સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ…

‘હરિચરિત્રામૃત સાગર’ સ્વામીનારાયણ સંપ્રદાયનો 160 વર્ષ જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામીનારાયણના દૈનિક વિચરણ તથા ભગવાન સ્વામીનારાયણ હયાત હતાં તે સમયના ઉત્સવો અને સમૈયાઓ વિશેનો ઉલ્લેખ છે. આ વર્ષો જૂનો ગ્રંથ આજે પણ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે મૂકાયેલો છે. પરંતુ આ ગ્રંથ ઘણો જ જૂનો અને અલૌકિક હોવાથી આ ગ્રંથના જ્ઞાનનો લાભ આવનારી પેઢીઓને […]

સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ...
Titanium Swaminarayan Granth
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 28, 2018 | 4:55 AM

‘હરિચરિત્રામૃત સાગર’ સ્વામીનારાયણ સંપ્રદાયનો 160 વર્ષ જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામીનારાયણના દૈનિક વિચરણ તથા ભગવાન સ્વામીનારાયણ હયાત હતાં તે સમયના ઉત્સવો અને સમૈયાઓ વિશેનો ઉલ્લેખ છે. આ વર્ષો જૂનો ગ્રંથ આજે પણ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે મૂકાયેલો છે. પરંતુ આ ગ્રંથ ઘણો જ જૂનો અને અલૌકિક હોવાથી આ ગ્રંથના જ્ઞાનનો લાભ આવનારી પેઢીઓને પણ મળી રહે તે આશયથી આ ગ્રંથને ‘ટાઈટેનિયમ ગ્રંથ’ બનાવવાનું નક્કી કરાયું.

'ટાઈટેનિયમ ગ્રંથ' TV9 News

‘હરિચરિત્રામૃત સાગર’ બન્યો ‘ટાઈટેનિયમ ગ્રંથ’

શું છે ‘ટાઈટેનિયમ ગ્રંથ’? કેવી રીતે તૈયાર કરાયો ‘ટાઈટેનિયમ ગ્રંથ’?

‘હરિચરિત્રામૃત સાગર’ના દરેક અક્ષરની ટાઈટેનિયમ પ્લેટ પર કોતરવામાં આવ્યો છે. સંતો અને હરિભક્તોની છેલ્લા 3 વર્ષોની અથાગ મહેનત બાદ આ ટાઈટેનિયમ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું વજન 778 કિલો છે જ્યારે 6202 ટાઈટેનિયમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ પ્લેટ્સ અને ગ્રંથનું વજન કુલ મળીને 1047 કિલો થાય છે.

કેમ તૈયાર કરાયો ‘ટાઈટેનિયમ ગ્રંથ’?

આ ગ્રંથ 160 વર્ષ જૂનો હોવાથી શક્યતા હતી કે આવનારા સમયમાં ગ્રંથ સારી પરિસ્થિતિમાં ન રહે. જેના કારણે આગામી પેઢીઓને આ ગ્રંથના જ્ઞાનનો લાભ ન મળે. પરંતુ હરિચરિત્રામૃત સાગર’નું ટાઈટેનિયમ વર્ઝન તૈયાર થતાં આગામી પેઢી પણ આ ગ્રંથનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયની આ પહેલી એવી ઘટના છે જેમાં કોઈ ગ્રંથની ટાઈટેનિયમ પ્લેટ પર કોતરણી કરવામાં આવી હોય.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Titanium Granth- TV9 News

6202 ટાઈટેનિયમ પ્લેટ્સનો ઉપયોગ કરીને તૈયાર કરાયો ગ્રંથ

હજારો હરીભક્તો સાથે નીકળી ગ્રંથયાત્રા

3 વર્ષની મહેનત બાદ તૈયાર થયેલા આ ગ્રંથ માટે ખાસ યાત્રા યોજવામાં આવી. વડોદરાના કારેલીબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરથી વાજતે ગાજતે આ ગ્રંથયાત્રા નીકળી જેમાં 4 હજાર જેટલા હરીભક્તો જોડાયા. આ તમામ હરીભક્તો વડોદરાથી પગપાળા વડતાલ મંદિર પહોંચશે અને આ ટાઈટેનિયમ ગ્રંથ મંદિરમાં અર્પણ કરશે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">