HappyNewYear2021 : જો જો આજે સોપારી લાવવાનું ન ભૂલાય! માત્ર એક સોપારી આપના નવા વર્ષને ખુશીઓથી ભરી દેશે

|

Nov 05, 2021 | 6:47 AM

શું આજથી શરૂ થતું આ વર્ષ જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન લાવી શકે ખરું ? જી હાં, આપની તમામ સમસ્યાનું સમાધાન શક્ય છે. સોપારીના એક સરળ ઉપાયથી થશે આપનો ભાગ્યોદય ! સોપારીથી થશે દેવી લક્ષ્મીની કૃપા !

HappyNewYear2021 : જો જો આજે સોપારી લાવવાનું ન ભૂલાય! માત્ર એક સોપારી આપના નવા વર્ષને ખુશીઓથી ભરી દેશે
માત્ર એક સોપારી કરશે ભાગ્યોદય !

Follow us on

નવું વર્ષ(NEW YEAR) એટલે તો જાણે નવા કાર્યને કરવાનો અવસર. નવું વર્ષ એટલે નવા સ્વપ્નોને સાકાર કરવાનો અવસર. નવું વર્ષ એટલે નવી ઉર્જા સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનો અવસર. સૌ કોઈની કામના હોય કે આ નવું વર્ષ તેમના માટે અઢળક ખુશીઓને લઈને આવે. સૌ કોઈ એવું ઈચ્છે કે નવું વર્ષ તેમની પરેશાનીઓને દૂર કરી દે, તેમના જીવનના પ્રશ્નોનું સમાધાન લાવે, અટકેલા કાર્યો પૂર્ણ થાય, વ્યવહાર ક્ષેત્રે પ્રગતિના સમાચાર આવે અને ઘરમાં ક્યારેય ધનની કમી ન આવે, માતા લક્ષ્મીની કૃપા હંમેશા પરિવાર પર બની રહે.
ત્યારે સવાલ એ છે કે આ તમામ મનોકામનાની પૂર્તિ શું આ નવું વર્ષ કરી શકે ખરું ? શું આજથી શરું થતું આ વર્ષ તમામ સમસ્યાઓનું સમાધાન લાવી શકે ખરું ? જી હાં, આ તમામ સમસ્યાનું સમાધાન શક્ય છે, આપની તમામ કામનાઓની પૂર્તિ પણ થઈ શકે છે અને એ પણ એક સરળ ઉપાય દ્વારા. માત્ર એક સોપારી બદલી દેશે આપનું નસીબ ! સોપારીના એક સરળ ઉપાયથી થશે આપનો ભાગ્યોદય ! આ ઉપાય ખુબ સરળ છે. આવો આપને જણાવીએ આ સરળ ઉપાય

નવાં વર્ષના પ્રથમ દિવસે તમારે એક સોપારી ખરીદીને ઘરે લઈ આવવાની છે.
ત્યારબાદ સર્વ પ્રથમ તેના પર નાડાછડી બાંધવાની છે.
ત્યારબાદ લક્ષ્મીજીનું સ્મરણ કરવું.
અને ત્યારબાદ સોપારીને કંકુ-ચોખા અર્પણ કરવા જોઈએ.
કંકુ અને અક્ષત અર્પણ કર્યા પછી સોપારી પર જનોઈ લપેટી દેવી.
આ તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ આખી સોપારી તિજોરીમાં મુકી દેવી જોઈએ.
એવું કહેવાય છે કે સોપારીનું પૂજન કરી તેને તિજોરીમાં મુકવાથી વ્યક્તિના બે કાર્ય સિદ્ધ થશે. સૌથી પહેલાં તો વ્યક્તિનું ભાગ્યોદય થાય છે. અને લક્ષ્મીજીનો પણ ઘરમાં નિવાસ થાય છે.

એટલે કે એક સોપારી દ્વારા આપ આપની તમામ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. કહેવાય છે કે તિજોરીમાં સોપારીને રાખવાથી ઘરની તિજોરી હંમેશા છલકાયેલી રહે છે. ઘરમાં લક્ષ્મીજી સ્થિર થાય છે એટલે કે ક્યારેય આર્થિક પરેશાનીનો સામનો નથી કરવો પડતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: Maharashtra: સાંઇ ભકતો માટે ખુશ ખબર, આજે શિરડી સાંઇ મંદિરમાં ધામધૂમથી ઉજવાશે દીપોત્સવ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

આ પણ વાંચો: Diwali 2021: દેશના આ શહેરમાં દિવાળીના બીજા દિવસે ફટાકડા ફોડવાની બદલે પતંગ ઉડાડવામાં આવે છે, જાણો કારણ

Next Article