Gandhinagar: મહુડીમાં કાળીચૌદશે મહાયજ્ઞનું આયોજન, ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી યોજાઈ

|

Oct 24, 2022 | 2:11 PM

વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12.39 કલાકે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે.

મહુડીમાં  (Mahudi) કાળી ચૌદસના  (Kali chaudas) દિવસે મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. યજ્ઞ સમયે મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આવતા  સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે.

વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12.39 કલાકે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે.

આજે  પાવાગઢથી માંડીને  સોમનાથ સહિતના વિવિધ મંદિરોમાં  દર્શનાર્થીઓની  ભારે ભીડ જોવા મળી રહી છે અને તમામ સ્થળે  દર્શનાર્થીઓની ભીડને  પગલે  દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  પવિત્ર શક્તિપીઠ પાવાગઢ (Pavagadh) ખાતે માનવમહેરામણ ઉમટ્યું. દિવાળીના પર્વે મહાકાળી માના દર્શન કરવા લાખોની સંખ્યામાં માઇભક્તોએ પાવાગઢ ખાતે ભીડ જમાવી. જ્યાં નજર પડે ત્યાં ભક્તોની (Devotee) ભીડ જોવા મળી રહી છે. દિવાળીના પર્વે મહાકાળી માતાના દર્શનનું અનેરૂ મહત્વ છે, ત્યારે વહેલી સવારથી જ માઇભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે.

 

 

 

Next Video