AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wednesday Astro Remedies : દરેક કામમાં આવે છે વિઘ્નો, તો બુધવારે કરો આ 5 કામ

જો તમારા જીવનના કાર્ય સફળ ન થતા હોય, દરેક કાર્યમાં અડચણ આવતી હોય તો તમારે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. આ સાથે કેટલાક એવા કામ કરવા જોઈએ જેનાથી ગણપતિ પ્રસન્ન થાય.

Wednesday Astro Remedies : દરેક કામમાં આવે છે વિઘ્નો, તો બુધવારે કરો આ 5 કામ
Lord-Ganesha
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 6:40 AM
Share

જ્યોતિષશાસ્ત્ર (Astrology) માં અઠવાડિયાના દરેક દિવસને કોઈને કોઈ દેવી-દેવતા સાથે સંબંધિત માનવામાં આવે છે. ગણેશ (Lord Ganesha) ને બુધવાર (Wednesday) ના દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને પરિવારમાં શુભફળ આવે છે. ગણપતિને બુદ્ધિના દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ ગણપતિની પૂજા કરે છે તેને તીક્ષ્ણ બુદ્ધિ મળે છે.

આવા લોકો દરેક પરિસ્થિતિનો ખૂબ જ શાંતિથી અને સાવધાનીપૂર્વક સામનો કરે છે અને સૌથી મુશ્કેલ સમસ્યાઓને સરળતાથી ઉકેલે છે. તેમની નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ સારી માનવામાં આવે છે. જો તમારા જીવનના કામ સફળ નથી થતા, દરેક કામમાં અડચણ આવતી હોય છે, તો તમારે બુધવારે કેટલાક એવા કામ કરવા જોઈએ, જેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈ શકે. તો ચાલો જાયે આવા ઉપાયો વિશે.

આટલા કામ કરવાથી પ્રસન્ન થશે ગણપતિ

1 . બુધવારે સવારે અને સાંજે નારદ પુરાણમાં ઉલ્લેખિત શ્રી ગણેશ જીના 12 નામનો 108 વાર પાઠ કરવાથી ગણપતિની કૃપા બની રહે છે અને જીવનમાં આવનાર દરેક અવરોધ દૂર થાય છે. જો તમે ઇચ્છો, તો તમે દરરોજ આ નામનો પાઠ કરી શકો છો. તેની અસર પણ વધુ સારી છે. આ 12 નામ છે- સુમુખ, એકદંત, કપિલા, ગજકર્ણક, લંબોદર, વિકટા, અવરોધક, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

2. ‘ॐ गं हं क्लौं ग्लौं उच्छिष्टगणेशाय महायक्षायायं बलिः’ અથવા फिर ‘ॐ गं गणपतये नमः’ મંત્રોના જાપ કરીને પણ ગણપતિ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ મંત્રોના જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. વ્યક્તિના જીવનમાં શુભ અને કલ્યાણકારી બંને આવે છે.

3. ગણપતિને દુર્વા ખૂબ જ પ્રિય છે. દર બુધવારે ભગવાન ગણેશને 21 દુર્વા ચઢાવો. દુર્વા ચઢાવવાથી ગણપતિ ખૂબ જ પ્રસન્ન થાય છે. ગણપતિને સિંદૂર પણ ચઢાવો. સિંદૂર ચઢાવવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

4. જો તમને મહેનતનું પૂરું ફળ ન મળે તો જ્યોતિષની સલાહ લઈને શુક્લ પક્ષના બુધવારે અથવા સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશને રૂદ્રાક્ષ ધારણ કરો. તેને ધારણ કરવાથી ગણપતિની સાથે માતા ગૌરી અને મહાદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

5. બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. લીલા મગની દાળ કોઈ ગરીબને દાન કરો અને ગણપતિને લાડુ ચઢાવો.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rahu Rashi Parivartan 2022 : રાહુ બદલશે પોતાની રાશિ, આ ચાર રાશિઓની ચમકી જશે કિસ્મત, જાણો અહી

આ પણ વાંચો: સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે માઘી પૂર્ણિમા ! જાણો કેવી રીતે થશે વિશેષ લાભની પ્રાપ્તિ ?

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">