AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan 2022 : તમિલનાડુમાં 1200 વર્ષ જૂનું શિવ મંદિર, જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી

Shravan 2022 : બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તંજોરમાં આવેલું છે. તે ચોલ શાસક રાજારાજા દ્વારા ઇ. 1003-1010 વચ્ચે બનાવવામાં આવ્યું હતું.

Shravan 2022 : તમિલનાડુમાં 1200 વર્ષ જૂનું શિવ મંદિર, જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી
Brihadeshwar temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 12:56 PM
Share

Shravan 2022 : હિન્દુ ધર્મમાં ભગવાન શિવનો પવિત્ર માસ (Shravan 2022) ચાલી રહ્યો છે. આથી અમે તમને મહાદેવ અને તેમના મંદિરો(Shiva temple) સાથે જોડાયેલી વાતો જણાવી રહ્યા છીએ. આ એપિસોડમાં અમે આવા મંદિર વિશે માહિતી આપીશું. જેનું નિર્માણ ચોલ વંશના રાજાએ કરાવ્યું હતું. તમિલનાડુના તંજોરમાં આવેલું આ બૃહદેશ્વર મંદિર છે (Brihadeshwar temple). આ મંદિર સ્થાનિક રીતે રાજરાજેશ્વરમ અને થંજાઈ પેરિયા કોવિલ તરીકે ઓળખાય છે. આ મંદિર વિશ્વ ધરોહર તરીકે જાણીતું છે. બૃહદેશ્વર મંદિર રહસ્યોથી ભરેલું છે. જે આજ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી.

ગ્રેનાઈટથી બનેલું મંદિર

બૃહદેશ્વર મંદિર 1003-1010 એડી માં ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. રાજારાજ ભોલેનાથના પરમ ભક્ત હતા. જેના કારણે તેમણે અનેક શિવ મંદિરો બંધાવ્યા. બૃહદેશ્વર મંદિર ગ્રેનાઈટથી બનેલું છે. તે તેની ભવ્યતા, સ્થાપત્ય અને ગુંબજ માટે પ્રખ્યાત છે.

પાયા વગરનું મંદિર

ભગવાન શિવને સમર્પિત મંદિર 13 માળનું છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. તે પાયા વિના આટલા વર્ષો સુધી કેવી રીતે ટકી રહ્યું તે એક રહસ્ય છે.

80 ટન સોનાનો કળશ

બૃહદેશ્વર મંદિરની બીજી વિશેષતા એ છે કે તેના શિખર પર સોનેરી કળશ છે. જે પથ્થર પર આ સ્વર્ણ કલશ આવેલો છે. તેનું વજન 80 ટન છે. હવે આટલા ભારે પથ્થરને મંદિરની ટોચ પર કેવી રીતે લઈ જવામાં આવ્યો હશે. તે એક રહસ્ય રહે છે. કહેવાય છે કે આ ગુંબજનો પડછાયો ધરતી પર પડતો નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">