AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રાવણ માસમાં મોરપીંછના આ જ્યોતિષ ઉપાય અજમાવો, થશે શત્રુઓનો નાથ, આર્થિક સ્થિતી બનશે સારી

શ્રાવણ માસ ભગવાન શિવ અને શ્રીકૃષ્ણ સમર્પિત છે. આથી અમે તમને આજે શ્રાવણ માસ દરમિયાન મોર પીંછના જ્યોતિષ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં ચાલી રહેલી મોટી પરેશાનીઓ, શત્રુઓથી પણ મુક્તિ મેળવી શકે છે.

શ્રાવણ માસમાં મોરપીંછના આ જ્યોતિષ ઉપાય અજમાવો, થશે શત્રુઓનો નાથ, આર્થિક સ્થિતી બનશે સારી
peacock feather Astrological remedy
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 5:39 PM
Share

મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પરંતુ હિંદુ ધર્મમાં પણ મોરનું ઘણું મહત્વ છે. મોર ભગવાન કૃષ્ણ માટે વિશેષ માનવામાં આવે છે. કૃષ્ણજીની શાશ્વત મૂર્તિ મોર પીંછ વગર અધૂરી માનવામાં આવે છે. જો કે, ભગવાન કૃષ્ણની સાથે ભગવાન ગણેશ, કાર્તિકેય અને ઇન્દ્રદેવને પણ મોર પ્રત્યે ઘણો લગાવ છે. મોર ખૂબ જ સુંદર પક્ષી છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અને આ મહિનો ખાસ ભગવાન શિવ અને શ્રીકૃષ્ણ સમર્પિત છે. આથી અમે તમને આજે શ્રાવણ માસ ( Shravan month) દરમિયાન મોર પીંછ (peacock feather) ના જ્યોતિષ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં ચાલી રહેલી મોટી પરેશાનીઓ, શત્રુઓથી પણ મુક્તિ મેળવી શકે છે, શ્રાવણ માસમાં કૃષ્ણની પૂજા કરતી વખતે તમારા ઘરે મોરનું પીંછા લાવશો તો તે ખૂબ જ શુભ વરદાન સાબિત થશે.

શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરે છે. પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે શવનમાં શિવની સાથે સાથે ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરવાનું અનેરૂ મહત્વ માનવામાં આવે છે.

આ મહિનામાં ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી શુભ ફળ મળે છે, જ્યારે શ્રાવણ મહિનામાં મોરના પીંછાના ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં ચાલી રહેલી મોટી પરેશાનીઓ, શત્રુઓથી પણ મુક્તિ મેળવી શકે છે. કારણ કે વાંસળીની જેમ મોરનું પીંછું પણ ભગવાન કૃષ્ણની સૌથી પ્રિય વસ્તુ છે, તેથી જો તમે આ મહિનામાં કૃષ્ણની પૂજા કરતી વખતે તમારા ઘરે મોરનું પીંછા લાવશો તો તે ખૂબ જ શુભ વરદાન સાબિત થશે.

અહીં જાણો મોરના પીંછના શુભ ઉપાય

  1. જો તમને ગ્રહોની અશુભ અસર થઈ રહી હોય તો ગ્રહના મંત્રનો 21 વાર જાપ કર્યા પછી મોર પીંછા પર પાણીનો છંટકાવ કરો અને જ્યાંથી તે દેખાય છે તે શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરો.
  2. ઘરના મુખ્ય દ્વાર પર મોરનું પીંછા લગાવવું હંમેશા શુભ હોય છે, કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા અને પ્રાણીઓ ઘરમાં પ્રવેશતા રોકે છે. તેના માટે 3 મોર પીંછા લગાવીને ‘ॐ द्वारपालाय नम: जाग्रय स्थापयै स्वाहा’ મંત્ર લખીને નીચે ગણેશજીની મૂર્તિ મૂકો.
  3. બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે, નવજાત શિશુને ચાંદીના તાવીજમાં મોરનું પીંછ પહેરાવો.
  4. જો તમારું બાળક ખૂબ રડે છે, ચિડાય છે અથવા જીદ્દી છે તો સીલિંગ ફેન પર મોરના પીંછા લગાવો બાળકના સ્વભાવમાં ચોક્કસ બદલાવ થશે.
  5. જો તમે શત્રુઓથી પરેશાન છો તો મંગળવાર અને શનિવારે શત્રુનું નામ લઇને મોર પીંછ હનુમાનજીના માથા પર લગાવો અને સવારે મોં ધોયા વગર વહેતા પાણીમાં નાખી દો.
  6. ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે મોરનાં પીંછાને અગ્નિ ખૂણામાં લગાવો. આ સિવાય ઈશાન દિશામાં ભગવાન શ્રી કૃષ્ણના ફોટા સાથે મોરનું પીંછું લગાવો.
  7. આર્થિક લાભ માટે કોઈ મંદિરમાં જઈને રાધા કૃષ્ણના મુગટમાં મોરનું પીંછ મૂકો અને 40 દિવસ પછી તેને લાવી તિજોરીમાં રાખો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">