Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 19 ઓગસ્ટ: મહેમાનોનું થશે આગમન, ઘરમાં રહેસે ખુશીનું વાતાવરણ

|

Aug 19, 2021 | 6:34 AM

Aaj nu Rashifal: ગેસ અથવા પેટને લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે. સંતુલિત આહાર રાખો.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 19 ઓગસ્ટ: મહેમાનોનું થશે આગમન, ઘરમાં રહેસે ખુશીનું વાતાવરણ
Horoscope Today Libra

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: ઘરમાં સંબંધીઓની અવરજવર રહેશે. બધા લોકોનું એક સાથે મળવુ હળવા વાતાવરણનું સર્જન કરશે. પરંતુ કોઈ પણ કામ કરતી વખતે હૃદય કરતાં મનના અવાજને વધુ પ્રાધાન્ય આપો. આ સાથે તમે તમારા કાર્યોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો.

પારિવારિક સમસ્યાઓ શાંતિથી ઉકેલો. ગુસ્સો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આ સમયે મુસાફરીને લગતા કોઈપણ કામને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અત્યારે વ્યવસાયમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે કંઈક નવું આયોજન કરવા માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી. ભાગીદારીનો વ્યવસાય નફાકારક રહેશે. ઓફિસના કામો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો.

લવ ફોકસ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. પરંતુ લગ્નેતર સંબંધોથી દૂર રહો.

સાવચેતી- ગેસ અથવા પેટને લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે. સંતુલિત આહાર રાખો.

લકી રંગ- લાલ
લકી અક્ષર – S
ફ્રેંડલી નંબર – 8

Next Article