ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક્સિસ બેંક (Axis Bank) અને IDBI Bank પર નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે આ અંગે માહિતી જાહેર કરી છે. સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા અને છેતરપિંડીથી રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા ન રાખવા માટે વસૂલવામાં આવતી ફી સંબંધિત KYC માર્ગદર્શિકા અને નિયમોનું પાલન ન કરવા બદલ બેંકોને દંડ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે માહિતી આપી છે કે એક્સિસ બેંક પર 93 લાખ રૂપિયા અને IDBI બેંક પર 90 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર એક્સિસ બેન્ક દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બેન્કે લોન અને એડવાન્સ પર કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. બચત બેંક ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા માટે દંડ વસૂલવા સંબંધિત અમુક ધોરણોનું પાલન કર્યું નથી. IDBI બેંકને ‘ફ્રોડ ક્લાસિફિકેશન એન્ડ રિપોર્ટિંગ’ પરની સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. અન્ય એક રીલીઝ મુજબ IDBI બેંકને સાયબર સુરક્ષા અંગેના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે આ સાથે રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું કે આ તમામ દંડ નિયમોમાં રહેલી ખામીઓના આધારે છે અને આ નિર્ણયથી બેંક દ્વારા કોઈપણ ગ્રાહક સાથેના કોઈપણ વ્યવહાર અથવા કરાર પર કોઈ અસર થશે નહીં.
તાજેતરમાં જ કંપીટીશન કમિશને એક્સિસ બેંક અને IDBI બેંકના ટ્રસ્ટી યુનિટ સામે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત SBIના ટ્રસ્ટી યુનિટનું પણ તપાસમાં નામ આવ્યું છે. ફી અંગેની મિલીભગતના મામલામાં સીસીઆઈ આ તપાસ કરી રહી છે. નિયમો મુજબ દેવું વધારનારી કંપનીઓ રોકાણકારોના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરે છે જેઓ સ્વતંત્ર રીતે ફી વસૂલ કરીને ફંડનું નિરીક્ષણ કરે છે. વાસ્તવમાં ત્રણેય ટ્રસ્ટીઓએ અચાનક તેમની ફી વધારી દીધી હતી જેને સીસીઆઈએ ખોટી ગણાવી છે.
Published On - 7:21 am, Sat, 9 April 22