જાણો શા માટે બાળકોનું મુંડન એટલે કે બાબરી કરવામાં આવે છે? શું છે તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

|

Apr 25, 2022 | 10:45 PM

બાળકના જન્મ પછી અમુક સમય બાદ તેની બાબરી અથવા મુંડન કરાવામાં આવે છે, પણ શું તમે જાણો આવું શા માટે કરવામાં આવે છે ? આજે જાણો આખરે કેમ મુંડન એટલે કે બાબરી કરવામાં આવે છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ અને ધાર્મિક કારણ શું છે.

જાણો શા માટે બાળકોનું મુંડન એટલે કે બાબરી કરવામાં આવે છે? શું છે તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Baby Mundan - File Photo

Follow us on

તમે પણ એકવાર તો વિચાર્યું જ હશે કે આખરે કેમ મુંડન (Mundan) કરવામાં આવે છે અને આની પાછળ શું કરણ હોઇ શકે છે. તો જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું. આખરે કેમ મુંડન એટલે કે બાબરી કરવામાં આવે છે. આની પાછળ વૈજ્ઞાનિક કારણ અને ધાર્મિક (Religious) કારણ શું છે. તો ચાલો જાણીએ.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે બાળકનું બળ, આરોગ્ય, તેજ, શક્તિ અને ગર્ભાવસ્થા દરમિયાનની અશુદ્ધિયોને દૂર કરવા માટે મુંડન કરવામાં આવે છે આ એક બહુ અગત્યન સંસ્કાર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે જોઈએ તો મુંડન સંસ્કારથી બાળકની બુધ્ધિ શુધ્ધ થાય છે આમ કરવાથી તેની બુધ્ધિનો વિકાસ સારી રીતે થાય છે.

બધા જાણીએ જ છીએ કે બાળકના જન્મથી તેના માથા પર અમુક વાળ હોય છે. આ વાળને અશુધ્ધ માનવામાં આવે છે. હિન્દુ પ્રચલિત માન્યતા પ્રમાણે 84 લાખ યોનિમાં જન્મ પછી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે. એવામાં પાછલા જન્મના બધા પાપ ઉતારવા માટે પણ બાળકની બાબરી કરવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જો આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો નવજાત શિશુને બાબરી કરવા પાછળ એવું કહેવાય છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના વાળમાં ઘણા કીટાણુઓ અને બેક્ટેરિયા હોય છે. એટલું જ નહીં પરંતુ તે નવજાત શિશુના માથાની ત્વચા પણ ખૂબ જ ગંદી હોય છે, એટલે કે ત્વચામાં ગંદકી જામી હોય છે, તેને યોગ્ય રીતે સાફ કરવા માટે, તે વાળ દૂર કરવામાં આવે છે જેથી માથાની ત્વચા સ્વચ્છ બને અને વાળમાં કોઈપણ જંતુઓ અને બેક્ટેરિયાથી છુટકારો મળે છે.

ઘણા લોકોના મનમાં આ સવાલ થતો હોય છે કે આખરે બાળકના જન્મના થોડા જ સમયમાં મુંડન કરાવી લેવું જોઈએ? તો તમને જણાવી દઈએ કે બાળકના જન્મ પછી જ્યારે તેની ઉમર 1 થી 3 વર્ષની હોય ત્યારે મુંડન કરવામાં આવે છે. જો પરિવારની કોઈ ધાર્મિક માન્યતા હોય છે તો એ પ્રમાણે મુંડન કરવામાં આવે છે. ઘણા લોકો એવા પણ છે જે બાળકને સવા મહિનો થાય ત્યારે પણ મુંડન કરાવતા હોય છે. ઘણા લોકો પોતાના ધર્મિક સ્થળે જઈને પણ મુંડન કરાવતા હોય છે. હિન્દુ પરંપરા પ્રમાણે મુંડન વિધિ એ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવે છે.

આ પણ વાંચો :Funny Video: શું તમે તમારા બાળપણમાં રમી છે આવી મજાની રમત? જૂઓ આ ટાબરીયાઓની અનોખી રમત

આ પણ વાંચો :Viral Video: તમે આવા Dosa ક્યારેય નહીં જોયા હોય, પીરસવાની સ્ટાઈલ જોઈને ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા પણ થઈ ગયા આશ્ચર્યચકિત

Next Article