AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: પાડોશીને આપેલી એક ભેટ, તમારા જીવનમાં લાવશે સુખ,શાંતિ અને સમૃદ્ધિના આશિષ

ધન સબંધિત બધી સમસ્યાઓનું સમાધાન માં લક્ષ્મી પાસે હોય છે.હિંદુ ધર્મમાં તેમને ધનની દેવી પણ કહેવામાં આવે છે.આમતો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હેતુ આપણે પૂજા પાઠનો સહારો લઈએ છે.આ સારી વાત છે પરંતુ શું તમે જાણો છો કે પૂજાના સાથે સાથે ઘણી બધી ખાસ વસ્તુ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે.

Bhakti:  પાડોશીને આપેલી એક ભેટ, તમારા જીવનમાં લાવશે સુખ,શાંતિ અને સમૃદ્ધિના આશિષ
માતા લક્ષ્મી
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 10, 2021 | 9:29 AM
Share

ધન સબંધિત બધી સમસ્યાઓનું સમાધાન માતા લક્ષ્મી (mata lakshmi) પાસે હોય છે.હિંદુ ધર્મમાં તેમને ધનની દેવી પણ કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ જવાનું નામ જ લેતી નથી, ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, પરંતુ જીવનમાં થોડી સમસ્યા રહે છે. ઘણીવાર લોકોને પૈસા મેળવવા માટે ઘણા અવરોધોમાંથી પસાર થવું પડે છે, સફળતાની સીડી મેળવ્યા પછી પણ સફળતા હાથમાં આવતી નથી, મોટેભાગે એવા ઘણા લોકો હશે જેમની સાથે આવી મુશ્કેલીઓ આવે છે.

તમે તમારા જીવનમાંથી આવી સમસ્યાઓ થોડા દિવસોમાં દૂર કરી શકો છો જેના માટે તમારે એવી પાંચ વસ્તુઓનું દાન તમારા પાડોશીને કરવાનું છે. જો તમને તમારા કામમાં સફળતા ન મળી રહી હોય અથવા તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યા આવી રહી હોય અને તમે જલદીથી તેનાથીછૂટકારો મેળવવા માંગતા હોવ, તો આ 5 વસ્તુઓમાંથી કોઇપણ એક ભેટ તમારા પાડોશીને આપો.

પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે આ ચીજો ભેટ તરીકે કોઈ પાડોશીની નાની દીકરીને જ આપી શકો છો. જેની ઉંમર ઓછામાં ઓછી છે, જ્યોતિષ શાસ્ત્રમાં આ મુશ્કેલીઓ દૂર કરવાના સૌથી વધુ સચોટ ઉપાય છે.ચાલો આપણે જાણીએ કે પાડોશીને એવી તે કઈ વસ્તુઓ ભેટ કરવી કે જેનાથી આપણા જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થાય. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે આ કામ શુક્રવારના દિવસે જ કરવાનું છે.

ઘોડાઓનું ચિત્ર જો તમે કોઈ પાડોશીની નાની છોકરીને સફેદ સાત ઘોડાઓનો ફોટો આપો છો, તો માતા લક્ષ્મીજી તમને આશીર્વાદ આપે છે અને અચાનક તમારી સંપત્તિમાં વધારો જોવા મળશે, ફેંગ શુઇના કહેવા પ્રમાણે, સાત સફેદ ઘોડાઓના ચિત્રો ખૂબ જ શુભ છે. માટી નિર્મિત વસ્તુ જો તમે તમારા પાડોશીની નાની દીકરીને માટીથી બનાવેલ કંઈપણ વસ્તુ આપો છો, તો તે તમારા જીવનની ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. ગણેશની પ્રતિમા જો તમે તમારા પાડોશીની નાની દીકરીને ગણેશની મૂર્તિ અથવા ચિત્ર ભેટ કરો છો જેમાં ગણેશ બંને બાજુ બનાવવામાં આવ્યા હોય તો તે ભેટ તમારા જીવનમાં આવતા અનેક અવરોધોને દૂર કરે છે. ચાંદીની વસ્તુ જો તમે કોઈ પાડોશીની નાની દીકરીને ભેટ રૂપે ચાંદીથી બનાવેલી વસ્તુ અથવા સિક્કો આપો છો, તો પછી તમને તેનો લાભ થોડા દિવસોમાં જોવા મળે છે, જો પરિવારમાં કોઈ સભ્ય લાંબાગાળાની બીમારીથી પીડાઇ રહ્યા છે અને સારવાર કરવા છતાં તેનું નિરાકરણ આવતું નથી અથવા તો તમને પૈસાની અછત વર્તાઇ રહી હોય તો પણ આપ ચાંદીની વસ્તુ પાડોશીની દીકરીને ભેટમાં આપી શકો છો. હાથીની પ્રતિમા અથવા ફોટો જો તમને કાયમી ધોરણે પૈસા મળે છે, તો આ માટે તમે તમારા પાડોશીની નાની દીકરીને ભેટ તરીકે હાથીનું કોઇપણ પ્રકારનું રમકડું ભેટમાં આપી શકો છો, આ ભેટના પ્રતાપે પૈસાની આવકમાં વધારો થાય છે .મહત્વની વાત એ કે હાથી હંમેશા હકારાત્મક ઊર્જામાં રહેવાનું પસંદ કરે છે. તેથી જો તમે કોઈ હાથીનું ચિત્ર અથવા નાની મૂર્તિ ભેટ કરો છો, તો તે તમને પૈસાની સમસ્યાથી છુટકારો અપાવશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શું તમારા ઘરમાં છે આ પાંચ વસ્તુઓ ? જો ન હોય તો આજે જ લાવી દો, સુખ-સમૃદ્ધિની થશે પ્રાપ્તિ !

આ પણ વાંચો : રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઇ દ્વારા સમગ્ર માનવજાતને બોધ આપતા કહે છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">