Healing Therapy : પ્રાણિક હિલીંગ થેરાપી શું છે ? આ થેરાપી અને ધ્યાનથી શરીર કેવી રીતે થશે તંદુરસ્ત ?

પ્રાણ એટલે એવી શક્તિ જે દરેક જીવંત શરીરને જીવંતતા આપે છે. શરીરને સ્વસ્થ રાખે છે. પ્રાણિક હિલીંગ એ એક પ્રાચીન વિજ્ઞાન છે જે પ્રાણ શક્તિનો ઉપયોગ કરીને સંપૂર્ણ શરીરને હીલ કરે છે.

Healing Therapy : પ્રાણિક હિલીંગ થેરાપી શું છે ? આ થેરાપી અને ધ્યાનથી શરીર કેવી રીતે થશે તંદુરસ્ત ?
પ્રાણિક હિલીંગ થેરાપી આંતરિક ઊર્જાને કરશે શુદ્ધ !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 1:12 PM

લેખકઃ કાજલ શાહ, ટેરોટ કાર્ડ રીડર અને હિલર

આપણાં શરીર પાસે એ શક્તિ છે જેનાથી એ પોતાને હીલ (heal) કરી શકે છે. એક સ્વસ્થ શરીર ઈન્ફેક્શન સામે પણ લડે છે અને ઘાને પણ રુઝવે છે. મતલબ કે આપણાં શરીર પાસે પોતાની એક નેચરલ હીલીંગ પદ્ધતિ છે. અગાઉ આપણે જે એનર્જી આપણાં બધાની અંદર છે એને રેકી દ્વારા નિયમિત પ્રેક્ટિસથી આપણું સ્વાસ્થ્ય સારુ રાખવામાં ઉપયોગ કરી શકીએ છીએ એ વાત કરી હતી. આજે બીજી એવી જ બે હિલીંગ થેરાપી વિશે વાત કરીશું.

પ્રાણિક હિલીંગ (PRANIC HEALING) પ્રાણિક હિલીંગ એ એક ખૂબ જ એડવાન્સ હિલીંગ પદ્ધતિ છે. પ્રાણિક હિલીંગનું સંશોધન ગ્રાન્ડ માસ્ટર ચાઓ કોક સુઇએ કર્યું છે. એમણે આપેલા માર્ગદર્શન દ્વારા કોઇપણ વ્યક્તિ પ્રાણિક હિલીંગ શીખી શકે છે. પ્રાણિક હિલીંગ એ એક નો ટચ, નો ડ્રગ થેરાપી છે.  જે એનર્જી શરીરને જીવંત રાખે છે એને પ્રાણ કહેવાય છે. પ્રાણને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એને ચી કહો કી કહો કે લાઇફ ફોર્સ એનર્જી. પ્રાણ એટલે એવી શક્તિ જે દરેક જીવંત શરીરને જીવંતતા આપે છે. શરીરને સ્વસ્થ રાખે છે. પ્રાણિક હિલીંગ એ એક પ્રાચીન વિજ્ઞાન છે જે પ્રાણ શક્તિનો ઉપયોગ કરીને સંપૂર્ણ શરીરને હીલ કરે છે.

આપણાં શરીરની આસપાસ એક પ્રાણ શરીર હોય છે જેને નરી આંખે જોઇ શકાતું નથી જેને Aura (ઓરા) કહેવાય છે. દરેક જીવંત વસ્તુ, માનસ, વનસ્પતિ, પ્રાણી બધાને Aura હોય છે. જ્યારે આપણું શરીર બીમાર પડે ત્યારે આપણી Aura ને પણ અસર થાય છે. પ્રાણિક હિલીંગમાં આને Dirty Energy કહેવાય છે. આ રોગીક એનર્જીને ક્લીન કરીને તેને સારી એનર્જીથી બદલવામાં આવે છે. પ્રાણિક હિલીંગ આ મૂળભૂત સિદ્ધાંત પર કામ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મેડિટેશન પ્રાર્થના એટલે ઇશ્વર સાથે વાત કરવી અને મેડિટેશન એટલે સાંભળવું. આપણે સાંભળવાની શરૂઆત આપણી અંદરના અવાજથી જ કરી શકીએ. કારણ કે જે પણ જવાબ આપણે બહાર શોધીએ છીએ એ બધા જ જવાબ આપણી અંદર જ છે. બસ આપણી એને સાંભળવાની તત્પરતા અને તૈયારી એટલે જ ધ્યાન, મેડિટેશન. અંદર ચાલી રહેલા વિચારો, ભાવનાઓ, લાગણીઓ આ બધાને એક નિરીક્ષકની જેમ સાંભળીએ એટલે ધ્યાન. તો એમ કહી શકાય કે ધ્યાન એટલે બાહ્ય દુનિયાની સાથે અંદરની કે અંતરની દુનિયા સાથેનું જોડાણ વર્તમાનમાં રહીને આપણી અંદરના અવાજને સાંભળવો.

મેડિટેશન કરવાના ફાયદા ⦁ સૌથી પહેલો અને મૂળભૂત ફાયદો છે મનની શાંતિ શાંતિમાં આપણી અને આપણાં મગજની કાર્યક્ષમતા, વિચારવાની ક્ષમતા, પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારવાની ક્ષમતા એનો સામનો કરીને એમાંથી રસ્તો શોધવાની ક્ષમતા બધામાં અનેકગણો વધારો કરે છે. ⦁ મેડિટેશન એ ઊંઘ કરતા બે થી પાંચ ગણું વધારે રિલેક્શેશન આપે છે ! ⦁ આપણને વર્તમાનમાં જીવતા શીખવાડે છે. ⦁ ઊંઘ, યાદશક્તિ, એકાગ્રતા વધારે છે. ⦁ શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિરતાની સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ⦁ આપણે આજે જેવા છીએ એના કરતાં કાલે એક વધુ સારા વ્યક્તિત્વ તરફ લઇ જાય છે.

અંતમાં તો આપણને મનની શાંતિ, સંતોષ અને આનંદ તથા અડચણોને પાર કરીને આગળ વધતી ક્ષમતા જોઇએ છે. આવા સંતોષ તરફ જવામાં આવી એલ્ટરનેટિવ પદ્ધતિઓ અને તેની નિયમિત પ્રેક્ટિસ મદદ કરે છે.

આ પણ વાંચો :રોગપ્રતિકારક ક્ષમતાને કેવી રીતે વધારશે રેકી ? જાણો કુદરતી ઉપચાર પદ્ધતિનું મહત્વ

આ પણ વાંચો : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના ! 

g clip-path="url(#clip0_868_265)">