જીવનના તમામ સંકટોને દૂર કરી સમૃદ્ધિના આશીર્વાદ દેશે દુર્ગાષ્ટમી ! જાણો ચૈત્રી નવરાત્રીની આઠમનો મહિમા

આઠમા નોરતાની રાત્રે આપના ઘરમાં કે દુર્ગા મંદિરમાં દુર્ગા (Durga) સપ્તશતીના પાઠ જરૂરથી કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ગૃહકલેશ નષ્ટ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે.

જીવનના તમામ સંકટોને દૂર કરી સમૃદ્ધિના આશીર્વાદ દેશે દુર્ગાષ્ટમી ! જાણો ચૈત્રી નવરાત્રીની આઠમનો મહિમા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 24, 2023 | 6:22 AM

ચૈત્રી નવરાત્રીમાં આઠમની તિથિનું ખૂબ જ મહત્વ છે. આ તિથિ દુર્ગાષ્ટમી તરીકે ઓળખાય છે. હિન્દુ ધર્મમાં આ દુર્ગાષ્ટમીની આગવી જ મહત્તા છે. નવરાત્રીમાં આઠમા દિવસે માતા દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ કહે છે કે આ દુર્ગાષ્ટમીની રાત્રીએ કેટલાંક વિશેષ ઉપાયો કરવાથી આપને સમગ્ર વર્ષ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ થતી રહે છે. આ ઉપાયો અજમાવાથી તમારા જીવનના તમામ સંકટ ટળી જા છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનું પણ આગમન થાય છે. આવો, આજે કેટલાંક આવા જ ઉપાયો વિશે વાત કરીએ.

સંકટોથી મુક્તિ અર્થે

⦁ દુર્ગાષ્ટમીની એટલે કે ચૈત્રી નવરાત્રીની આઠમે આપના ઘરના મુખ્ય દ્વાર પર રાત્રે 12 વાગે ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ. કહે છે કે આમ કરવાથી આપના જીવનના દરેક પ્રકારના સંકટો દૂર થઈ જાય છે. ⦁ દુર્ગાષ્ટમીની રાત્રે દેવીના મંદિરમાં જઇને માતા દુર્ગાને સોળ શણગારની સામગ્રી ભેટ કરવી જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી મુસીબતો તમારા જીવનમાં આવતા પહેલાં જ ટળી જાય છે.

ગૃહકલેશથી મુક્તિ

આઠમા નોરતાની રાત્રે આપના ઘરમાં કે દુર્ગા મંદિરમાં દુર્ગા સપ્તશતીના પાઠ જરૂરથી કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ગૃહકલેશ નષ્ટ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આર્થિક સમૃદ્ધિ

⦁ દુર્ગાષ્ટમીની રાત્રે એક પાનમાં ગુલાબના પુષ્પની 7 પાંખડીઓ લઇને માતા દુર્ગાને અર્પણ કરવી. કહે છે કે તેનાથી મા દુર્ગા અને માતા લક્ષ્મી બંન્નેની કૃપા આપના પર અકબંધ રહેશે. અને આપના ઘરમાં માતા લક્ષ્મીનો સદાય વાસ રહેશે. ⦁ ચૈત્રી નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાના મહાગૌરી રૂપની ઉપાસના કરવામાં આવે છે. એટલે અષ્ટમીની રાત્રે મહાગૌરીના સ્વરૂપને દૂધ ભરેલા પાત્રમાં બિરાજમાન કરી તેમને ચાંદીના સિક્કા અર્પણ કરો. બીજા દિવસે આ સિક્કાને હંમેશ માટે પોતાના ધન રાખવાના સ્થાન કે તિજોરીમાં મૂકી દેવા. માન્યતા અનુસાર તેનાથી આપના જીવનમાં આર્થિક સમૃદ્ધિનો વાસ થાય છે.

ધંધામાં પ્રગતિ

દુર્ગાષ્ટમીએ સૂર્યાસ્ત બાદ અગિયાર સૌભાગ્યવતી મહિલાઓને લાલ રંગની બંગડી અને સિંદૂર ભેટ કરવાથી ધંધા-વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

મનોકામનાની પૂર્તિ

દુર્ગાષ્ટમીની રાત્રે કોઇ પ્રાચીન દુર્ગા મંદિરમાં જઇને માતાના ચરણોમાં કમળના પુષ્પ અર્પણ કરવા. માન્યતા અનુસાર આ ઉપાયથી માતાજી શીઘ્ર પ્રસન્ન થઇને આપની મનોકામનાની પૂર્તિ કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">