AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ

ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં વાદળી અને કાળા કપડા ન પહેરવા જોઈએ. લાલ અને પીળા વસ્ત્ર પહેરવા શુભ મનાય છે.

Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ
શુભ મુહૂર્તમાં શુદ્ધ ભાવ સાથે કરો વક્રતુંડના વધામણા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 11:57 AM
Share

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ભગવાન ગણેશનો મહાન તહેવાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. તમામ દેવતાઓના પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા અને પ્રસન્નતાનો આ તહેવાર આ વર્ષે શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ ઉજવવામાં આવી રહ્યો છે.

આ દિવસે ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવશે અને તેમને 19 સપ્ટેમ્બરે, અનંત ચતુર્દશી પર વિદાય આપવામાં આવશે. 10 દિવસના ગણેશોત્સવને લગતી ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો, આજે ગણેશ ચુતર્થીમાં મૂર્તિ સ્થાપનના શુભ મુહૂર્ત જાણીએ અને સાથે જ એ પણ જાણીએ કે ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ મનાય છે.

ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2021 સવારે 6:23 થી 11:02 સુધી (ચલ, લાભ, અમૃત) સવારે 11:21 થી બપોરે 01:50 સુધી

ગણેશ ચતુર્થી પૂજા વિધી ⦁ ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન કરો, વહેલી સવારે ધ્યાન કરો અને ગણપતિ માટે ઉપવાસ કરવાનું વ્રત લો. ⦁ આ પછી બપોરે, ગણપતિની મૂર્તિ અથવા તેમના ચિત્રને લાલ કપડા પર મૂકો. ⦁ ગંગાજળનો છંટકાવ કર્યા પછી ભગવાન ગણેશનું આહવાન કરો. ⦁ ભગવાન ગણેશને ફૂલ, સિંદૂર, જનોઈ અને દુર્વા (ઘાસ) અર્પણ કરો. ⦁ આ પછી ગણપતિને મોદક લાડુ અર્પણ કરો, મંત્રોચ્ચાર સાથે તેની પૂજા કરો. ⦁ ગણેશજીની કથા વાંચો અથવા સાંભળો, ગણેશ ચાલીસાનો પાઠ કરો અને અંતે આરતી કરો.

શું રાખશો ધ્યાન ? ⦁ ભગવાન ગણેશની કૃપાથી રિદ્ધિ-સિદ્ધિ અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં વાદળી અને કાળા કપડા ન પહેરવા જોઈએ. આવી સ્થિતિમાં લાલ અને પીળા વસ્ત્ર પહેરવા શુભ મનાય છે. ⦁ ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોવી જોઈએ. તે સંપત્તિ અને ગૌરવ લાવે છે. ⦁ ભગવાન ગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીએ ભગવાન ગણેશને લંબોદર અને ગજમુખ કહીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે ભગવાન ગણેશે તેમને શ્રાપ આપ્યો હતો. ⦁ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે શેરડી અને બુંદીના લાડુ અર્પણ કરો. ⦁ આ સિવાય ગણેશ સ્થાપનની પૂજામાં નવી મૂર્તિનો જ ઉપયોગ કરો અને જૂની મૂર્તિનું વિસર્જન કરો. ⦁ ભગવાન ગણેશની બે મૂર્તિઓ પણ ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. ⦁ જો ભગવાન ગણેશની મૂર્તિની નજીક અંધારું હોય તો તેને ન જોવી જોઈએ. અંધારામાં ભગવાનની મૂર્તિ જોવી અશુભ મનાય છે.

ગણેશ વિસર્જનનું મુહૂર્ત રવિવાર, 19 સપ્ટેમ્બર, 2021 સવારે 07:58 થી બપોરે 12:32 સુધી (ચલ, લાભ, અમૃત) બપોરે 02:04 થી 03:35 સુધી (શુભ) સાંજે 06:38 થી રાત્રે 11:04 સુધી (શુભ, અમૃત, ચલ) મધ્યરાત્રિએ 02:01 થી 03:30 સુધી (લાભ)

આ પણ વાંચો : લંબોદરને પસંદ છે પાંદડાની લીલાશ ! જે પૂર્ણ કરશે તમારી સઘળી આશ !

આ પણ વાંચો : તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">