Shiv Poojan: જો આવી રીતે કરશો મહાદેવની પૂજા તો પૂર્ણ થશે આપની દરેક મનોકામના !

મહાદેવ તો ભોળાનાથ કહેવાય છે. જે માત્ર ભક્તોના ભાવથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જો કેટલાક ખાસ ઉપાય સાએથ મહાદેવની પૂજા કરવામાં આવે તો તો જાણે શિવભક્તોનો બેડો પાર થઈ ગયો સમજો !

Shiv Poojan: જો આવી રીતે કરશો મહાદેવની પૂજા તો પૂર્ણ થશે આપની દરેક મનોકામના !
Mahadev worship (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 28, 2022 | 6:50 AM

ભગવાન શિવજીની પૂજા કરવી એકદમ સરળ માનવામાં આવે છે. કેમ કે ભગવાન શિવ તો છે ભોળાનાથ. તે જલ્દી જ પોતાના ભક્તો પર પ્રસન્ન થઇ તેમને મનોકામના પૂર્તિના આશીર્વાદ પ્રદાન કરે છે. મહાદેવ તો માત્ર એક લોટાજળથી પણ પ્રસન્ન થઇ જાય છે.જો કે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઇપણ દિવસે તેમની પૂજા કરી શકાય છે, પરંતુ પ્રદોષ વ્રત અને સોમવારનો દિવસ શિવપૂજા માટે ખાસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શિવજીની આરાધના કરવાથી ભોળાશંકરની વિશેષ કૃપા મેળવી શકાય છે. તો ચાલો જાણીએ શિવપૂજા સાથે જોડાયેલા સરળ અને પ્રભાવી ઉપાયો. જે કરવાથી આપની જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે.

ભગવાન શિવની પૂજાના સરળ અને પ્રભાવશાળી ઉપાય

1) ગાયનું દૂધ દૂર કરશે તમામ દુ:ખ માન્યતા છે કે શિવપૂજામાં ગાયના દૂધનું વિશેષ મહત્વ છે જો કોઇ ભક્ત કોઇપણ પ્રકારની બિમારી કે રોગથી પીડિત હોય તો તેણે આ રોગ-બિમારીમાંથી મુક્તિ માટે ભગવાન શિવને ગાયનું કાચું દૂધ અર્પણ કરવું. પરંતુ શિવપૂજા વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ભગવાન શિવને જળ કે દૂધ અર્પણ કરો ત્યારે કળશ તાંબાનો ન હોવો જોઇએ. કહેવાય છે કે શિવની પૂજા કરવા માટે આ ઉપાય જો કરશો તો તમને શિવજી તરફથી સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રદાન થશે. 2) મનોકામના પૂર્ણ કરશે ગંગાજળ ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવે મોક્ષદાયિની ગંગાને પોતાની જટાઓમાં આશ્રય આપ્યો હતો. માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાન શિવને માત્ર ગંગાજળ અર્પણ કરવાથી જીવન સાથે જોડાયેલ તમામ દોષ દૂર થશે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. 3) શત્રુ પર વિજય અપાવશે મહાદેવનો મંત્ર હંમેશા જાણીતા અને અજાણ્યા શત્રુઓથી સંકટ રહેતું હોય તો આ ભયને દૂર કરવા માટે શિવજીની સાધના વિશેષ રૂપે કરવી જોઇએ. શત્રુઓ પર વિજય મેળવવા અને તેમનાથી જોડાયેલ ભયને દૂર કરવા માટે શિવપૂજામાં મહામૃત્યુંજય મંત્રની રુદ્રાક્ષની માળાથી જાપ કરવા જોઇએ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ આ મંત્ર સાથે મહાદેવને અર્પણ કરો ખાસ પુષ્પ, ચોક્કસથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા !

આ પણ વાંચોઃ શિવપૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ નિયમોનો ભંગ, જાણો શિવપૂજા સંબંધિત ખાસ વાત

g clip-path="url(#clip0_868_265)">