Bhakti: આપના વિવાહ આડે આવતી અડચણને દૂર કરશે દેવી તુલસી ! આજે અચૂક કરો આ ઉપાય

|

Nov 15, 2021 | 7:13 AM

તુલસી વિવાહનો આ અવસર આપની તમામ મનોકામનાને પણ પૂર્ણ કરી શકે છે. માત્ર એક સ્તોત્રથી દૂર થશે આપના વિવાહ આડે આવતી અડચણ ! શું તમારા ઘરે તુલસીનો છોડ સુકાઈ તો નથી ગયો ને ?

Bhakti: આપના વિવાહ આડે આવતી અડચણને દૂર કરશે દેવી તુલસી ! આજે અચૂક કરો આ ઉપાય
તુલસીની પૂજાથી દૂર કરો આપની પરેશાની

Follow us on

દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહનો(Tulsi vivah) અવસર ઉજવવામાં આવે છે. અલગ અલગ સ્થળો પર લોકો શ્રીહરિ વિષ્ણુ અને તુલસીજીના વિવાહ કરાવે છે. કહે છે કે આ વિવાહમાં તમામ દેવી દેવતાઓ પણ હાજરી આપતા હોય છે.

અખિલ બ્રહ્માંડના અધિપતિના આ વિવાહ વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિવાહ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તુલસી વિવાહનો આ અવસર આપની તમામ મનોકામનાને પણ પૂર્ણ કરી શકે છે ? શું તમે જાણો છો કે આજે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ સ્થિર થાય છે ? શું તમે જાણો છો કે તુલસી વિવાહનો પર્વ આપના વિવાહ આડે આવતી પરેશાનીને પણ દૂર કરી આપના પર ભગવાન વિષ્ણુ અને તુલસીજીના આશિષ વરસાવે છે ?

આવો આજે જાણીએ આજે કરવાના કેટલાક સરળ, લૌકિક અને ખાસ ઉપાય કે જે દૂર કરશે આપની તમામ સમસ્યા. આ એ ઉપાય છે કે જે આજે કરવાથી આપના ધંધા રોજગારને મળશે વેગ !

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

1. આરોગ્ય સંબંધી પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે આજના દિવસે એખ ખાસ ઉપાય કરવો જોઈએ. કહેવાય છે કે દેવઉઠી એકાદશીએ તુલસી પૂજનના સમયે તુલસી દેવીના નામાષ્ટકનો પાઠ કરવો જોઈએ.

2. શ્યામ તુલસીનું એક પાન આપના વ્યવસાય ક્ષેત્રે આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. એક પીળા રંગના કપડામાં શ્યામ તુલસીનું પાન બાંધી દેવું. તે કપડાને વ્યવસાયના ક્ષેત્રે અથવા પૈસા આવતી જગ્યા પર મુકી દેવું જોઈએ. કહે છે કે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં તેની હંમેશઆ આર્થિક ઉન્નતિ પણ થાય છે અને ક્યારેય ધંધાકીય પ્રશ્નો સતાવતા નથી.

3. આજના દિવસે તુલસી દેવીના મંગલાષ્ટકના પાઠનો વિશેષ મહિમા છે. ખાસ તો જેમના વિવાહ આડે વારંવાર પ્રશ્નો આવે છે તેમણે આજના દિવસે તુલસી પૂજન કરી તુલસી મંગલાષ્ટકના પાઠ અવશ્ય કરવા જોઈએ.

4. આજના દિવસે તુલસીની પરિક્રમા પણ અચૂક કરવી જોઈએ. તેમાં પણ ખાસ તો તુલસી ક્યારા પર શક્ય હોય તો 11 દિવા કરી તુલસીજીની 11 પરિક્રમા કરવી. આવું કરવાથી તુલસી દેવીના ઘર પર આશિર્વાદ બન્યા રહે છે અને ઘરમાં સુખ તથા સમૃદ્ધિ સ્થિર થાય છે.

5. જો આમાંથી કશું પણ ન થઈ શકે તો એક તુલસીજીની તકેદારીનો સંકલ્પ અવશ્ય લેવો જોઈએ. હંમેશા ધ્યાન રાખવું કે તુલસીજીનો છોડ સુકાઈ નહી. અને તેના પાન હંમેશા લીલાછમ રહે. કેટલાક લોકો સુકાઈ ગયેલા છોડને અશુભ પણ માને છે. માત્ર આટલું કરવાથી પણ ઘરમાં શુભ લક્ષ્મી સ્થિર થતી હોવાની માન્યતા છે.

આ પણ વાંચો: Bhakti: તમામ એકાદશીનું પુણ્ય પ્રદાન કરશે એક વ્રત ! કયા દિવસે કરશો પ્રબોધિની એકાદશીનું વ્રત ?

આ પણ વાંચો: Bhakti: દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?

Next Article