AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Sharp Mantra : બુધવારે આ મંત્રોના જાપ કરવાથી નોકરી-ધંધામાં મળશે ફાયદો, બુધ રહેશે બળવાન

Strong Budh Grah: જો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિને અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે કુંડળીમાં બુધ ગ્રહને બળવાન બનાવવા માટે બુધવારે આમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો.

Brain Sharp Mantra : બુધવારે આ મંત્રોના જાપ કરવાથી નોકરી-ધંધામાં મળશે ફાયદો, બુધ રહેશે બળવાન
Mantra Mantra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 3:14 PM
Share

Budh Grah Remedies: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય છે ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે જો વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને ત્વચા સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. ઉપરાંત, વ્યક્તિમાં શિક્ષણ સંબંધિત એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારનો દિવસ ભગવાન ગણેશ તેમજ બુધ ગ્રહને સમર્પિત છે. આ દિવસે ગણપતિજીના કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. એટલું જ નહીં, જ્યોતિષમાં બુધ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે કેટલાક મંત્રો પણ જણાવવામાં આવ્યા છે. જાપ કરવાથી વ્યક્તિનું મન તેજ બને છે.

બુધ ગ્રહને બળવાન કરવાનો મંત્ર

બુધ દેવનો પૌરાણિક મંત્ર

ॐ प्रियङ्गुलिकाश्यामं रूपेणाप्रतिमं बुधम्।सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम्।।

બુધ દેવનો પૂજા મંત્ર

ॐ ऐं स्त्रीं श्रीं बुधाय नमः

બુધ દેવનો વૈદિક મંત્ર

ॐ उदबुध्यस्वाग्ने प्रति जागृहि त्वमिष्टापूर्ते स सृजेथामयं च अस्मिन्त्सधस्थे अध्युत्तरस्मिन् विश्वेदेवा यजमानश्च सीदत।।

બુધ દેવનો ગાયત્રી મંત્ર

ॐ सौम्यरुपाय विद्महे वाणेशाय धीमहि तन्नौ सौम्यः प्रचोदयात्।।

બુધ દેવનો બીજ મંત્ર

ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः।।

બુધ દેવના મંત્રના લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અભ્યાસમાં એકાગ્રતા વધારવા અને બુદ્ધિને તેજ કરવા માટે આમાંથી કોઈપણ મંત્રનો નિયમિત જાપ કરી શકાય છે. તેનાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે.

એવું માનવામાં આવે છે કે બુધ ગ્રહના બળને કારણે વ્યક્તિની વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે. તેમજ તર્ક શક્તિ વધે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહના બળવાન થવાથી વ્યક્તિ પોતાના કરિયરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરે છે. વ્યક્તિની યાદશક્તિ તેજ હોય ​​છે.

કહેવાય છે કે તીક્ષ્ણ બુદ્ધિથી વ્યક્તિ સાચા નિર્ણયો લેવામાં સક્ષમ બને છે અને તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

બુદ્ધિની કુશાગ્રતા ધરાવનાર વ્યક્તિને વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે.

લાંબા સમયથી અટકેલા કામો પણ આ સમય દરમિયાન પૂર્ણ થાય છે.

બુધને આ રીતે મજબૂત બનાવો

જે લોકોનો બુધ નબળો હોય તેમણે આ દિવસે વ્રત રાખવું જોઈએ અને બુધની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે લીલા કે લાલ રંગના કપડા પહેરવા જોઈએ. બુધવારના દિવસે તમારે મીઠા વગરના મગનું બનેલું ભોજન ખાવું જોઈએ. ભોજન કરતા પહેલા તુલસીના થોડા પાન ગંગાજળ સાથે લો. આ દિવસે બુધ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે લીલું ઘાસ, આખો મૂંગ, કાંસાના વાસણો, વાદળી ફૂલ, લીલા-વાદળી વસ્ત્રો અને હાથીના દાંતથી બનેલી વસ્તુઓ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">