AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh shanti puja: શું બુધ ગ્રહની નબળી સ્થિતિ સર્જી રહી છે સમસ્યા ? આજે જ અજમાવો બુધની શાંતિ માટેના આ સરળ ઉપાય

જો આપની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ નબળી હશે તો તેના કારણે તમને ત્વચાના વિવિધ રોગ કે વિકાર થઈ શકે છે તેમજ અભ્યાસમાં પણ એકાગ્રતાનો અભાવ રહે છે. જો તમે બુધના અશુભ પ્રભાવથી પીડાતા હોવ તો તમારે સમયસર આ ગ્રહની શાંતિ માટેના ઉપાયો કરવા જોઈએ.

Budh shanti puja: શું બુધ ગ્રહની નબળી સ્થિતિ સર્જી રહી છે સમસ્યા ? આજે જ અજમાવો બુધની શાંતિ માટેના આ સરળ ઉપાય
Budh shanti puja (Symbolic Picture)
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:37 AM
Share

બુધ (Mercury) ગ્રહને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. તે વ્યક્તિની ત્વચા સાથે પણ સંબંધ ધરાવે છે. આમ તો બુધ ગ્રહ એક શુભ ગ્રહ (Auspicious planet) ગણાય છે. પરંતુ, જો તેની પર કોઇ ખરાબ દૃષ્ટિ પડે તો તેના અશુભ (Inauspicious) પરિણામો ભોગવવા પડે છે ! આ સંજોગોમાં બુધ ગ્રહની શાંતિ માટે ઉપાયો કરવામાં આવે તે હિતાવહ છે.

બુધ ગ્રહ નબળો હોવાથી નુકસાન ⦁ જો આપની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ નબળી હશે તો તેના કારણે તમને ત્વચાના વિવિધ રોગ કે વિકાર થઈ શકે છે ! ⦁ ભણવામાં એકાગ્રતાનો અભાવ રહે. ⦁ ગણિત જેવા વિષયોમાં ખૂબ જ નબળાઈ રહે. ⦁ લેખનના કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

પ્રભાવી બુધથી શુભ ફળ જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહનો શુભ પ્રભાવ હોય છે, તેમના જીવનમાં બુદ્ધિ, વ્યવસાય, સંદેશાવ્યવહાર અને શિક્ષણમાં પ્રગતિ થાય છે.

જો તમે બુધના અશુભ પ્રભાવથી પીડાતા હોવ તો તમારે સમયસર આ ગ્રહની શાંતિ માટેના ઉપાયો કરવા જોઈએ. જેથી જીવનમાં પ્રગતિની પ્રાપ્તિ થઈ શકે. બુધ ગ્રહની શાંતિ માટે શાસ્ત્રમાં ઘણા બધાં ઉપાયો દર્શાવાયા છે. જેમાં બુધ યંત્રની સ્થાપના, બુધવારનું વ્રત તેમજ બુધવારની વિશેષ વિષ્ણુ પૂજાનો સમાવેશ થાય છે. તો, આ સાથે જ બુધવારના રોજ કેટલાંક સરળ ઉપાય અજમાવીને બુધ ગ્રહને શાંત કરી શકાય છે. તેમજ તેનાથી મળતા શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય છે.

સરળ વિધિથી બુધ ગ્રહની શાંતિ ! ⦁ બુધ ગ્રહની શાંતિ માટે વ્યક્તિએ બુધવારના રોજ લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ⦁ બુધવારના રોજ કુંવારી કન્યાઓને દાન, દક્ષિણા અર્પણ કરો. ⦁ આ દિવસે કન્યાઓ તેમજ મહિલાઓને કોઇપણ પ્રકારની ભેટ આપો. ⦁ તમે તમારા વ્યવસાય અને નોકરી ધંધામાં પ્રામાણિક બનો તે સૌથી વધુ જરૂરી છે. ⦁ બુધ ગ્રહની શાંતિ માટે વ્યક્તિએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઇએ. ⦁ બુધ ગ્રહની શાંતિ માટે ભગવાન બુધની ઉપાસના અચૂક કરો. ⦁ શ્રી વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો જાપ વિશેષ ફળદાયી બને. ⦁ ધંધા રોજગારમાં લાભ મેળવવા અને ઘરની મુશ્કેલીઓથી બચવા માટે બુધવારના દિવસનું વ્રત કરવું જોઇએ. ⦁ બુધ ગ્રહની શાંતિ માટે બુધ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓ બુધવારના દિવસે સવારે કે સાંજે દાન કરવી જોઇએ. ⦁ બુધ ગ્રહની શાંતિ માટે જાતકે લીલું ઘાસ, આખા મગ, પાલકની ભાજી, કાંસાના વાસણો, લીલા રંગના વસ્ત્રનું દાન કરવું જોઇએ. ⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહની શાંતિ માટે પન્ના રત્ન ધારણ કરવો જોઈએ. પન્ના રત્ન ધારણ કરવા માત્રથી જાતકને તેના શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે. ⦁ જેમને બુધ ગ્રહની મહાદશા ચાલી રહી હોય તેવી વ્યક્તિએ અભિમંત્રિત કરેલ બુધ યંત્રને ધારણ કરવું જોઇએ. ⦁ બુધ ગ્રહની શુભતા મેળવવા માટે જાતકે 4 મુખી રુદ્રાક્ષ કે 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું લાભદાયક બની રહેશે.

ફળદાયી મંત્ર 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરતી વખતે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો. તે શુભદાયી બની રહેશે. ૐ હ્રીં નમઃ । ૐ શ્રીં હ્રીં ક્લીં ગ્રીં ।।

બુધ ગ્રહની શાંતિ માટે બુધ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો જોઇએ. આમ તો આ મંત્રનો 9,000 વખત જાપ થાય ત્યારે તે સિદ્ધ ફળ પ્રદાન કરતો હોવાની માન્યતા છે. આ મંત્ર નીચે મુજબ છે. “ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ”

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : કુંડળીમાં શુક્ર બળવાન ન હોય તો ધનનો હોઈ શકે છે અભાવ! કરો આ લાભકારી ઉપાય

આ પણ વાંચો : જાણો વર્ષ 2022માં ક્યારે ક્યારે છે એકાદશી, આ રહ્યું સમગ્ર લિસ્ટ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">