સંવત 2079 માં કેટલા ગ્રહણ ? જાણો કયા ગ્રહણની શું થશે અસર ?
ગ્રહણ (eclipse) એ એક ખગોળીય ઘટના છે. જ્યોતિષની દૃષ્ટિએ તે અશુભ યોગ છે તો તંત્રની દૃષ્ટિએ સિદ્ધ યોગ છે. માન્યતા અનુસાર તે મંત્ર સિદ્ધિ, તેમજ મંત્રજાપ અને દાનનું અનેકગણું ફળ આપે છે !

વિક્રમ સંવત ૨૦૭૯ નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આમ, તો આ ‘આનંદ’ નામ સંવત્સર છે. જે સુખરૂપ બનવાની આશા છે. અલબત્, આ વર્ષ દરમ્યાન કુલ પાંચ ગ્રહણ સર્જાવાના છે. જેમાંથી કેટલાંક પાળવાના છે. જ્યારે, કેટલાંક નથી પાળવાના. ત્યારે આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
સંવત ૨૦૭૯ : ગ્રહણ
સંવત ૨૦૭૯ ના વર્ષમાં કુલ ૫ ગ્રહણ થનાર છે. જેમાં ફક્ત ૨ ગ્રહણ દેખાશે કે જે ધાર્મિક રીતે પાળવાના છે. જે વર્ષના પ્રારંભ માસમાં અને અંતિમ માસમાં રહશે.
નવેમ્બર 2022માં ચંદ્રગ્રહણ
કારતક સુદ પૂનમ, મંગળવાર, તા. ૮/૧૧/૨૦૨૨ ના રોજ મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ સર્જાશે. જે ભારતમાં દેખાશે.
ગ્રહણકાળ : ક. મિ. સે.
ગ્રહણ સ્પર્શ : ૧૪:૩૯:૧૨
ગ્રહણ મધ્ય : ૧૬:૨૯:૧૧
ગ્રહણ મોક્ષ : ૧૮:૧૯:૦૩
ઓક્ટોબર 2023માં ચંદ્રગ્રહણ
અન્ય ચંદ્રગ્રહણ જે ભારત માં દેખાશે અને ધાર્મિક રીતે પાળવાનું છે તે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ઓક્ટોબર 2023માં થશે. આસો સુદ પૂનમ, શનિવાર, તા. ૨૮/૨૯-૧૦-૨૦૨૨ ના રોજ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં આ ચંદ્રગ્રહણ થશે.
એ ગ્રહણ કે જેને ધાર્મિક દૃષ્ટિએ પાળવાના નથી !
ખગ્રાસ સૂર્યગ્રહણ :
ચૈત્ર વદ અમાસ, ગુરુવાર તા-૨૦/૦૪/૨૦૨૩ ના રોજ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે.
છાયા ચંદ્રગ્રહણ :
વૈશાખ સુદ પૂનમ, શુક્રવાર, તા. ૫/૫/૨૦૨૩ ના રોજ તુલા રાશિ, સ્વાતિ નક્ષત્રમાં. (ભારતમાં છાયા દેખાશે પણ ધાર્મિક રીતે પાળવાનું નથી)
કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ :
ભાદરવા વદ અમાસ, શનિવાર, તા-૧૪/૧૦/૨૦૨૩ ના રોજ કન્યા રાશિ, ચિત્રા નક્ષત્રમાં આ ગ્રહણ થશે.
જે ત્રણ ગ્રહણ દેખાશે નહીં તેમાંથી બે સૂર્ય ગ્રહણ પિતૃપક્ષની અમાસના દિવસે છે (ચૈત્ર અને ભાદરવા વદ અમાસ) જે ધાર્મિક રીતે પાળવાનું નથી. પણ, પિતૃઓના આત્માની શાંતિ અને સદગતિ માટે પ્રાર્થના, પૂજા-પાઠ કે જરૂરિયાતમંદને યથાશક્તિ દાન, મદદ માટે તે શ્રેષ્ઠ કહેવાશે એવું કેટલાક વિદ્વાનો પાસેથી જાણવા મળેલ છે,
ગ્રહણ ખગોળીય ઘટના છે. જ્યોતિષની દૃષ્ટિએ તે અશુભ યોગ છે તો તંત્રની દૃષ્ટિએ સિદ્ધ યોગ છે. માન્યતા અનુસાર તે મંત્ર સિદ્ધિ, તેમજ મંત્રજાપ અને દાનનું અનેકગણું ફળ આપે છે !
(નોંધ- આ લેખમાં લેખકઃ ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય દ્વારા લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)