Bhakti : 50 લાખ લીટર પાણી ભરવા છતાં ખાલી જ રહે છે આ ચમત્કારિક માટલું ! શું છે રહસ્ય ?

જમીનમાં દટાયેલું આ માટલું માંડ અડધો ફૂટ ઊંડુ અને અડધો ફૂટ પહોળું છે. પણ, આશ્ચર્યની વાત તો એ છે કે, આ માટલામાં ગમે તેટલું પાણી ઉમેરો પણ તે ખાલી જ રહે છે !

Bhakti : 50 લાખ લીટર પાણી ભરવા છતાં ખાલી જ રહે છે આ ચમત્કારિક માટલું ! શું છે રહસ્ય ?
પાણી ઉમેરવા છતાં ખાલી જ રહે છે આ માટલું !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 29, 2021 | 10:46 AM

એક માટલું ભરવા માટે વધારેમાં વધારે કેટલું પાણી જોઈએ ? 5 લીટર, 10 લીટર કે 50 લીટર ? તમને કદાચ એમ થશે એક માટલું ભરવા માટે તે કંઈ 50 લીટર પાણીની જરૂર હોતી હશે ! પણ, અમારે તો આજે વાત કરવી છે એક એવાં માટલાની કે જેને ભરવા માટે તો 50 લાખ લીટર પાણી પણ ઓછું પડે છે ! આ વાત છે એક એવાં દિવ્ય ઘડાની કે જેમાં ગમે તેટલું પાણી ઉમેરવામાં આવે, તો પણ તે હંમેશા ખાલી જ રહે છે.

રાજસ્થાનના પાલી જિલ્લામાં શીતળા માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, અહીં માતાજીની પ્રતિમાની સામે જ એક માટલું મૂકાયેલું છે. જમીનમાં દટાયેલું આ માટલું માંડ અડધો ફૂટ ઊંડુ અને અડધો ફૂટ પહોળું છે. પણ, આશ્ચર્યની વાત તો એ છે કે, આ માટલામાં ગમે તેટલું પાણી ઉમેરો પણ તે ખાલી જ રહે છે. ‘કુંડનુમા’ તરીકે ઓળખાતા આ માટલામાં એકવાર 50 લાખ લીટર સુધી પાણી ભરી દેવામાં આવ્યું હતું, છતાં માટલું ખાલી જ રહ્યું.

શીતળા સાતમ અને જ્યેષ્ઠ માસની પૂનમની તિથિ પર એમ વર્ષમાં 2 જ વખત આ માટલાનું મોઢું ખોલવામાં આવે છે.આ દરમિયાન અહીં ભક્તોનો ધસારો જોવા મળે છે. લોકો અહીં માટલામાં પાણી ભરવા માટે આવે છે. અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. ઘણા બધા લોકો આ માટલાના ચમત્કારને જોવા માટે જ આવે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

સ્થાનિક લોકોનું કહેવું છે કે, લગભગ 800 વર્ષ પહેલા બાબરા નામના રાક્ષસનો આ ગામમાં આતંક હતો. ત્યારે બધાએ મળીને માતા શીતળાનું ધ્યાન કર્યું. માતા ભક્તોની પોકાર સાંભળીને પ્રકટ થયા અને દુષ્ટનો સંહાર કર્યો. કહે છે કે ત્યારે રાક્ષસે માતા સામે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી કે તેની આત્માની શાંતિ માટે તેને પાણી પીવડાવવામાં આવે. માતાએ તથાસ્તુ કહી તેની ઈચ્છા પૂર્ણ કરી. ત્યારથી જ અહીં માટલાની સ્થાપના કરી વર્ષમાં બે વાર પાણી ભરવાની પરંપરા ચાલુ થઈ.

અત્યાર સુધીમાં આ માટલું અનેકવાર ભરવામાં આવ્યું હોવા છતાં તે ખાલી જ રહે છે. દર વખતે પાણી નાંખ્યા પછી મંદિરના મહંત તેમાં એક ક્ળશ દૂધ નાંખે છે. જે પછી તરત જ માટલું ભરાઈ જાય છે. ત્યારબાદ માટલાનું મોઢું બંધ કરી દેવામાં આવે છે. આ ઘડાનું રહસ્ય અને ચમત્કાર સાંભળી વૈજ્ઞાનિકો પણ દંગ રહી જાય છે. લોક માન્યતા એવી છે કે ઘડાનું પાણી તો રાક્ષસ પીવે છે, જેના કારણે પાણીથી ઘડો ભરાતો જ નથી.

લગભગ 800 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલુ છે. ઘડા પરનો પત્થર વર્ષમાં બે વાર કાઢી નાખવામાં આવે છે. પ્રથમ શીતળા સપ્તમી પર અને બીજી વાર જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા પર. બંને પ્રસંગ પર ગામની મહિલાઓ તે ઘડામાં હજારો લીટર પાણી ભરે છે. ભલે મહિલાઓ હજારો લીટર પાણી નાંખે પરંતુ ઘડો પૂરો ભરાતો નથી. પછી અંતમાં પૂજારી પ્રચલિત પરંપરા હેઠળ માતાના ચરણોમાં દૂધનો ભોગ લગાવે છે અને તે પ્રસાદને માટલામાં ઉમેરે છે. તે સાથે જ ઘડો ભરાઈ જાય છે ! અને પછી તેનું મુખ બંધ કરી દેવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે આ ઘડાને લઈને વૈજ્ઞાનિકોએ પણ ઘણા સંશોધનો કર્યા છે, પરંતુ ઘડામાં ભરવામાં આવેલ પાણી ક્યાં જાય છે તેના વિષે કોઈને કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નથી.

રહસ્યમય માટાલાને લઈને અન્ય એક કથા પણ પ્રચલિત છે. કહે છે કે આજથી આઠસો વર્ષ પૂર્વે બાબરા નામના રાક્ષસનો આ ગામમાં આતંક હતો. આ રાક્ષસ બ્રાહ્મણોના ઘરમાં જ્યારે પણ કોઈનું લગ્ન થાય તો તે વરરાજાને મારી નાંખતો. પછી બ્રહ્મણોએ શીતળા માતાની તપસ્યા કરી. ત્યારે શીતળા માતા ગામના એક બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે, જ્યારે તેની દીકરીનું લગ્ન થશે ત્યારે તે રાક્ષસને મારશે.

લગ્નના સમયે શીતળા માતા કન્યાનું સ્વરૂપ ધારણ કરી ત્યાં હાજર રહયા. ત્યાં માતાએ રાક્ષસને પોતાના વશમાં કરી લીધો. ત્યારે રાક્ષસે શીતળા માતાને વિનંતી કરી કે તેનો વધ ના કરે, તે હવે કોઈને હેરાન નહીં કરે. આખરે, માતાએ એ રાક્ષસને છોડી મૂક્યો. રાક્ષસે શીતળા માતા પાસે વરદાન માંગ્યું કે ગરમીના દિવસોમાં તરસ વધારે લાગે છે તો માત્ર વર્ષમાં બે વાર મને પાણી પીવાનું વરદાન આપો અને માતાએ તેને તે વરદાન આપ્યું. કહે છે કે ત્યારથી જ આ પરંપરા ચાલુ છે.

આ પણ વાંચો : હનુમાનજીથી લઈને ગણેશજી સુધી કયા દેવની કેટલી થાય છે પ્રદક્ષિણા જાણીલો ફટાફટ…

g clip-path="url(#clip0_868_265)">