Bank Locker Rules : RBI એ નવા લોકર નિયમોના અમલીકરણ માટે સમયમર્યાદા લંબાવી, જાણો નિયમોમાં શું થયો ફેરફાર

|

Jan 24, 2023 | 6:45 AM

આરબીઆઈએ કહ્યું કે આ કારણોસર બેંકોની સમયમર્યાદા ધીમે ધીમે 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી રહી છે. નોટિફિકેશન મુજબ બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને 30 એપ્રિલ 2023 સુધીમાં સુધારેલી માર્ગદર્શિકા વિશે માહિતગાર કરે.

Bank Locker Rules : RBI એ નવા લોકર નિયમોના અમલીકરણ માટે સમયમર્યાદા લંબાવી, જાણો નિયમોમાં શું થયો ફેરફાર
Bank Locker Rules

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જાહેરાત કરી છે કે તેણે વર્તમાન સેફ ડિપોઝિટ લોકર ના ગ્રાહકો માટે એગ્રીમેન્ટ રીન્યુઅલની પ્રક્રિયા તબક્કાવાર રીતે પૂર્ણ કરવાની સમયમર્યાદા બેંકો માટે લંબાવવામાં આવી છે. હવે બેંક અને ગ્રાહકો વચ્ચેનો આ કરાર 31 ડિસેમ્બર 2023 સુધી રિન્યૂ કરવામાં આવશે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ સુધારેલા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. ઘણી બેંકોએ હજુ સુધી ગ્રાહકોને નિયત તારીખ જાન્યુઆરી 1, 2023 પહેલા આ નિયમન પાલનની જરૂરિયાત વિશે જાણ કરાઈ ન હતી. આ ઉપરાંત ભારતીય બેંક એસોસિએશન (IBA) દ્વારા સંશોધિત માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવા માટે તૈયાર કરાયેલ મોડેલ કરારમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.

આરબીઆઈએ કહ્યું કે આ કારણોસર બેંકોની સમયમર્યાદા ધીમે ધીમે 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી રહી છે. નોટિફિકેશન મુજબ બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને 30 એપ્રિલ 2023 સુધીમાં સુધારેલી માર્ગદર્શિકા વિશે માહિતગાર કરે. 30 જૂન અને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના વર્તમાન ગ્રાહકોમાંથી ઓછામાં ઓછા 50 ટકા અને 75 ટકા ગ્રાહકો સુધારેલા કરાર પર સહી કરી છે.

બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ગ્રાહકો માટે સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ, કોન્ટ્રાક્ટના ઈલેક્ટ્રોનિક અમલીકરણ, ઈ-સ્ટેમ્પિંગ વગેરે દ્વારા નવા અથવા વધારાના સ્ટેમ્પવાળા કરારો કરે. પ્રક્રિયાને સરળ બનાવવા માટે પગલાં લેવા જોઈએ.આ ઉપરાંત તેની એક નકલ ગ્રાહકને પણ આપવાની રહેશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બધા લોકર અનફ્રીઝ કરવામાં આવશે

આરબીઆઈના નોટિફિકેશન મુજબ જ્યાં 1 જાન્યુઆરી, 2023 સુધી કરારનું પાલન ન થવાને કારણે જે લોકર્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમને તાત્કાલિક અનફ્રીઝ કરવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 18 ઓગસ્ટ 2021ના રોજ એક પરિપત્રમાં સેફ ડિપોઝિટ લોકર્સ માટે અપડેટ માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકામાં અન્ય બાબતોની સાથે બેંકોએ 1 જાન્યુઆરી, 2023 સુધીમાં હાલના લોકર ધારકો સાથે અપડેટેડ કોન્ટ્રેક્ટ કરવાની જરૂર જણાવાઈ છે.

આ સંજોગોમાં બેંક વળતર આપશે

RBIના નવા નિયમો અનુસાર હવે ગ્રાહકોને મોટો ફાયદો થશે. જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન થાય છે, તો બેંકને ચૂકવણી કરવી પડશે. એટલે કે હવે નવા નિયમ મુજબ બેંકની જવાબદારી વધી ગઈ છે. એટલું જ નહીં, બેંકના કર્મચારીઓ દ્વારા છેતરપિંડીથી થયેલા નુકસાનની ભરપાઈ પણ બેંક કરશે. આ હેઠળ, બેંકની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની હશે.

Published On - 6:45 am, Tue, 24 January 23

Next Article