AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અઠવાડિયાના વિવિધ દિવસોમાં કરી લો આ ખાસ કામ, તમારું ભાગ્ય ક્યારેય નહીં છોડે તમારો સાથ !

અઠવાડિયાના દરેક દિવસનો આપણાં જીવન પર ખૂબ પ્રભાવ પડે છે. જે તે દિવસનો સંબંધ તે દિવસના સ્વામી ગ્રહ સાથે જોડાયેલો છે. ગ્રહોના કારણે કુંડળીમાં તેમની સ્થિતિ શુભ કે અશુભ યોગ રચે છે. એટલે જો દરેક દિવસ અનુસાર જ્યોતિષ ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનાર કષ્ટોથી મુક્તિ મેળવી શકાય છે.

અઠવાડિયાના વિવિધ દિવસોમાં કરી લો આ ખાસ કામ, તમારું ભાગ્ય ક્યારેય નહીં છોડે તમારો સાથ !
Suryanarayan jal arpan (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: May 02, 2022 | 11:01 AM
Share

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા સરળ અને અકસીર ઉપાયો દર્શાવ્યા છે જે ઉપાય કરવાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અઠવાડિયાના દરેક વારે અલગ અલગ દેવી-દેવતાની પૂજા આરાધનાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. જેમ કે મંગળવારનો દિવસ ગણેશજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ મુસીબતોનો અંત આવે છે. સાથે જ ગણેશજીની પૂજા કરવાથી આપના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. શનિવારનો દિવસ હનુમાન દાદાને અર્પણ કરવામાં આવ્યો છે, આ દિવસે જો આપ બજરંગ બાણનો પાઠ કરશો તો આપના જીવનના તમામ કષ્ટો દૂર થશે. એ જ રીતે ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે.

અઠવાડિયાના દરેક દિવસનો આપણાં જીવન પર ખૂબ પ્રભાવ પડે છે. જે તે દિવસનો સંબંધ તે દિવસના સ્વામી ગ્રહ સાથે જોડાયેલો છે. ગ્રહોના કારણે કુંડળીમાં તેમની સ્થિતિ શુભ યોગ રચે છે અને શુભ ફળ પ્રદાન કરે છે. પરંતુ, કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે અશુભ યોગના કારણે અશુભ ફળ પણ પ્રાપ્ત થાય છે. ગ્રહોની સ્થિતિમાં થતા પરિવર્તનથી આપણાં જીવનમાં ઉથલપાથલ ઊભી થાય છે. તેની અસર સીધી જ આપણાં પર પડે છે. એટલે જો દરેક દિવસ અનુસાર જ્યોતિષ ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનાર કષ્ટોથી મુક્તિ મેળવી શકાય છે. કયા દિવસે કયા ઉપાયો કરવા તે જાણીએ.

સોમવાર

⦁ સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે.

⦁ સોમવારના દિવસે શિવલિંગ પર જળનો અભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે.

⦁ ભગવાન શિવની પૂજા કરવાથી વૈવાહિક સમસ્યાઓનો અંત આવે છે. અકાળ મૃત્યુથી બચવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ. સોમવારે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઇએ.

મંગળવાર

⦁ મંગળવાર ભગવાન ગણેશનો વાર માનવામાં આવે છે.

⦁ મંગળવારના દિવસે સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવાથી આપના જીવનની તમામ બાધાઓ દૂર થાય છે.

⦁ મંગળવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

⦁ મંગળવારના દિવસે વાળમાં તેલ ન લગાવવું જોઇએ, તેમજ વાળ અને નખ ન કાપવા જોઇએ.

બુધવાર

⦁ બુધવારનો દિવસ માતા દુર્ગાને સમર્પિત કરવામાં આવ્યો છે.

⦁ માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે બુધવારના દિવસે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો અતિ ઉત્તમ ફળદાયી રહે છે.

⦁ બુધવારના દિવસે માતાજીની શક્તિ મુજબ ઉપાસના આરાધના કરવી જોઇએ.

ગુરુવાર

⦁ ગુરવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે.

⦁ ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી આપના તમામ કષ્ટો નાશ પામશે.

⦁ ગુરવારના દિવસે માંસાહાર કે મદ્યપાન કરવું જોઇએ

શુક્રવાર

⦁ શુક્રવાર માતા લક્ષ્મીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ છે.

⦁ માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન સંપત્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

⦁ શુક્રવારના દિવસે ખાટા પદાર્થોનું સેવન ન કરવું જોઇએ

શનિવાર

⦁ શનિવારનો દિવસ હનુમાનજી અને શનિદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

⦁ શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનજીની પૂજા કરવી જોઇએ તેમજ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઇએ.

⦁ શનિદેવની કૃપાથી જ ગરીબી, ગ્રહદોષ અને પાપમાંથી મુક્તિ મળે છે.

⦁ શનિવારના દિવસે હનુમાનજીની ઉપાસના માટે હનુમાન ચાલીસા, બજરંગબાણનો પાઠ કરવાથી હનુમાનજીની કૃપા સદૈવ આપની પર રહે છે.

⦁ શનિવારના દિવસે તેલ, લાકડું, કોલસા, મીઠું(નમક) કે લોખંડનો સામાન ન ખરીદવો જોઇએ.

રવિવાર

⦁ રવિવારનો દિવસ સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટેનો દિવસ માનવામાં આવે છે.

⦁ રવિવારે ઉગતા સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ.

⦁ સૂર્યદેવની ઉપાસનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

⦁ રવિવારે બને ત્યાં સુધી મીઠું(નમક) ન ખાવું જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ આ સરળ ઉપાય ચમકાવી દેશે તમારું નસીબ ! જાણો જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણીત રસપ્રદ ઉપાય !

આ પણ વાંચોઃ અનેક સમસ્યાઓનું એક જ ‘રામબાણ’, સૌથી ફળદાયી બજરંગ બાણ!

g clip-path="url(#clip0_868_265)">