Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 17 ઓક્ટોબર: દૈનિક કાર્યમાં સફળતા મળશે, પારિવારિક સંબધો વધુ ગાઢ બનશે

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 17 ઓક્ટોબર: દૈનિક કાર્યમાં સફળતા મળશે, પારિવારિક સંબધો વધુ ગાઢ બનશે
Horoscope Today Aquarius

Aaj nu Rashifal: પરિવાર સાથે કોઈ પણ કાર્ય, લગ્ન વગેરેમાં હાજરી આપવાની તક મળશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Oct 17, 2021 | 6:48 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ : તમારૂ દૈનિક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. તમારી સમજદારી અને વિવેકબુદ્ધિથી લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય તમને સફળતા અપાવશે. તમારી દિનચર્યામાં સારી ટેવો સામેલ કરવાથી તમારી જીવનશૈલીમાં સુધારો થશે.

પૈસાની બાબતોમાં કોઈ પર વિશ્વાસ ન કરો. તમને કેટલાક ખોટા આક્ષેપોનો પણ સામનો કરવો પડી શકે છે, તેથી નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દુર રહો. ઘર, પરિવાર અને સંબંધો માટે વ્યક્તિગત વ્યસ્તતામાંથી થોડો સમય કાઢવો પણ જરૂરી છે.

ઓફિસના કામ માટે તમારે મુસાફરી કરવી પડી શકે છે. આ સમયે તમારા બોસ અથવા સાથીદાર સાથે કોઈ બાબતમાં સામેલ ન થવું, તમારા માટે હિતાવહ છે. સ્પર્ધા જેવા કાર્યોમાં તમને સફળતા મળશે. કેટલાક મહત્વના લોકો સાથે અંગત સંપર્કો થશે જે તમારા માટે ફાયદાકારક નિવડશે.

લવ ફોકસ- પરિવાર સાથે કોઈ પણ કાર્ય, લગ્ન વગેરેમાં હાજરી આપવાની તક મળશે. પરંતુ સંબંધીઓ સાથે વ્યવહાર કરતી વખતે થોડું સાવધાન રહેવુ જરૂરી છે.

સાવચેતી- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓના કારણે સમસ્યા વધી શકે છે. પરંતુ યોગ અને ધ્યાનથી રાહત મળશે.

લકી કલર- લાલ લકી અક્ષર –સ ફ્રેંડલી નંબર – 9

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati