AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા રામ મંદિર જવું છે પરંતુ રહેવું ક્યાં ? આ છે હોટલ અને ધર્મશાળા, જુઓ લીસ્ટ

અયોધ્યામાં 4000 હોટલનું એડવાન્સ બુકિંગ પાંચ મહિના અગાઉથી થઈ ગયું છે. જ્યારે કેટલીક હોટેલોએ તેમના ભાડામાં વધારો કર્યો છે, તો કેટલીક એવી છે કે જેઓ સમાન ભાડા પર લોકોને રૂમ આપી રહ્યા છે. જો તમે પણ અયોધ્યા જઈને રામ મંદિરના દર્શન કરવા ઈચ્છો છો, તો તમે આ લેખમાં દર્શાવેલ ધર્મશાળાઓને તમારી યાદીમાં સામેલ કરી શકો છો.

અયોધ્યા રામ મંદિર જવું છે પરંતુ રહેવું ક્યાં ? આ છે હોટલ અને ધર્મશાળા, જુઓ લીસ્ટ
Ram Mandir
| Updated on: Dec 30, 2023 | 12:07 PM
Share

જ્યારથી દેશની જનતાએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ સાંભળી છે, ત્યારથી તેમનામાં એક અલગ જ જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. ત્યારે દેશ અને દુનિયામાંથી લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા આતુર છે. આવી સ્થિતિમાં ભગવાન રામના દર્શન કરવા માટે લોકોએ હોટલોમાં રહેવાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે શહેરમાં હોટલથી લઈને ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, અયોધ્યામાં 4000 હોટલનું એડવાન્સ બુકિંગ પાંચ મહિના અગાઉથી થઈ ગયું છે. જ્યારે કેટલીક હોટેલોએ તેમના ભાડામાં વધારો કર્યો છે, તો કેટલીક એવી છે કે જેઓ સમાન ભાડા પર લોકોને રૂમ આપી રહ્યા છે. જો તમે પણ અયોધ્યા જઈને રામ મંદિરના દર્શન કરવા ઈચ્છો છો, તો તમે આ લેખમાં દર્શાવેલ ધર્મશાળાઓને તમારી યાદીમાં સામેલ કરી શકો છો. ચોક્કસ તમે સસ્તા ભાવ સાંભળ્યા પછી તમારી જાતને રોકી શકશો નહીં, પરંતુ ધ્યાનમાં રાખો કે કિંમતો બદલાઈ શકે છે. બુકિંગ કરતા પહેલા એકવાર માહિતી મેળવી લેવાની ખાતરી કરો.

તમે અયોધ્યા રેલ્વે સ્ટેશન નજીક ગુજરાતી ધર્મશાળામાં રૂ. 100 થી રૂ. 1000 સુધીની કિંમતો સાથે રૂમ મેળવી શકો છો. આ ઉપરાંત અહીં ફૂડ પણ ફ્રીમાં મળે છે. ઓછા બજેટવાળા લોકો માટે, અહીં એક મોટો હોલ પણ છે, જેમાં પંખા સાથે ઘણા સિંગલ બેડ છે, જેની કિંમત વ્યક્તિ દીઠ 100 રૂપિયા છે. આ સાથે, તમને અમર્યાદિત ભોજન પણ આપવામાં આવશે, તે પણ મફતમાં. જો તમારે પ્રાઈવેટ રૂમમાં રહેવું હોય તો અહીં 2, 3 અને 5 બેડરૂમ રૂમ પણ ઉપલબ્ધ હશે. સરનામું: રેલ્વે સ્ટેશનની સામે 2 મિનિટ દૂર

શ્રી સીતા રાજ મહેલ ધર્મશાળા

આ ધર્મશાળા અયોધ્યામાં એ જ જગ્યાએ બનેલી છે, જ્યાં લગ્ન કર્યા પછી દેવી સીતા પહેલીવાર અયોધ્યા આવ્યા હતા. પાલખીમાંથી નીચે ઉતરવાની અને પોતાનો ચહેરો બતાવવાની વિધિ અહીં કરવામાં આવી હતી, તેથી આ સ્થાન પર રોકાવું પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે પણ આ કથા સાથે જોડાયેલ એક મંદિર છે, જ્યાં તમે દર્શન માટે જઈ શકો છો. શ્રી સીતા રાજ ધર્મશાળામાં ડબલ બેડ એસી રૂમની કિંમત 1200 રૂપિયા છે અને નોન એસી રૂમની કિંમત 600 રૂપિયા છે, આ સાથે અહીં 70 રૂપિયાની થાળી પણ આપવામાં આવે છે. (હાલ કિંમતો બદલાયેલી હોઈ શકે છે)

માનસ ભવન

જો તમે બજેટ પ્રમાણે સસ્તી હોટેલ શોધી રહ્યા છો, તો માનસ ભવન તમારા માટે યોગ્ય રહેશે. અહીં એસી અને નોન-એસી બંને રૂમ ઉપલબ્ધ હશે. અહીં કુલ 48 રૂમ છે અને ખાવા માટે ખૂબ જ સ્વચ્છ કેન્ટીન પણ છે. જો આપણે રૂમ વિશે વાત કરીએ, તો તમે અહીં સરળતાથી રૂ. 700 થી રૂ. 1000ની વચ્ચે રૂમ મેળવી શકો છો. આ કિંમતોમાં વધુમાં વધુ 3 લોકો રહી શકે છે, જ્યારે 150 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની અલગ-અલગ થાળી પણ છે. સરનામું: રેલ્વે સ્ટેશન પાસે

કનક ધર્મશાળા પણ તપાસો

કનક ભવન પણ અયોધ્યાના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે, આજે અયોધ્યામાં બનેલા તમામ મંદિરો તેની આસપાસ છે. મંદિર પરિસરમાં ભક્તો માટે રહેવા અને ભોજનની સારી વ્યવસ્થા છે. અહીં રૂમ 300 થી 500 રૂપિયામાં સરળતાથી મળી (જો ઉપલબ્ધ હશે તો) જશે. આ રૂમમાં 4 થી 5 લોકો સરળતાથી રહી શકે છે. કનક ભવનમાં દરરોજ વિનામૂલ્યે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. સરનામું: કનક મંદિર સંકુલની અંદર પ્રવેશ દ્વારથી દક્ષિણ.

બિરલા ધર્મશાલા અયોધ્યા

બિરલા ધર્મશાળા પણ અયોધ્યાની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ જગ્યા છે, જ્યાં તમને 200 થી 500 રૂપિયામાં થ્રી સ્ટાર જેવી સુવિધાઓ મળશે. ખાસ વાત એ છે કે અહીં ખાવાનું ફ્રીમાં મળે છે, જેના માટે કોઈ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી. તમારું જૂથ ગમે તેટલું મોટું હોય, તમે અહીં સરળતાથી રૂમ મેળવી શકો છો. બસ એ વાતનું ધ્યાન રાખો કે એકવાર તમે કોઈ પણ હોટેલ કે ધર્મશાળા બુક કરાવો પછી તમારે ત્યાંની સુવિધાઓથી લઈને કિંમત સુધીની તમામ માહિતી મેળવવી જ જોઈએ. સરનામું: જૂના બસ સ્ટેન્ડ પાસે નવી કોલોની

આ સિવાય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઈટ પર આપેલી યાદી https://srjbtkshetra.org/accommodation/ પ્રમાણે નીચે હોટલો છે જેમાં તમે ચેક કરી શકો છો. https://srjbtkshetra.org/places-to-see/ આ વેબસાઈટ પર જઈ ત્યાં ફરવા લાયક સ્થળો તેમજ ગૂગલ મેપ દ્વારા તે સ્થળનું લોકેશન પણ મેળવી શકો છે.

1 Royal Heritage Hotel NH.27 Near Saryu Bridge Ayodhya
2 Bedi’s Dream Land Hotel NH.27 Near Saryu Bridge Ayodhya
3 Awadh Sunshine Palace NH.27 Near Saryu Bridge Ayodhya
4 Surya Palace Bhaunumati Road, Near Ayodhya Bypass
5 Hotel Ramayana Near Booth no -4 Shanwajpur Manjha Darshan Nagar Ayodhya -224135
6 Taraji resort Opposite saket puri yojna,deokali byepass churaha ,Nh 27 ayodhya
7 Hotel Panchsheel Near Devkali Bypass Crossing, NH 28 Ayodhya
8 Shane avadh Civil Lines Ayodhya
9 Tirupati civil line faizabad 001,ayodhya
10 Krishna palace 1/13/357,Civil Lines Ayodhya
11 Krinoscco Amaniganj Faizabad ,Ayodhya Road 60
12 Ramprastha Nayaghat Ayodhya
13 Rameshwaram palace Ayodhya Byepass Road Near Bharat Petrol Pump-Nayaghat Road Ayodhya
14 Ramila kutir 49/2/1-A Ramghat Halt Crossing Ram Ki Paidi Nayaghat Ayodhya 224123
15 Raghunandan inn 6/4/192A,Madrahiya Parikarma Marg Halkara Ka Purwa Ayodhya
16 Hotel Jivan sathi Lawn Nh-28 Nikat Priya Battery -Deokali Bye Pass
17 Royal hotel Ramghat Churaha Near Manas Bhawan
18 Tanwi palace Ramghat Churaha Near Manas Bhawan
19 Manas Bhawan Ramghat Churaha, Ayodhya, Uttar Pradesh 224123
20 R.G hotel 2/4/1,Madrahiya Aranya Puram Parikarma Marg, Halkara Ka Purwa .,Ayodhya
21 Hotel Shree Rama Inn Ramghat Churaha Near Manas Bhawan
22 Arvindam Sewa Sansthanam (Villa) 25/1/26 Tulsivari Ramghat Ayodhya Nikat Ram Janmbhoomi Karyashala

(અહીં માત્ર માહિતી આપી રહ્યા છીએ હોટલ મળી જ જશે તેવો કોઈ દાવો કરવામાં આવતો નથી.)

આ પણ વાંચો: રામ લલ્લાના દરબારમાં આજે સરકાર નરેન્દ્ર મોદી, અયોધ્યામાં પાવર પેક શોનું જાણો એ ટુ ઝેડ પ્રોગ્રામ શિડ્યુલ

રામ મંદિરના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">