ગુલાબની એક માળા અપાવશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ ! જાણો પવનસુતને પ્રસન્ન કરવાના સરળ ઉપાય

|

Jun 18, 2022 | 7:13 AM

જે વ્યક્તિ રોજગાર સંબંધી સમસ્યાઓથી પરેશાન હોય તેણે દર શનિવારે હનુમાનજીને (Lord Hanuman) એક પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. કહે છે કે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવાથી નોકરીની નવી તક ઉભી થાય છે. તેમજ નોકરીમાં બઢતીની શક્યતા પણ વધી જાય છે !

ગુલાબની એક માળા અપાવશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ ! જાણો પવનસુતને પ્રસન્ન કરવાના સરળ ઉપાય
Lord Hanuman (symbolic image)

Follow us on

પવનપુત્ર હનુમાનજીનું (Lord Hanuman) એક નામ છે સંકટમોચન (sankat mochan) અને તેમના નામની જેમ જ તે જીવનના સઘળા કષ્ટને નષ્ટ કરનારા છે. માન્યતા અનુસાર હનુમાનજીની સન્મુખ કેટલાંક અત્યંત સરળ ઉપાયો અજમાવીને વ્યક્તિ અનેકવિધ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે. એટલું જ નહીં, ધનની, નોકરીની (remedy for job) તેમજ આર્થિક સુખાકારીની પણ પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આવો, આજે કેટલાંક આવાં જ સરળ લૌકિક ઉપાયો વિશે વિગતે જાણીએ.

મનગમતી નોકરી !

લૌકિક માન્યતા અનુસાર જે વ્યક્તિ રોજગાર સંબંધી સમસ્યાઓથી પરેશાન હોય તેણે દર શનિવારે હનુમાનજીને એક પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. કહે છે કે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવાથી નોકરીની નવી તક ઉભી થાય છે. એટલું જ નહીં, નોકરીમાં બઢતીની શક્યતા પણ વધી જાય છે !

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આર્થિક સમૃદ્ધિ 

ધનની મનશા તો દરેક વ્યક્તિને હોય જ છે. અને કહે છે કે આ જ કામના હનુમાન કૃપાથી પરિપૂર્ણ પણ થાય છે. આ માટે શનિવારના રોજ લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ હનુમાન મંદિરમાં જઈને તેમને કેવડા અથવા તો ગુલાબના પુષ્પની માળા અર્પણ કરવી. લૌકિક માન્યતા છે કે આર્થિક સમૃદ્ધિ અર્થે આ ઉપાય અત્યંત લાભદાયી સાબિત થાય છે.

સંતાનોની સમસ્યાથી મુક્તિ !

જો તમે તમારાં સંતાનોને લઈને સતત ચિંતિત રહેતા હોવ કે સંતાન સંબંધી કોઈ સમસ્યા તમને પરેશાન કરી રહી હોય તો મંગળવાર કે શનિવારે એક ખાસ પ્રયોગ અજમાવવો. આ માટે હનુમાન મંદિરે જઈને પ્રભુને બુંદીના લાડુ અર્પણ કરવા. અને પછી તેને જ પ્રસાદ રૂપે લોકોમાં વહેંચી દેવા.

દાંપત્યજીવનના વિઘ્નોનું શમન !

દાંપત્યજીવનમાં મધુરતા લાવવા માટે હનુમાનજીની સન્મુખ સરસવના તેલનો દીવો કરવો. અને ત્યારબાદ તે દીવાની સાક્ષીએ જ હનુમાન ચાલીસાના પાઠ કરવા. કહે છે કે તેનાથી વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ગૃહકલેશનું શમન થાય છે. અને પતિ-પત્નીના સંબંધ સુમેળભર્યા બને છે.

નકારાત્મક ઊર્જાથી મુક્તિ !

જો તમને સતત નકારાત્મક વિચાર આવી રહ્યા હોવ, તો તેનાથી મુક્તિ અર્થે હનુમાન ચાલીસાની ચોપાઈ મદદરૂપ બની રહેશે. આ ચોપાઈ છે “સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા ।” કહે છે કે આ ચોપાઈથી વ્યક્તિને તમામ સમસ્યાથી મુક્તિ મળે છે. તેમજ આરોગ્યનું વરદાન પણ પ્રાપ્ત થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article