Ganesh Chaturthi 2022: ગણેશજીની સ્થાપનાથી પૂજા પદ્ધતિ, મંત્ર અને આરતી, આ રહ્યા શ્રેષ્ઠ મુહૂર્ત
31મી ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના અને પૂજા માટે દિવસભરમાં કુલ 6 શુભ મુહૂર્ત રહેશે. શ્રેષ્ઠ સમય સવારે 11.20 થી બપોરે 01.20 સુધીનો રહેશે, કારણ કે આ મધ્યાહન સમયગાળો હશે, જેમાં ગણેશજીનો જન્મ થયો હતો.

આવતી કાલે લાડિલા ગજાનન બધાના ઘરે ઘરે પધારશે. આ માટે તમને સ્થાપના અંગે અસમંજસ હશે, આજે અમે તમને ગણેશ સ્થાપના(Ganesh Chaturthi 2022) મુહૂર્ત વિશે જણાવશું, જ્યોતિષીશાસ્ત્રીઓનું કહેવું છે કે બપોરના સમયે જ ગણેશજીની સ્થાપના(Ganesh Utsav 2022) અને પૂજા કરવી જોઈએ. જો સમય ન મળે તો કોઈપણ શુભ લગ્ન કે ચોઘડિયા મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરી શકાય છે. કોઈપણ રીતે, આ વખતે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ પછી ગ્રહોની શુભ સ્થિતિ બની રહી છે અને લંબોદર યોગ પણ છે.

જો તમે આટલી બધી વસ્તુઓ સાથે પૂજા નથી કરી શકતા તો આ માટે નાની પૂજા પદ્ધતિ
- એક ચોકી કે પ્લેટ પર સ્વસ્તિક બનાવો અને એક ચપટી ચોખા મૂકો.
- તેના પર નાળાછળી વીંટેલી સોપારી મૂકો. આ સોપારીને ગણેશ માની તેની પૂજા કરો.
- જો આ શક્ય ન હોય તો પણ શ્રદ્ધાપૂર્વક મોદક અને દુર્વા ચઢાવવાથી પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
જો કોઈ કારણસર ગણેશની સ્થાપના અને પૂજા કરવામાં સક્ષમ ન હોય તો આપણે શું કરી શકીએ? સમગ્ર ગણેશોત્સવમાં દરરોજ ગણપતિના માત્ર ત્રણ મંત્રનો જાપ કરવાથી પણ પુણ્ય મળે છે. સવારે સ્નાન કર્યા પછી, ગણેશજીના મંત્રોના પાઠ કર્યા પછી, પ્રણામ કર્યા પછી, ઓફિસ-દુકાન અથવા કોઈપણ કામ માટે નીકળવું જોઈએ.
ગણપતિ પૂજા સાથે જોડાયેલી બાબતોનું ધ્યાન રાખો
- ગણેશજીની મૂર્તિ પર તુલસી અને શંખથી પાણી ન ચઢાવવું જોઈએ.
- દુર્વા અને મોદક વગર પૂજા અધૂરી રહે છે.
- ગણપતિના પ્રિય ફૂલો: પારીજાત, મલ્લિકા, કારેણ, કમળ, ચંપા, મૌલશ્રી (બકુલ),ગુલાબ
- ગણપતિના પ્રિય પાનઃ શમી, દુર્વા, ધતુરા, કરેણ, કેળા, બેર, મદાર અને બિલીના પાન
- પૂજામાં વાદળી અને કાળા કપડાં ન પહેરવા.
- ચામડાની વસ્તુઓ બહાર રાખીને પૂજા કરો અને ભગવાનને ક્યારેય એકલા ન છોડો.
- સ્થાપન પછી મૂર્તિને ખસેડશો નહીં, એક જગ્યાએ સ્થાપના કર્યા પછી તેને બીજે ક્યાય ફેરવવામાં ન આવે તેની ખાસ કાળજી રાખો
આ વખતે ગણેશ ચતુર્થી પર પાંચ રાજયોગ અને 300 વર્ષ પછી ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. તે જ સમયે, સમગ્ર તહેવારના 10 દિવસ દરમિયાન, ખરીદી માટે 7 શુભ મુહૂર્ત હશે. જેમાં તમે રોકાણથી લઈને વાહન ખરીદી સુધીના અનેક શુભ કાર્યો કરી શકશો.
માટીના ગણેશ કયા સ્વરૂપમાં બનાવવું જોઈએ અને કયું સ્વરૂપ ઘર, દુકાન, ઓફિસ અને કારખાના માટે શુભ છે. આ અંગે અમે દેશના જાણીતા વિદ્વાનો સાથે વાત કરી અને જાણવા મળ્યું કે ઘરમાં સિદ્ધિ વિનાયક સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. વિઘ્નેશ્વર ગણેશ ઓફિસો અને દુકાનો માટે શુભ છે અને મહાગણપતિની સ્થાપના ફેક્ટરીઓ માટે શુભ છે. આ ત્રણ રૂપ કેવા છે તે જાણવા