AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru paksha 2022: શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ પિતૃ ઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ

પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આજે 10 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ ૨૫ સપ્ટેમ્બર રવિવારે થશે, શ્રદ્ધાથી કરાય છે માટે જ આ પર્વનું નામ શ્રાદ્ધ છે.

Pitru paksha 2022: શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ પિતૃ ઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ
Pitrupaksha
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 12:57 PM
Share

શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ,ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષ નો પ્રારંભ આજે 10 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ 25 સપ્ટેમ્બર રવિવારે થશે, શ્રદ્ધાથી કરાય છે માટે જ આ પર્વનું નામ શ્રાદ્ધ છે. આજે આપણને જે કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓને કારણે જ પ્રાપ્ત થયું છે માટે જ જે રીતે પરમાત્મા કે દેવી દેવતાનું મહત્વ છે તેજ પ્રકારે સદગત થયેલા આત્માનું પણ પિતૃદેવ તરીકે વિશેષ મહત્વ છે.

ક્યારે કરવું શ્રાદ્ધ

પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમથી શરૂ કરી અમાસ સુધીની 16 તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યા હોય તેનું શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદ ના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિત્રુ અમાસે કરવામાં આવે છે

પિતૃપક્ષ 16 દિવસ સુધી ચાલવાના છે ત્યારે કયા દિવસે કઈ તિથિ છે તે પણ જાણી લો

ધર્મ શાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર ધર્મરાજ યમ દેવના આદેશથી પિતૃ લોક થી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પોતપોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષયા પ્રત્યક્ષ આ દિવસે તૃપ્ત થવાના આશય થી શ્રાદ્ધ ભોજ ગ્રહણ કરવા પોતાના કુટુંબીજનો પાસે આવે છે,જે તેમની આશા પુરી થતા તે સંતુષ્ટ થઈ તૃપ્તિ અનુભવી ખૂબ જ આશીર્વાદ આપે છે, માટે જ તે પિતૃ દેવોના આત્માની શ્રેષ્ઠ સદગતિ તેના ક્રમ પ્રમાણે થાય છે માટે આ હેતુ થી શ્રાદ્ધ પર્વ મા શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે માટેજ ધર્મ શાસ્ત્રોમાં શ્રાદ્ધ ને પરમ પુણ્ય કર્મ ગણેલ છે

શાસ્ત્રો અનુસાર ભીષ્મપિતામહે તેમના પિતા શાંતનું રાજાનું શ્રાદ્ધ હરિદ્વારમાં કરેલું ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કરેલું હતું, તેમજ અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ રાજાઓ ઋષિઓ, શ્રેષ્ઠ બ્રાહ્મણોએ માનવ જાતીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી તેમના આશિર્વાદ મેળવવાની સુચનાઓ આપી છે.

શ્રાદ્ધ અંગે વધુ જણાવતાં જયોતિષી ચેતનભાઈ પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવિત મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિ એ કરેલ શ્રાદ્ધ અને પિતૃતર્પણ થી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે જેના ફળસ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે તેના ફળ સ્વરૂપે સંતતિ સંપત્તિ તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોગ અને દોષો શાંત થાય ઉત્તમ આરોગ્ય મળે છે, દરેક જગ્યાએ સફળતા મળે છે યસ નામ પ્રતિષ્ઠા વધે છે દેવી દેવતાઓ પણ આશિર્વાદ આપે છે માટેજ શાસ્ત્રમાં આ શ્રાદ્ધ કર્મ ને સૌથી શ્રેષ્ઠ પુણ્ય કર્મ ગણ્યું છે .

શ્રાદ્ધમાં આ 16 કર્મ કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ રાજી થાય છે

  1.  શ્રાદ્ધ માં સદગત પિતૃઓની તિથિ એ પુજા કરી શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું
  2. સમગ્ર કુટુંબ શક્ય હોય તેમ સાથે હળી મળીને સાચી શ્રદ્ધા ભક્તિ થી રસોડું સ્વચ્છ કરી શ્રાદ્ધ કરવું
  3. પિતૃઓને પ્રાર્થના કરી પાળીયારે પિતૃ દેવો માટે દીવો કરી શ્રદ્ધાથી આનંદ સાથે પિતૃ તૃપ્ત થાય તેવી ભાવના સાથે સાત્વિક રસોઈ બનાવવી
  4. શ્રાદ્ધ ના ભોજનમાં ગાયના દૂધ માંથી દૂધપાક કે ખીર અવશ્ય બનાવવી અને શ્રદ્ધાથી પિતૃઓને અર્પણ કરવી
  5. શ્રાદ્ધના ભોજન માં દૂધપાક કે ખીર ,પૂરી શાક ફરસાણ દાળ ભાત પાપડ સલાડ જેવી ઘરમાં બનતી વાનગીઓ જ બનાવવી
  6. સૌપ્રથમ બપોર ૩ વાગ્યા પહેલાં કાગડા ને ગાયને કૂતરા ને પુરી અને દૂધપાક નું ભોજન અર્પણ કરવું
  7. ગરીબો અને બ્રાહ્મણોને ભરપેટ ભોજન અથવા તે નિમિત્તે આનંદ થી દક્ષિણા અર્પણ કરવી
  8. શ્રાદ્ધ નું ભોજન બની શકે તો સવારે જ રાખવું અન્યથા સવારે જ મધ્યાહન પહેલા પિતૃઓને થાળ અવશ્ય ધરાવી દેવ
  9. શ્રાદ્ધના દિવસે પાણિયારું સ્વચ્છ અને જળ ભરેલું રાખવું પાણિયારે દીવો કરી ને રસોઈ કરવી
  10. દરેક કુટુંબી જેનો એ ભોજન કરતા પહેલા પૂર્વજો તૃપ્ત થાવ પિતૃઓ તૃપ્ત થાવ તેવી પ્રાર્થના કરી ભોજન કરવું
  11. પિતૃઓને કાગવાસ નાખી જલાંજલી આપવું શ્રેષ્ઠ કહેવાય છે.
  12. ઘરમાં દક્ષિણ દિશામાં પિતૃઓનો ફોટો રાખી સ્વચ્છ કરી તિલક કરી ફૂલહાર અર્પણ કરવા અને થાળ ધરાવી તૃપ્ત થાવ તેવી પ્રાર્થના કરી ભોજન કરવું
  13. શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ સાધુ સંત અનાથ અપંગ ગરીબ કે બ્રાહ્મણ ને યથાશક્તિ તૃપ્ત કરવા
  14. શ્રાદ્ધ પર્વ ના ૧૬ દિવસ માં પિતૃ તૃપ્ત થાય તેવી કામનાથી શક્ય હોય તેટલી વખત પૂર્વજ પિતૃઓને ગાયના દૂધમાંથી બનેલી ખીર અને પુરીનું ભોજન ધરાવવું અને કાગડા કુતરા ગાય ગરીબ અને બ્રાહ્મણને અર્પણ કરવું
  15. પિતૃઓની ઈચ્છા જાણી તેને પૂર્ણ કરવા જીવનમાં પ્રયાસ કરીશું તેવી પ્રાર્થના કરવી
  16. પિતૃદેવોની શ્રેષ્ઠ ગતિ થતી રહે તેવી પ્રાથના સાથે સર્વપિતૃ અમાવાસ્યા એ તમામ પિતૃને યાદ કરી શ્રાદ્ધ કરવું અથવા તે નિમિત્તે દાન પુણ્ય કરવું તથા પિતૃ ક્રુપાથી આપણ ને જે કંઈ પણ મળ્યું છે તે માટે તેમનો આત્મા થી આભાર માનવો

શ્રાદ્ધમાં આ 16 ભૂલો કરીયે તો પિતૃઓ નારાજ થઈ શકે

  1. શ્રાદ્ધ ના ભોજનમાં ડુંગળી-લસણ કોળું કોબીસ , માસ મચ્છી નો ઉપયોગ ના કરવો
  2. નશીલા દ્રવ્યો અને મદિરા નો પણ ત્યાગ કરવો જોઈએ જેનાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને શાંત થઈ આશીર્વાદ આપે છે
  3. પિતૃપક્ષ દરમિયાન કોઈપણ પ્રકારનું નો ઉત્સવ ના મનાવવું જોઈએ અને તેમાં ભાગ પણ ના લેવો જોઈએ કેમ કે આ 16 શ્રાદ્ધ પિતૃઓને તૃપ્ત કરવા માટે જ છે
  4. શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ પ્રસંગ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ
  5. પિતૃ શ્રાદ્ધના ભોજનનો અનાદર ના કરવો જોઈએ
  6. શ્રાદ્ધ પર્વ દરમિયાન ઘરમાં લડાઈ ઝઘડા કંકાસ ન કરવા જોઈએ
  7. શ્રાદ્ધ પર્વ દરમિયાન પિતૃઓ માટે ભૂલથી પણ કોઈ પણ અપ શબ્દ ના બોલવો જોઇયે કે તેમની નિંદા જરા પણ ન કરવી જોઇયે
  8. શ્રાદ્ધપર્વ માં કોઈપણ વ્રત ઉપવાસ ન કરવો જોઈએ અને પ્રેમ થી શ્રાદ્ધ નું ભોજન જમવું જોઈએ
  9. શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણ, ગાય કૂતરું, કાગડો, ગરીબ અને ભાઈ ભાડુંને નુકશાન થાય તેવા કર્યો ના કરાવા જોઈએ
  10. શ્રાદ્ધ માં કચવાતા મને કે કંકાસ પૂર્ણ મને મજબૂરી વસ ક્યારેય પિતૃ ભોજન ન બનાવવું
  11. કોઈપણ બજારુ ખાધ્ય ચીજ પિતૃઓને ભાવતી હતી તેવું માની અને તેમના થાળમાં ન મૂકવી
  12. પિતૃ ભોજનમાં કે શ્રાદ્ધ ભોજન ક્યારે પણ પીઝા પાસ્તા સેન્ડવીચ કે બહારના નાસ્તા પાણીપુરી ભેલપૂરી ભાજીપાવ ચાઈનીઝ પંજાબી કોલ્ડ ડ્રિંક્સ આવું કે અન્ય કશું પણ આ નિમિત્તે રખાય નહીં અને આવું ભોજન કરીએ તો શ્રાદ્ધ કર્યું કહેવાય પણ નહીં આ દ્રારા પિતૃઓનો અનાદર થાય છે
  13. શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ ગરીબ સાધુ સંત કે બ્રાહ્મણ નો તિરસ્કાર કરવો નહીં
  14. આપના પૂર્વજો કે પિતૃઓનું મન દુઃખી થાય તેવા કોઈપણ કાર્યો ન કરવા
  15. કોઈ ખોટા દંભ કે અહમ માં કોઈ શ્રાદ્ધ કર્મ કરતું હોય તેને અંધશ્રદ્ધાળુ કહી નિંદા ન કરવી
  16. કોઈ ક્લેશ કરી શ્રાદ્ધ કરાતુ બંધ કરવું કે કરાવવું

જેના પિતૃઓ નારાજ હોય તેના જીવનમાં આવું ફળ મળે છે

શ્રાદ્ધ પર્વમાં જે પોતાના પિતૃઓને ઠારતા નથી જે પિતૃ દેવો ને તૃપ્ત કરતા નથી જે તેમનું શ્રાદ્ધ આનંદથી કરતા નથી કે તેમનું અપમાન કે અનાદર કરે છે તેમના પિતૃ નિરાશ થઈ અને પિતૃ લોક પાછા જાય છે જેનાથી પિતૃ દેવો સાથે ઇષ્ટદેવ દેવી દેવતાઓ પણ નારાજ થાય છે, જેના લક્ષણો માનવીના જીવન માં ઘણીવાર અનેક પ્રકારની આપત્તિઓ આવે છે

જેવી કે સંતતિ કે સંતાનના પ્રશ્નો સંપત્તિ કે જમીન મકાન મિલકતના પ્રશ્નો રોગ કે અકસ્માત નુકસાની લડાઈ ઝઘડા કોર્ટ કચેરી વેરઝેર જેલ બદનામી બુદ્ધિ બેર મારી જાય અને સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થાય છે એક પૂરી થાય અને બીજી આપત્તિ જેવી અંત હીન તકલીફોનો જીવનમાં સામનો કરવો પડે છે

માટે જ પોતાના પિતૃઓ પૂર્વજો તૃપ્ત રહે તૃપ્ત થાય તેવી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ જેમાં મનુષ્યનું કલ્યાણ છે

શ્રાદ્ધ પક્ષ આ કર્યો નું પણ વિશેષ મહત્વ છે પિતૃ સંતુષ્ટ થાય છે

શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્વ છે. સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન)ની સાથે પીપળાનુ પૂજન અને જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કહેવાય છે કે પિતૃપક્ષમાં તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે

શ્રદ્ધા થી કરો પિતૃઓનું શ્રાદ્ધ પિતૃ ઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ

શ્રાદ્ધપર્વ ને ગરુડ પુરાણ માં પિતૃઋણ માંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ ,ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણ માંથી મુક્ત થવાનો આ પર્વ છે જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે

આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષ નો પ્રારંભ આજે ૧૦ સપ્ટેમ્બર શનિવાર થી શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ ૨૫ સપ્ટેમ્બર રવિવારે થશે શ્રદ્ધાથી કરાય છે માટે જ આ પર્વનું નામ શ્રાદ્ધ છે આજે આપણ ને જે કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓને કારણે જ પ્રાપ્ત થયું છે માટે જ જે રીતે પરમાત્મા કે દેવી દેવતા નું મહત્વ છે તેજ પ્રકારે સદગત થયેલા આત્માનું પણ પિતૃદેવ તરીકે વિશેષ મહત્વ છે

ક્યારે કરવું શ્રાદ્ધ

પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષ માં પૂનમ થી શરૂ કરી અમાસ સુધી ની 16 તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યાની જે તિથી હોય તે જ તિથિ એ શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદ ના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિત્રુ અમાસે કરવામાં આવે છે.

જાણો શ્રાદ્ધ કોણ કોણ કરી શકે

શાસ્ત્ર અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ દીકરો, દીકરી, પતિ -પત્નિ ,ભાઈ ,બહેન, સગા, સ્નેહી, સબંધી દોસ્ત પાડોશી પરિચિત ગામજન કોઈ પણ દિવ્ય આત્માનું નામ લઈને કરી શકે છે ખરેખર તો આ સિવાય આપણાં પિતાના પરિવાર ઉપરાંત જો માતાના પરિવારના સદગત આત્મા માટે તેમનું પણ આપને શ્રાદ્ધ કરી શકીએ છીએ અને તે પણ ખૂશ થઈ સહજ સ્વીકારી તૃપ્ત થાય છે બીજું ખાસ આપણે આપણા પૂર્વજો જેમની કૃપાથી શ્રાદ્ધ પક્ષમાં આવવા મળેછે તેવા પૂર્વજોના દેવ અર્યમાં અને પિતૃ લોક સ્વામી યમ દેવ માટે પણ તર્પણ પૂજન કરવું જોઈએ, જેથી તેમની કૃપા આપણી અને આપણા પિતૃઓ પર બની રહે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">