Vadodara: રાજવી પરિવારમાં વિઘ્નહર્તાનું આગમન, હીરા ઝવેરાતના આભૂષણથી સુશોભિત શ્રીજીની પ્રતિમાના દિવ્ય દર્શન, જુઓ Video

|

Aug 31, 2022 | 3:15 PM

રાજમહેલના દરબાર હોલમાં ગણપતિને હીરા ઝવેરાતના આભૂષણો સાથે બિરાજમાન કરાયા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી ગણેશજીની  (Ganesh Chatruthi 2022) સ્થાપના કરી હતી. વડોદરાના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી ગણેશજીની વિશેષ મૂર્તિઓ બનાવડાવી હતી. આજે પણ કાશીના પંડિતના વંશજો ગણપતિની મૂર્તિ બનાવી રહ્યા છે. 

વડોદરાના  (Vadodara) લક્ષ્મી વિલાસ પેલેસમાં હીરા જડિત શ્રીજીની (Ganesh Mahotsav) પ્રતિમાનું સ્થાપન થયું  છે. 1939થી રાજવી પરિવારમાં ગણેશજીની સ્થાપનાની પરંપરા યથાવત રહી છે. વડોદરાના દાંડિયા બજારથી શરણાઈના સુર સાથે પાલખીમાં ભગવાનની યાત્રા નિકળી હતી. મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ  (Gaikwad Family) અને રાજવી પરિવાર  (royal family ) પૂજા અર્ચના કરી ગણેશજીની 10 દિવસ સુધી આરાધના કરશે.

દરબાર હોલમાં  હીરા ઝ્વેરાતથી સુશોભિત ગણેશનું સ્થાપન

રાજમહેલના દરબાર હોલમાં ગણપતિને હીરા ઝવેરાતના આભૂષણો સાથે બિરાજમાન કરાયા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી ગણેશજીની  (Ganesh Chatruthi 2022) સ્થાપના કરી હતી. વડોદરાના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી ગણેશજીની વિશેષ મૂર્તિઓ બનાવડાવી હતી. આજે પણ કાશીના પંડિતના વંશજો ગણપતિની મૂર્તિ બનાવી રહ્યા છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રાજકોટમાં  પણ  આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ડોલરના હાર વાળા ગણપતિ

તો બીજી તરફ રાજકોટમાં  ડોલરવાળા હાર પહેરેલા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિધ્નહર્તા દેવને મોંઘેરા શણગાર કરવામાં આવ્યા છે અને  રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે  આયોજિત ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) માં સિદ્ધિ વિનાયકને  ડોલરનો  હાર પહેરાવવામાં આવ્યો છે.  આ મહોત્સવના  કેતન સાપરિયાએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વિદેશના એક ભક્ત દ્રારા 100 ડોલરનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે. મહેલની  પ્રતિકૃતિ સમાન પંડાલ અહીં આકર્ષણનું  કેન્દ્ર બન્યો છે.  વિદેશમાં રહેતા ભકતે અહીં ગણેશજીને 100  ડોલરનો હાર અર્પણ કર્યો છે . આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

સુરતમાં પણ રિયલ ડાયમંડના  ગણેશજી

ડાયમંડ નગરી સુરતમાં જમણી સૂંઢવાળા રિયલ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના ત્યાં શ્રીજીની સ્થાપના કરાઈ હતી. હીરા વેપારી પાંડવ પરિવારે પૂજા કરીને નેચરલ ડાયમંડમાંથી બનાવેલા થયેલા ગણેશજીની વિધિવત સ્થાપના કરી છે. ડાયમંડ ગણેશજીની અંદાજીત કિંમત 500 કરોડ રૂપિયા છે ડાયમંડ ગણેશજી 27 કેરેટના છે. ઉલ્લેખનીય છે કે, હીરાની રફમાંથી ગણેશજી મળી આવ્યા હતા.

Published On - 3:13 pm, Wed, 31 August 22

Next Article