AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે.

શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !
તુલસીપૂજાથી તમામ સંકટ દૂર થશે
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 11, 2021 | 12:00 PM
Share

તુલસી (TULSI) એ તો સૌથી પવિત્ર મનાતો છોડ છે, અને એટલે જ શાસ્ત્રોમાં તેના પૂજનનો મહિમા વર્ણવાયો છે. તમે પણ આસ્થા સાથે નિત્ય તુલસીને જળ અર્પણ કરતા હશો. તુલસીજી પાસે દીપ પ્રગટાવી તેની પૂજા કરતા હશો. પણ, અમાસના રોજ અને એમાંય મૌની અમાસના રોજ થનારી તુલસી પૂજા વિશેષ ફળદાયી મનાય છે.

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે. આ પૂજા તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. પણ, તે સાંજના સમયે વિશેષ ફળ પ્રદાન કરનારી બનશે.

પૂજન વિધિ 1. સંધ્યાટાણે પૂજનવિધિનો પ્રારંભ કરવો 2. સાંજના સમયે તુલસીજીને જળ અર્પણ ન કરવું 3. કંકુ, ચોખા, પુષ્પ અર્પણ કરી ઘીનો દીપક પ્રજ્વલિત કરવો 4. દીપ પ્રગટાવી 108 વખત તુલસીજીની પ્રદક્ષિણા કરો 5. તુલસીજીની પ્રદક્ષિણા કરવા જેટલી જગ્યા ન હોય તો તેમની સન્મુખ ઉભાં રહી 108 પ્રદક્ષિણા કરવી 6. આ અત્યંત સરળ પ્રયોગથી જીવનમાં સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થશે. 7. માન્યતા છે કે આ પ્રયોગ આવનારા સંકટો સામે પરિવારની રક્ષા કરશે.

એટલે કે, અત્યંત સરળ વિધિ દ્વારા તમે તુલસીકૃપાને પ્રાપ્ત કરી શકો છો. આ વિધિથી તુલસીજી જીવનના તમામ સંકટ તો દૂર કરશે જ. પણ, તુલસીજીમાં લક્ષ્મીજીનો વાસ મનાતો હોઈ, તે આર્થિક સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ કરશે.

આ પણ વાંચો સરળ વિધિ દ્વારા મૌની અમાસે કરો મહાફળની પ્રાપ્તિ !

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">