Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: એકાદશીથી લઈ દિવાળી સુધી આ રીતે કરો દીપદાન, ચોક્કસથી પ્રાપ્ત થશે કૃપા !

દીપોત્સવી પર્વ પર કરવામાં આવતા દીપદાનનું આગવું જ મહત્વ છે. દીપાવલી પર્વમાં એકાદશીથી લઈ દિવાળી સુધી કેટલાંક ચોક્કસ સ્થાન પર દીપદાન કરવાથી સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે છે.

Bhakti: એકાદશીથી લઈ દિવાળી સુધી આ રીતે કરો દીપદાન, ચોક્કસથી પ્રાપ્ત થશે કૃપા !
દિપાવલી પર્વમાં શ્રેષ્ઠ ફળ પ્રાદન કરશે દીપદાન
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 01, 2021 | 1:46 PM

લેખકઃ ડો. હેમીલ પી. લાઠીયા, જ્યોતિષાચાર્ય

હિન્દુ ધર્મમાં (hindu dharma) ધર્મ, કર્મ, ક્ષમા, દયા, શ્રદ્ધા જેવી બાબતોના ગૂઢ રહસ્યો રહેલા છે. ધાર્મિક ગ્રંથો, તંત્રમાં પણ કેટલીક એવી બાબતો છે. જેમાં માનવ જીવનના કલ્યાણ બાબતે કેટલીક બાબતો જાણવા મળે છે, તો કેટલાક અનુભવી વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે. ત્યારે આજે દીપદાન સંબંધી વાત કરીએ.

દીપદાનની વાત ધાર્મિક ગ્રંથો ઉપરાંત તંત્ર શાસ્ત્રમાંથી પણ જાણવા મળે છે. જુદા જુદા પર્વ અને દેવ હેતુ કરવામાં આવતા દીપદાનના મહિમા અને દીપાવલી પર્વ પર કરવામાં આવતા દીપદાન ઉલ્લેખનીય છે. જે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. દીપાવલીના પર્વમાં એકાદશીથી લઈ દિવાળી સુધી એટલે કે આસો વદ અગિયારસથી લઈ આસો વદ અમાસ સુધી કેટલાંક ચોક્કસ સ્થાન પર દીપદાન કરવાથી સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે છે.

આ વખતે અગિયારસ અને બારસ તિથિ બંન્ને ભેગી છે. ત્યારે આવો જાણીએ કે આ શુભ દિવસોમાં અચૂક ક્યાં પ્રગટાવવો જોઈએ દીપક ? અને આ દીપદાનથી કેવાં ફળની થશે પ્રાપ્તિ ?

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

આસો વદ અગિયારસ આસો વદ અગિયારસના દિવસે એક કોડિયામાં ઘીનો દીવો સંધ્યા સમય પછી કમ્પાઉન્ડ, ચોક, ગેલેરીમાં ભગવાન નારાયણના સ્મરણ સાથે પ્રગટાવો. આ સમયે બે હાથ જોડી પ્રાર્થના કરવાથી જેમને નોકરી-ધંધામાં અસ્થિરતા કે ઉતાર ચઢાવની ચિંતા હોય તેમાં રાહત મળે છે

આસો વદ બારસ આસો વદ બારસના દિવસે દેવી ભગવતીનું સ્મરણ કરી સાંજે ધીના દીપકનું દીપદાન ગેલેરી કે ચોકમાં કરવામાં આવે તો માન અને સંતોષ વધે છે.

આસો વદ તેરસ આસો વદ તેરસની સાંજે એક કોડિયામાં તેલનો ચાર આડીવાટનો દીવો ઘરના મુખ્ય દ્વાર બહાર મૂકવો. સૌ પ્રથમ દક્ષિણ દિશાની વાટ પ્રગટાવી બાદમાં પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તેમ પ્રગટાવવી. બાદમાં પોતાનું મુખ દક્ષિણ દિશામાં રાખી બે હાથ જોડી યમરાજાને પ્રાર્થના કરવી. આમ કરવાથી આકસ્મિક સંકટ, દુર્ઘટના, પીડામાંથી મુક્તિ મળે છે.

આસો વદ ચૌદસ આસો વદ ચૌદસની સાંજે તેલનો દીવો ઘરના આંગણામાં કે ગેલેરી પાસે પ્રગટાવી પિતૃદેવ કે સંકલ્પીત દેવને પ્રાર્થના કરવાથી તેમની કૃપા અને આશીર્વાદ મળે છે.

આસો વદ અમાસ (દિવાળી) આસો વદ અમાસની એટલે કે દિવાળીની રાત્રીએ ઘીનો દીવો સાંજે ગેલેરી કે આંગણે પ્રગટાવી લક્ષ્મીજીને પ્રાર્થના કરવાથી ઘરમાં નાણાંની તંગી વર્તાતી નથી. તેમજ માતા લક્ષ્મીની કૃપા ઘર પર સદૈવ સ્થિર રહે છે.

દીપદાન વખતે કોડિયામાં ઘી કે તેલ ‘કોડિયા’માં સમાય તેટલું પૂરું ભરવું. કોડિયાને નાની ડિશમાં થોડા ઘઉં રાખીને તેના પર મૂકવું. બાજુમાં એક નંગ સાકર પણ રાખવી. પછી સવારે તે કોડિયું લઈ ડિશ ધોઈ નાંખવી. તેમજ ઘઉં અને સાકર પક્ષીને ચણ માટે બહાર મૂકી દેવા. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થશે.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા

આ પણ વાંચો : ગૌપૂજાના અવસરે જાણો કે ગાય માતામાં કેવી રીતે અને શા માટે થયો 33 કોટિ દેવતાઓનો નિવાસ ?

g clip-path="url(#clip0_868_265)">