ગુજરાતના 10 હજારથી વધુ ડોક્ટરો હડતાલ પર, ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર

ગુજરાતના 10 હજારથી વધુ ડોક્ટરો હડતાલ પર, ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 1:58 PM

અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.

ગુજરાત (Gujarat) ના સરકારી હોસ્પિટલના (Government Hospitals) તબીબો હડતાળ (Strike) પર ઉતર્યા છે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે રાજ્યના 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર છે. હડતાળને કારણે ઓપીડી અને ઈમરજન્સી (Emergency) સેવાઓ પર અસર થઈ છે. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર ઉગામ્યુ છે.

હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.

જીએમટીએ દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યુ કે પાંચ કેડર પાંચ એસોસિએશન હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , GMERS ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ESIS ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમણે જણાવ્યુ કે 10 હજાર ડૉકટર, છ સરકારી મેડિકલ કોલેજના ડૉકટર્સથી લઈ પીએચસીના ડૉકટર્સ હડતાળમાં જોડાયા છે.

આ પણ વાંચોઃ Surat: ફરી એક બાળકી દુષ્કર્મનો ભોગ બની, 4 સંતાનોના પિતાએ અમાનુષી કૃત્ય આચર્યું

આ પણ વાંચોઃ Kutch: નલ સે જલ યોજના ફેઈલ, ભૂજ શહેરમાં પાણી માટે દરરોજ 100 ટેન્કર દોડાવાય છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 04, 2022 11:04 AM
g clip-path="url(#clip0_868_265)">