Chanakya Niti: માણસના 100 ગુણો પર ભારે છે, આ એક અવગુણ

|

Jul 07, 2021 | 5:55 PM

આચાર્યની બુદ્ધિમત્તા અને કુશળ રણનીતિનું કારણ હતું કે તેમણે એક સરળ બાળકથી સમ્રાટની ગાદી પર બેસાડ્યા હતા. આચાર્ય ચાણક્ય (Chanakya)માં કોઈ પણ પરિસ્થિતિને દુરથી જ જાણી લેવાની ક્ષમતા હતી.

Chanakya Niti: માણસના 100 ગુણો પર ભારે છે, આ એક અવગુણ
Chanakya Niti

Follow us on

Chanakya Niti: આચાર્ય ચાણક્યે તેમના અનુભવોના આધાર પર ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતો કહી છે જેનું અનુસરણ કરી વ્યક્તિ મોટા પડકારનો સામનો આસાનીથી કરી શકે છે. આચાર્ય ચાણક્ય (Chanakya) એક મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, રણનીતિકાર થયા બાદ સામાજીક વિષયોના જાણકાર પણ હતા.

 

તેમણે જીવનના દરેક તબક્કાને સમજ્યા છે. જે આચાર્યની બુદ્ધિમત્તા અને કુશળ રણનીતિનું કારણ હતું કે તેમણે એક સરળ બાળકથી સમ્રાટની ગાદી પર બેસાડ્યા હતા. આચાર્ય ચાણક્ય (Chanakya)માં કોઈ પણ પરિસ્થિતિને દુરથી જ જાણી લેવાની ક્ષમતા હતી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

તેમણે પોતાના જ્ઞાનને માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખ્યું નથી, પરંતુ બીજા લોકોને પણ માર્ગદર્શન આપ્યું હતુ. પોતાના ગ્રંથ ચાણક્ય નીતિ (Chanakya Niti)માં આચાર્યએ પોતાના અનુભવોના આધાર પર લોકોના જીવનને સરળ બનાવવાનો માર્ગ દેખાડ્યો છે. જો આચાર્યની વાતોનું લોકો અનુસરણ કરે તો તમામ સમસ્યાઓ સરળતાથી સામનો કરી શકાય  છે. ચાણક્ય નીતિના 13માં અધ્યાયના 15માં શ્લોકમાં તેમણે એક એવા અવગુણનું  વર્ણન કર્યું છે જે લોકોની મહેનત પર પાણી ફેરવી શકે છે તો આવો તેના વિશે  જાણીએ.

 

આ  શ્લોકના માધ્યમથી આચાર્ય ચાણક્ય (Chanakya)કહે છે કે, કોઈ પણ કાર્યમાં સફળતા માટે મનને કાબુમાં રાખવું ખુબ જરુરી છે. જેનું મન સ્થિર નથી, તે વ્યક્તિ ન તો લોકોની વચ્ચે અને ન જંગલમાં સુખ મેળવે છે. વિગતવાર રીતે સમજો કે જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મનની ચંચળતા દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જે વ્યક્તિનું મન ચંચળ હોય છે, ભલે તે ગમે તેટલું પરિશ્રમ કરે, પરંતુ તે ઝડપથી સફળ થવા માટે સક્ષમ નથી.

આવા વ્યક્તિનું મન ક્યાંય રહેતું નથી. વારંવાર ભટકવાના કારણે તે ક્યાંય પણ પોતાને એકાગ્ર કરવામાં અસમર્થ છે. જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય છે, ત્યારે તે અન્યને પ્રગતિ કરતી જોશે, ત્યારે ઈર્ષ્યા અને હતાશ થઈ જાય છે.  એવામાં તેમને ન તો ખુશી મળે છે ન એકલાપણું. ખરેખર સફળ થવું છે તો ચંચળ મન પર કાબુ મેળવવો ખુબ જરુરી છે. જેનું મન નિયંત્રણમાં છે, તે કંઈપણ પ્રાપ્ત કરી શકે છે.

 

ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણના મનને નિયંત્રણમાં રાખવાનું મહત્વ સમજાવ્યું છે અને કહ્યું છે કે મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર એટલે કે તમે તમારા મનને જીતી લીધું છે, તમારા નિયંત્રણમાં છે તો તમારા માટે કાંઈ પણ જીતવું મુશ્કેલ નથી, પરંતુ જો તમે તમારા મનના ગુલામ છો તો તમે તે કરશો જે તમારું મન તમારી પાસે કરાવશે. એવામાં વ્યક્તિનું સફળ થવું મુશ્કેલ છે, માટે જો જીવનમાં આગળ વધવના સ્વપ્ન જુઓ છો તો પહેલા  મનને નિયંત્રણમાં રાખવાનું શીખો.

આ પણ વાંચો: જાણો છો રથયાત્રામાં મગનો પ્રસાદ શા માટે અપાય છે ?

Published On - 5:53 pm, Wed, 7 July 21

Next Article