AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh chaturthi 2022 : જો આ ગણેશ ચતુર્થીએ કરશો એક સરળ ઉપાય, આપના દરેક કાર્યને સફળ કરશે સિદ્ધિ વિનાયક

ગણેશ ચતુર્થી એટલે તો ગજાનનની ( Gajanana)કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. માત્ર એક માળા કરવાથી મળી શકે આપની સમસ્યાનું સમાધાન. ગણેશ ચતુર્થીએ માત્ર એક સરળ ઉપાયથી લંબોદર કરાવશે વિશેષ લાભની પ્રાપ્તિ !

Ganesh chaturthi 2022 : જો આ ગણેશ ચતુર્થીએ કરશો એક સરળ ઉપાય, આપના દરેક કાર્યને સફળ કરશે સિદ્ધિ વિનાયક
GANESHJI
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 29, 2022 | 4:08 PM
Share

ગણપતિ બાપા (Ganpati bappa) મોરિયા. આવી રહ્યો ગજાનની (Gajanana) આરાધનાનો અવસર. ભાદરવાની સુદ પક્ષની ચતુર્થીથી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશચતુર્થી (ganesh chaturthi) 31 ઓગસ્ટ, બુધવારે છે. ગણેશ ચતુર્થી એટલે ભગવાન શ્રીગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. આ દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અને ભક્તો 10 દિવસ સુધી બાપાની ભક્તિ ભાવથી આસ્થા સાથે આરાધના અને વિશેષ પૂજન કરતાં હોય છે. અનંત ચતુર્દશીના દિવસે ,ગણેશ ચતુર્થીએ સ્થાપન કરેલ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

આ ગણેશ ચતુર્થીથી લઈ સંપૂર્ણ ગણેશ મહોત્સવ દરમિયાન આપ બપ્પાને પ્રસન્ન કરવા નીચે જણાવેલા ઉપાયો કરી શકો છો. કહે છે કે આ ઉપાયો કરવાથી ગજાનન વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

વિઘ્નહર્તા દૂર કરશે વાણીની સમસ્યા

જો આપને બોલવામાં તકલીફ પડતી હોય કે આપને વાણી સંબંધિત કોઇ સમસ્યા સતાવતી હોય જેમ કે તોતડું બોલવું, હકલાઇને બોલવું, અટકી અટકીને બોલવું તો આ મહોત્સવ દરમ્યાન ગણેશજીને કેળાની માળા બનાવીને અર્પણ કરવી.

આપના દરેક કામ પાર પાડશે ગજાનન

જો કોઇ કાર્ય આપનું ઘણા સમયથી અટકેલું હોય, કે ગમે તેટલા ઉપાયો કરવાથી પણ કાર્યમાં સિદ્ધિ ન મળતી હોય તો ગણેશજીને 4 નારિયેળની માળા અર્પણ કરો.તેમની સમક્ષ આપની સમસ્યાનું વર્ણન કરોય તરત જ આપને સમસ્યામાથી મુક્તિ મળશે.

સફળતા આપશે સિદ્ધિવિનાયક

સુતરના દોરામાં 7 ગાંઠ મારવી. આ ગાંઠ મારતી વખતે જય ગણેષ કાટો કલેશ એવું બોલીને ગાંઠ મારવી. અને આ માળા કે દોરાને ગણેશજીને અર્પણ કરી દેવી. પછી આ માળાને કે દોરાને તમારા પર્સમાં રાખવી. આ ઉપાય કરવાથી આપને ઇન્ટરવ્યૂ અને પરિક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે.

લંબોદર કરાવશે લાભની પ્રાપ્તિ

ગણેશ ચતુર્થીના દિવસે શુદ્ધ જળથી ગણેશજીનો અભિષેક કરવો. ત્યારબાદ ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરીને માવાના લાડુનો ભોગ ગણેશજીને અર્પણ કરવો અને આ સાથે જ મનમાં પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવી. આ ઉપાયથી આપને તરત જ લાભની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
g clip-path="url(#clip0_868_265)">