AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: આજે દેવશયની એકાદશીએ કરી લો આ ખાસ ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન !

દેવશયની એકાદશી એ તો મનોકામનાની પૂર્તિ કરતી એકાદશી છે. આજના દિવસે શ્રીહરિ વિષ્ણુની આરાધનાનો મહિમા છે. અલબત, માત્ર એક ખાસ દ્રવ્ય સાથે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદની પણ પ્રાપ્ત થાય છે.

Bhakti: આજે દેવશયની એકાદશીએ કરી લો આ ખાસ ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન !
દેવશયની એકાદશી એ તો મનોકામનાની પૂર્તિ કરતી એકાદશી
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:00 AM
Share

Bhakti: આજે દેવશયની એકાદશી(EKADASHI) છે. કહેવાય છે કે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરે છે. અને હવે પછીના ચાર માસ કોઈ જ શુભ કાર્યો થતાં નથી. પણ એવું કહેવામાં આવે છે કે જો આજના દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. શું તમે જાણો છો કે દેવશયની એકાદશી એ તો મનોકામના પૂર્તિ એકાદશી છે.

આમ તો એકાદશી એ ભગવાન વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર છે. લોકો એકાદશી અને ખાસ તો દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુની આરાધના કરતાં હોય છે. તેમને પ્રસન્ન કરવાના ઉપાયો કરતાં હોય છે. પરંતુ આજે અમે આપને જણાવીશું એવા સરળ ઉપાય કે જેનાથી આપની મનોકામના તો પૂરી થશે જ સાથે જ આપના પર દેવી લક્ષ્મી પણ થશે મહેરબાન. આવો જાણીએ એ વિશેષ ઉપાય અને ખાસ વિધિ વિધાન કે જેનાથી શ્રીહરિની સાથે દેવી લક્ષ્મીના આશિષની પણ આપને થશે પ્રાપ્તિ.

⦁ દેવશયની એકાદશીના દિવસે સોથી પહેલાં સ્નાન કરો. ⦁ ત્યારબાદ સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંટકાવ કરો. ⦁ આપના ગૃહ મંદિરમાં ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પીત્તળ કે તાંબાની મૂર્તિને એક આસન પર બિરાજમાન કરો. ⦁ દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. ⦁ ધન-ધાન્ય અને  લક્ષ્‍મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસર યુક્ત જળથી અભિષેક કરો. કહેવાય છે કે ભગવાન વિષ્ણુને કેસરના જળથી અભિષેક કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય નાણાંની ખેંચ રહેતી નથી. ⦁ વ્યક્તિએ દીર્ઘાયુના આશિષ પ્રાપ્ત કરવા તથા શત્રુ કે કોઈ અડચણથી મુક્તિ માટે સરસવના તેલનો અભિષેક કરવો. ⦁ જે દંપતીને સંતાનની પ્રાપ્તિ કરવી છે તેમણે ભગવાન વિષ્ણુ પર દૂધનો અભિષેક કરવો. ⦁ તો પાપ મુક્તિ માટે વ્યક્તિ એ આજનો ઉપવાસ ખાસ કરવો. કહેવાય છે કે દેવશયની એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવુ જોઈએ. જો તમે આવુ ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરીને પણ આ વ્રતને કરી શકો છો. ⦁ ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને ખીર, પીળા ફળ કે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો. ⦁ આ દિવસે ૐ નમો નારાયણાય નમ: કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો 108 વાર જાપ કરો. ⦁ દેવશયની અગિયારસની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરી તેની પરિક્રમા કરો. ⦁ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં તે પીપળો છે. એટલે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેથી એકાદશી પર પીપળાના ઝાડ પર જળ અવશ્ય ચઢાવવું. ⦁ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈ ઘઉં, ચોખા વગેરે ધાન્યનું દાન કરવું. અને શક્ય હોય તો ધાન્યને ગરીબોમાં પણ વહેચવું. કહેવાય છે કે આસ્થા સાથે દેવશયની એકાદશીએ આ તમામ સરળ ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો સાથે જ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત કરે છે. અને વ્યક્તિના જીવનમાં રહેલા આર્થિક પ્રશ્નો પણ દુર થાય છે.

આ પણ વાંચો : જાણો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">