AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુધવારના દિવસે કરેલું આખા મગનું દાન અપવાશે બુધ ગ્રહની પ્રસન્નતા !

બુધવારનો ગ્રહ છે બુધ (Mercury) અને આ ગ્રહદોષના કારણે નોકરી, વ્યાપાર, બુદ્ધિ સહિત શરીરના કેટલાય અંગો પર તેની અસર પડે છે. તો ચાલો જાણીએ કે બુધવારના દિવસે લાલ કિતાબના ઉપાયો અજમાવો અને આપનું જીવન સુખી બનાવો.

બુધવારના દિવસે કરેલું આખા મગનું દાન અપવાશે બુધ ગ્રહની પ્રસન્નતા !
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 26, 2023 | 6:34 AM
Share

બુધ અથવા સોમ તરીકે ઓળખાતો બુધગ્રહ વેપારવાણિજ્યનો સ્વામી અને તેનો રક્ષક ગણવામાં આવે છે. બુધ ગ્રહને લીલા કલરનો ગ્રહ જણાવવામાં આવ્યું છે. કુંડળીના દરેક ભાવમાં બુધ ગ્રહનો પ્રભાવ જુદા જુદા રૂપથી પડે છે અને કુંડળીના આ ગ્રહોનો સંબંધ વ્યક્તિના જીવનના બધા મહત્વપૂર્ણ પક્ષો પર પડે છે. બુધ ગ્રહ સંવાદ, બુદ્ધિ, વિવેક, ગણિત, તર્ક અને મિત્રનો પરિબળ હોય છે. બુધનો પ્રભાવ વ્યક્તિના બોલવા પર અને સ્વભાવ પર પડે છે. આની સાથે જ વ્યક્તિ કેટલી બુદ્ધિમાન અને વિવેકશીલ હશે એ પણ બુધ ગ્રહની સ્થિતિથી ખબર પડે છે. જો કોઈ વ્યક્તિને કુંડળીમાં બુધ ગ્રહ પીડિત અથવા નબળો હોય તો જાતક ને ગણિતમાં, સંવાદમાં તકલીફોનો સામનો કરવો પડે છે.તો ચાલો જાણીએ એ અશુભ પ્રભાવને લાલ કિતાબના કયા ઉપાયો દ્વારા દૂર કરી શકાય છે.

દુર્ગા પૂજા

બુધવારના દિવસે માતા દુર્ગાના મંદિરમાં જઇ અને તેમને લીલા રંગની બંગડીઓ અર્પણ કરવી. બુધ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો બુધવારનો ચમત્કારિક ઉપાય છે. આ મંત્ર સિવાય પણ તમે ગણશે મંત્ર કે દુર્ગા માતાના મંત્રનો જાપ પણ કરી શકો છો.

નાક વિંધાવું

જો આપની કુંડળીમાં બુધ ગ્રહ અષ્ટમ ભાવમાં છે અથવા તો બુધ ગ્રહ કોઇપણ રીતે અશુભ ફળ પ્રદાન કરી રહ્યો છે તો બુધવારના દિવસે નાક વિંધાવીને બીજા દિવસે ગુરુવારે ગુરુનું દાન કરવું અને 43 દિવસ સુધી ચાંદીનો તાર નાકમાં પહેરી રાખવો.

મહિલાઓનું સન્માન કરવું

આપના ઘર-પરિવાર તેમજ સમાજના મહિલા વર્ગને હંમેશા સન્માનની નજરે જોવા જોઇએ.  માતા , દિકરી, ફોઇ અને સાળી સાથે હંમેશા સારા સંબંધ બનાવીને રાખો. તેમને બુધવારના દિવસે મિઠાઇ ખવડાવવી જોઇએ. આ ઉપાય અજમાવવાથી આપની કુંડળીમાં રહેલ બુધુગ્રહની અશુભ અસર ઓછી કરી શકાય છે.

ગાયનો ઘાસચારો નીરવો

જો આપની કુંડળીમાં બુધ ગ્રહ અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો બુધવારના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો જોઇએ. જો તમે 100 ગાયોને એકસાથે ઘાસચારો નીરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મગનું દાન

જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ અશુભ સ્થાન પર હોય, બુધ ગ્રહ અશુભ ફળ પ્રદાન કરી રહ્યો હોય તો બુધવારના દિવસે આપે આખા મગનું દાન કરવું જોઇએ.

અસત્ય ન બોલવું

સૌથી જરૂરી છે કે તમે અસત્ય વાણી ન બોલો, ખોટા ખોટા ગપ્પા ન મારો. આ પ્રકારનું વર્તન કોઇ જાતક કરતો હોય તો તે બુધગ્રહના અશુભ પ્રભાવથી પીડિત માનવામાં આવે છે.

તુલસીનું સેવન

જો આપ કે આપના પરિવારનો કોઇ સભ્ય બુધ ગ્રહના અશુભ પ્રભાવથી પીડિત હોય તો બુધવારના દિવસે આ કામ કરવાનું ન ભૂલતા. બુધવારે  તુલસીનું નીચે પડેલું પાન ધોઇને ખાવું શુભ માનવામાં આવે છે.

લીલા રંગનો હાથ રૂમાલ

બુધવારના દિવસે પોતાના ખિસ્સામાં લીલા રંગનો હાથરૂમાલ અવશ્ય રાખવો.

ખાલી માટલું જળમાં પ્રવાહિત કરો

બુધવારના દિવસે ખાલી માટલું લઇને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય જાણકાર જ્યોતિષની સલાહથી જ અમલમાં મૂકવો.

કન્યાભોજન

બુધવારના દિવસે 9 કન્યાઓને ભોજન કરાવવું જોઇએ. કન્યાઓને લીલા રંગની વસ્તુઓ કે લીલા રંગનો હાથ રૂમાલ ભેટમાં અવશ્ય આપવો જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">