એક જ દિવસમાં આ પાઠ ટુકડે ટુકડે પૂર્ણ કરવો જોઇએ. આ પાઠમાં કોઇપણ પ્રકારનો અંતરાલ ન થવો જોઇએ 5) સુંદરકાંડના નિયમિત પાઠ કરવાથી દેવા અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. હનુમાનજીની ભક્તિ કરનાર અને નિયમિત સુંદરકાંડનો પાઠ કરનાર વ્યક્તિને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મળે છે અને પ્રગતિ થતી રહે છે. 6) સુંદરકાંડના પાઠની શરૂઆત મંગળવાર કે શનિવારના દિવસથી કરવો જોઇએ. તેમાં સ્વસ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. હનુમાનજીની સાથે સાથે સીતા-રામની મૂર્તિઓની પૂજા પણ કરવી જોઇએ તેના પછી જ સુંદરકાંડના પાઠની શરૂઆત કરવી જોઇએ. હનુમાનજીની પૂજા ફળ, પુષ્પ, મિઠાઇ અને સિંદૂરથી કરવી જોઇએ. સુંદરકાંડનો પાઠ શરૂ કરતાં પહેલા ગણેશ વંદના અવશ્ય કરવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઇ દ્વારા સમગ્ર માનવજાતને બોધ આપતા કહે છે

આ પણ વાંચો : રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા શ્રી રામે કર્યો હતો આ સ્ત્રોતનો પાઠ, તમે પણ જાણો તેનો અદ્ભુત મહિમા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">