Bhakti : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના

ઓમકારના નાદથી જ સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ છે ! અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી જ મહત્તા છે. નિયમોને ધ્યાનમાં રાખીને જો ૐનો એક મંત્રની જેમ જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પરિપૂર્ણ થાય છે.

Bhakti : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના
ૐના જાપથી પાર પડશે વ્યક્તિના ધાર્યા કામ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 02, 2021 | 12:29 PM

ઓમકાર (omkar) એટલે એ નાદ કે જે સ્વયં ‘બ્રહ્મ’ સ્વરૂપ મનાય છે. ‘ઓમ’ એ એક પવિત્ર શબ્દ કે ધ્વનિ માત્ર જ નથી. પરંતુ, તે અનંત શક્તિનો સંપૂટ છે ! ઓમકાર વિના તો સૃષ્ટિની કલ્પના જ શક્ય નથી. વાસ્તવમાં તો ૐ જ બ્રહ્માંડનું પ્રતિક મનાય છે. કહે છે કે જ્યારે બ્રહ્માંડ સ્વયં શૂન્ય હતું ત્યારે ૐના નાદથી જ તો તેનું વિસ્તરણ થયું. ઓમકારના નાદથી જ સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ છે ! અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી જ મહત્તા છે.

ૐના ઉચ્ચારણ વિના ન તો કોઈ મંત્ર પૂર્ણ થાય છે. ન તો કોઈ પૂજા સંપૂર્ણ બને છે. પણ, ઘણાં ઓછાને એ વાતનો ખ્યાલ હશે કે સ્વયં ઓમકારમાં જ એક મંત્ર સમાન શક્તિ રહેલી છે. કહે છે કે ત્રણ ખાસ નિયમોને ધ્યાનમાં રાખીને જો ૐનો એક મંત્રની જેમ જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પરિપૂર્ણ થાય છે. માન્યતા અનુસાર ઓમકારના નિત્ય ઉચ્ચારણથી સાધકના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે. ઓમકારના જાપમાં રોગોને રોકવાનું સામર્થ્ય છે ! એટલું જ નહીં, તે સાધકને સમસ્ત બ્રહ્માંડની શક્તિઓ પણ પ્રાપ્ત કરાવી શકે છે. અલબત્ કેટલાંક ખાસ નિયમને ધ્યાનમાં રાખીને જ સાધક ૐના જાપથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આવો, આજે જાણીએ ઓમકાર જાપ માટેના ખાસ ત્રણ નિયમ.

પ્રથમ નિયમ ૐના જાપથી સર્વોત્તમ ફળની પ્રાપ્તિ અર્થે એ જરૂરી છે કે તેનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય. આ માટેનો સર્વ પ્રથમ જ નિયમ છે શાંત સ્થાન ! ૐના જાપ માટે અત્યંત શાંત સ્થાનની પસંદગી કરવી. કારણ કે ૐના જાપથી જે ‘ધ્વનિ’ ઉત્પન્ન થાય છે તેનાથી જ સાધકને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. અને શાંત સ્થાનમાં જ ઓમકારનો ધ્વનિ વધુ સ્પષ્ટપણે પ્રસરી શકે છે. જો પ્રકૃતિના સાનિધ્યે જાપ કરી શકાય તો તે વધુ ફળદાયી બની રહેશે. પણ, જો તે શક્ય ન હોય તો ખુલ્લા મેદાન, અગાસી કે બગીચામાં પણ શાંત વાતાવરણમાં ૐનો જાપ લાભદાયી બની રહેશે. પરંતુ, તે પણ શક્ય ન હોય તો ઘરમાં જ શાંતિ જાળવી આસન પર બેસી મંત્રજાપ કરવો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બીજો નિયમ ૐના જાપ માટેનો બીજો નિયમ છે યોગ્ય સમય ! દિવસમાં ગમે તે સમયે ઓમકારનો જાપ ન કરવો. જે સમયે ઈશ્વરીય શક્તિ તેના ચરમ પર હોય તે સમયે જાપથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. અને આ સમય એટલે બ્રહ્મમુહૂર્ત. બ્રહ્મમુહૂર્તમાં ઓમકારના જાપથી સાધકને સવિશેષ લાભની પ્રાપ્તિ થશે. પણ, આ સમયમાં જાપ કરવો શક્ય ન હોય તો સવારના સમયે ઓમકારનો જાપ કરવો. જો વહેલી સવારે શક્ય ન બને તો રાત્રિના સમયે પણ જાપ લાભદાયી બની રહેશે. સાધક સૂતા પૂર્વે પણ ૐનો જાપ કરી શકે છે !

ત્રીજો નિયમ ઓમકાર જાપ માટેનો ત્રીજો નિયમ છે સ્પષ્ટ ઉચ્ચારણ ! ઉલ્લેખનિય છે ૐના ઉચ્ચારણનો ધ્વનિ બ્રહ્માંડ સાથે એકરૂપ થાય છે. અને તેનાથી જ સાધકને વિવિધ લાભની પ્રાપ્તિ થાય છે. માટે ક્યારેય મનમાં કે પછી ધીમેથી ઓમકારનો જાપ ન કરવો. ઓમ શબ્દ ધીમેથી બોલવાથી કોઈ લાભ નહીં થાય ! શક્ય હોય તેમ ઊંચા અવાજે અને લયબદ્ધ રીતે ૐનો જાપ કરવો. એટલે કે તે માટે ઘાંટા પાડવાની પણ જરૂર નથી. પણ, આ અવાજ જો નાભિમાંથી નીકળશે તો તે વધુ લાભદાયી બની રહેશે.

માન્યતા અનુસાર આ અત્યંત સરળ એવાં ત્રણ નિયમને ધ્યાનમાં રાખીને જો સાધક ઓમકારનો જાપ કરશે તો ચોક્કસપણે તે મનોવાંચ્છિત ફળને પ્રાપ્ત કરી શકશે.

આ પણ વાંચો : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો

આ પણ વાંચો : દુ:ખની હારમાળા હવે તો હરો હરિ ! કેવી શ્રદ્ધા સાથે મુશ્કેલી પર પ્રાપ્ત થાય જીત ?

g clip-path="url(#clip0_868_265)">