AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક પાન તમારી ઈચ્છાઓને કરશે પરિપૂર્ણ! જાણો, કેવી રીતે એક વૃક્ષ બદલશે તમારું ભાગ્ય?

સાંજના સમયે વડના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરી ભગવાન વિષ્ણુનું (Lord vishnu) ધ્યાન કરવું જોઈએ. આ કાર્ય અત્યંત લાભદાયી મનાય છે. કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.

એક પાન તમારી ઈચ્છાઓને કરશે પરિપૂર્ણ! જાણો, કેવી રીતે એક વૃક્ષ બદલશે તમારું ભાગ્ય?
Banian tree
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:36 AM
Share

જ્યોતિષ શાસ્ત્રમાં વડના વૃક્ષનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ મનાય છે. તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં આ વૃક્ષ સંબંધી તેમજ વૃક્ષના પાન સંબંધી કેટલાંક ઉપાયોનું વર્ણન મળે છે. આ એવા ઉપાયો છે કે જે કરવાથી જીવનની અનેકવિધ સમસ્યાથી લોકોને છૂટકારો મળી જાય છે. એટલું જ નહીં, તે ધંધામાં પ્રગતિના તેમજ જીવનમાં સફળતાના દ્વાર પણ ખોલી દે છે. તો વડનું માત્ર એક પર્ણ તમારી મનોકામનાને પૂર્ણ કરવાનું સામર્થ્ય પણ ધરાવે છે. આવો, તે વિશે વિગતે જાણીએ.

વાસ્તુશાસ્ત્રમાં વડના વૃક્ષનો મહિમા

વાસ્તુશાસ્ત્રમાં વડના વૃક્ષના કેટલાંક લાભ તેમજ કેટલાંક નુકસાન જણાવવામાં આવ્યા છે. જો વડનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર તે આપને ધનની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ, જો વડનું વૃક્ષ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો તેને અશુભ માનવામાં આવે છે.

હળદર અને કેસર અર્પણ કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે વડના વૃક્ષમાં હળદર અને કેસર અર્પણ કરવા જોઈએ. આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આવું કરવાથી વેપારમાં થઇ રહેલું નુકસાન દૂર થાય છે. ધીમે-ધીમે નફો વધે છે અને પ્રગતિના દ્વાર પણ ખુલી જાય છે.

શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરો

સાંજના સમયે વડના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. આ કાર્ય અત્યંત લાભદાયી મનાય છે. કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.

મનશાપૂર્તિ અર્થે વિશેષ ઉપાય

મનશાપૂર્તિ અર્થે રવિવારના દિવસે એક વિશેષ ઉપાય અજમાવવો. વડના વૃક્ષના પાન ઉપર પોતાની ઇચ્છા લખવી અને પછી વહેતી નદીમાં તે પાનને પ્રવાહિત કરી દેવું. કહે છે કે આમ કરવાથી આપની લખેલી ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે.

વટ સાવિત્રી વ્રતનો મહિમા

પતિના દીર્ઘાયુષ્ય માટે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરતી હોય છે. માન્યતા એવી છે કે વડના ઝાડમાં ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માજીનો વાસ હોય છે. વડના ઝાડનું આયુષ્ય સૌથી વધુ હોવાથી તેને અક્ષયવટ કે અક્ષયવૃક્ષ પણ કહેવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓ આ અક્ષયવટની પ્રદક્ષિણા કરે છે. આ અક્ષયવટની પૂજાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થતા હોવાની માન્યતા પ્રચલિત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">